સીડ સાયકલિંગ નેચરલ ટ્રીટમેન્ટ નો એક ભાગ છે અને તેનાથી શરીર સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓને ઓછી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જે લોકોને થાઇરોડ તથા હોર્મોન્સ અસંતુલનથી જોડાયેલી સમસ્યાઓ ઊભી થાય છે તેમને માટે આ ખૂબ જ ફાયદાકારક છે.
તેમાં અલગ-અલગ પ્રકારના બીજો ને વારંવાર ખાવાના હોય છે. અને આ ચક્ર શરીરની અંદરના દરેક ચક્રને ઠીક કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. મહિલાઓ માટે તો આ રીત હંમેશાથી ખૂબ જ કારગર સાબિત થઇ છે અને તે સિવાય પુરુષો અને વાળથી જોડાયેલી સમસ્યાઓ થી ઝઝૂમી રહેલા લોકો માટે પણ સીડ સાયક્લિંગ ખૂબ જ ફાયદાકારક છે. જાણો કેવી રીતે.
સીડ સાયકલિંગના ફાયદા
1 મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
સીડ સાયકલિંગ મેન્સ્ટ્રુઅલ સાયકલ યોગ્ય રાખવા માટે ખૂબ જ મદદ કરે છે. અને તે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનને સમન્વય કરીને હોર્મોન્સનું સંતુલન બનાવવા માટે મદદ કરે છે. તેમાં કોળાના બીજ, ચિયા બીજ નો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી,
- પીસીઓએસ
- પીએમએસ
- અનિયમિત પીરિયડ્સ
- પીરિયડ્સમાં અસહ્ય દુખાવો અને ખેંચાણ ટાળવામાં મદદ કરે છે.
2 હોર્મોન્સ અસંતુલન અને મૂડ સ્વિંગમાં મદદરૂપ.
પુરુષ હોય કે મહિલા હોર્મોન્સ અસંતુલન આજકાલ દરેકને પરેશાન કરે છે. એવામાં સીડ સાયકલિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખરેખર સીડ સાયકલિંગ શરીરમાં એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન ને સમન્વયીત કરવા માટે મદદ કરે છે. તેનાથી શરીરની અંદર મૂડ સ્વિંગ્સ કંટ્રોલમાં રહે છે. અને ડિપ્રેશન તથા અવસાદ જેવી તકલીફો ઓછી કરવા માટે મદદ કરે છે.
3 શરીરમાં પ્રોટીનની ઉણપને દૂર કરે છે
આ બીજમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે, અને તે શરીરમાં પ્રોટીનની ઉણપને દૂર કરે છે. ખરેખર શાકાહારી લોકો માટે પ્રોટીનથી ભરપુર ફૂડ્સ ખૂબ જ ઓછા છે એવામાં આ બીજ શરીરમાં પ્રોટીનની ઉણપને દૂર કરે છે. તેની સાથે સાથે જ હાડકાં મજબૂત બનાવે છે અને શરીરમાં એનર્જી આપવાની સાથે પ્રોટીનની ઉણપ ઓછી થવાના કારણે થતા નુકસાન જેમ કે સ્નાયુઓ કમજોર થતાં બચાવે છે.
4 વજન ઓછું કરવા માટે મદદરૂપ
વજન ઓછું કરવા માટે સીડ સાઇકલિંગ તમારી મદદ કરી શકે છે. ખરેખર તે ભૂખ કંટ્રોલ કરવામાં તમારી મદદ કરે છે તથા શરીરમાં ફાઈબરની ઉણપને પણ દૂર કરવાનું કામ કરે છે. ફાઇબર મેટાબોલીક રેટ ને કરે છે અને પ્રોટીન ભૂખ લાગવાની પ્રક્રિયા અને યોગ્ય કરે છે. આ રીતે ફાઇબર અને પ્રોટીન બંને મળીને વજન ઓછું કરવામાં તમારી મદદ કરી શકે છે.
5 વાળને મજબૂત બનાવે છે
આપણા વાળ પ્રોટીનની ઊણપને કારણે ખરવા લાગે છે અને ખૂબ જ કમજોર બની જાય છે. એવામાં સીડ સાયકલિંગ વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે, તેની સાથે જ વાળને અંદરથી પોષણ આપવાનું કામ કરે છે. તદુપરાંત વાળને કમજોર થતા અને બેમુખી વાળથી પણ બચાવે છે.
સીડ સાયકલિંગ કઈ રીતે કરવું
સીડ સાયકલિંગ કરવાની રીત ખૂબ જ આસાન છે, સૌથી પહેલા એક અઠવાડિયા માટે કોળાના બીજ અને અળસીનું સેવન કરો. તમે તેને અંકુરિત કરીને અથવા તો પાઉડર બનાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો. એક અઠવાડિયા પછી તલ અને સૂરજમુખીના બીજનું સેવન કરો. આ રીતે આ બીજનું વારાફરતી સેવન કરો. તમે તેને દાળ, સ્મુધી અથવા તો ડ્રિંકમાં પણ સામેલ કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team