જ્યારે તમને થાકનો અનુભવ લાગે છે ત્યારે લોહીમાં હિમોગ્લોબિનના સ્તરની તપાસ ડોક્ટર કરવાની સલાહ આપે છે. કારણ કે હિમોગ્લોબિન જ તે ઘટક છે જે લોહીની મદદથી શરીરને મજબૂત અને સ્વસ્થ બનાવવાનું કાર્ય કરે છે. પરંતુ લોકો ઘણી વખત હિમોગ્લોબીન વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકતા નથી. તેથી જ આ લેખમાં તમે વાંચો કે હિમોગ્લોબીન શું છે? અને હિમોગ્લોબિન નું મહત્વ શું છે? તથા તેની ઉણપ થાય ત્યારે કયા નુકસાન થાય છે? અને તેની સાથે જ લોહીમાં હિમોગ્લોબીનની કમીથી બચવા માટે તેની માત્રા વધારવા માટે કયા ઘરેલુ ઉપાય કરી શકાય છે?.
હિમોગ્લોબીન શું છે?
હિમોગ્લોબીન આયર્ન યુક્ત એક પ્રોટિન છે જે કોશિકાઓ માટે એક ખાસ લાલ રંગ આપે છે. જે દરેક લાલ રક્ત કોશિકાઓ માં જોવા મળે છે. હિમોગ્લોબીન ફેફસામાંથી ઓક્સિજનને શરીરના ઉત્તકો અને અંગો સુધી લઈ જવાનું કાર્ય કરે છે. અને તેની સાથે જ કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્તકોમાંથી પાછા ફેફસા સુધી લઇ જાય છે.
આયુર્વેદિક ડોક્ટર એશ્વર્યા સંતોષ જણાવે છે કે શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ ના કારણે એનિમિયા પણ થઈ શકે છે. ખાસ કરીને મહિલાઓને એનિમિયાનું જોખમ વધુ રહે છે. શરીરમાં હિમોગ્લોબીનની ઊણપ થાય તેના ઘણા બધા કારણો છે જેમ કે પિરિયડ દરમિયાન વધુ પડતો રક્તસ્ત્રાવ, પોષક તત્વોની ઉણપ, ખરાબ કિડની અને તે સિવાય કંઈપણ વાગી જવાથી, ગેસ્ટ્રિક, અલ્સર, બાવાસીર દરમિયાન લોહી પડવું વગેરે. આમ તેને તમે અમુક આસાન ઉપાયોથી જ વધારી શકો છો.
1 સરગવાની સિંગ ના પાન ની થોરન રેસીપી
- 1/2કપ – સરગવાની સિંગ ના પાન
- અડધી નાની ચમચી ઘી
- ડુંગળી – 3
- સિંધવ મીઠુ
બનાવવાની રીત
સૌપ્રથમ ઘી ગરમ કરો ત્યારબાદ કાપેલી ડુંગળી નાખો અને તેને શેકો ત્યારબાદ સરગવાની સિંગ ના પાન અને સિંધવ-મીઠું નાખો. ત્યાં સુધી તેને રહેવા દો જ્યાં સુધી તે ચઢી ન જાય.
2 દ્રાક્ષ ખજૂરનું ડ્રિન્ક
- દ્રાક્ષ 10
- ખજૂર 5
બનાવવાની રીત
- ખજૂર અને દ્રાક્ષ અને આખી રાત પાણીમાં પલાળો.
- ત્યારબાદ બધું જ નીચોવીને સવારે તે પાણીનું સેવન કરો.
3 એબીસી ડ્રિન્ક
- આમળા એક કપ
- બીટ અડધો કપ
- ગાજર અડધો કપ
- પાણી એક કપ
બનાવવાની રીત
- દરેક વસ્તુને બ્લેન્ડર માં પીસીને તેનું સેવન કરો
- શરીરમાં હિમોગ્લોબીનની યોગ્ય માત્રા
- વયસ્ક પુરુષ : 14 થી 18 gm/dl
- વયસ્ક મહિલાઓ : 12 થી 16 gm/dl
ઘણી વખત લોહીની તપાસમાં હિમોગ્લોબીનની ઉણપ ની માહિતી મળે છે, અને ત્યારબાદ ડોક્ટર અમુક વાર ખાણીપીણીની યોગ્ય રીત જણાવે છે.તેથી લોહીમાં હિમોગ્લોબિન દૂર કરી શકાય, અહીં અમે એક્સપર્ટએ જણાવેલી 3 રેસીપી વિશે જણાવ્યું છે.જેમાં તમે કોઇ એક અથવા તો ત્રણેયને અલગ અલગ સમય ઉપર લઈ શકો છો. તે તમારા લોહીમાં હિમોગ્લોબીન ની માત્રાને તિવ્રતાથી વધારશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team