જાણો ગર્ભાવસ્થા દરમિયાન પેટ ચુસ્ત થવાના કારણો તેમજ તેના કેટલાક ઉપાયો વિશે

ગર્ભાવસ્થા દરેક મહિલાના જીવનનો સૌથી સુંદર સમય હોય છે. આ દરમિયાન તેમને ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. તેમાં પેટનું ટાઈટ નેસ અને કડક થવું પણ શામેલ છે. ગર્ભાવસ્થા દરમિયાન પેટમાં તણાવનો અનુભવ થવો એ એક દર્દનાક સ્થિતિ થઇ શકે છે. કેટલાક કિસ્સામાં પેટમાં દુખાવો તેમજ કડક નો અનુભવ થવો તે સામાન્ય હોય છે, પરંતુ ઘણીવાર તે મિસકેરેજ કે પ્રિમેચ્યોર લેબર નો સંકેત પણ હોય શકે છે. તેથી આ સ્થિતિને નજર અંદાજ કરવાની ભૂલ કરવી જોઈએ નહીં.

આ લેખમાં તમે ગર્ભાવસ્થા દરમિયાન પેટ ચુસ્ત થવાના કેટલાક મુખ્ય કારણો અને ઉપચાર વિશે જાણીશું –

•ગર્ભાવસ્થા દરમિયાન પેટ ચુસ્ત કેમ થાય છે? ગર્ભાવસ્થા દરમિયાન જેમ ગર્ભાશય વધે છે તેમ પેટ કડક થવા લાગે છે. આ સમસ્યા સામાન્ય હોઈ શકે છે, પરંતુ ગર્ભાવસ્થાની શરૂઆતના અઠવાડિયામાં પેટનું ચુસ્ત થવું એ ગર્ભપાતનો સંકેત હોઈ શકે છે. તેમજ ત્રીજા ત્રિમાસિક મા પેટ ચુસ્ત થવાનું કારણ લેબર પેઇન હોઈ શકે છે. ગર્ભાવસ્થાના દરેક ત્રીમાસિકમા પેટ ચુસ્ત થવાનું કારણ જુદું જુદું હોય છે. તેના વિશે આગળ લેખમાં તમે વિસ્તારથી જાણશો.

•પ્રથમ ત્રિમાસિકમાં પેટ ચુસ્ત થવાનું કારણ – પ્રથમ ત્રિમાસિકમા ભ્રૂણ ધીમે ધીમે વિક્સીત થઈ રહ્યું હોય છે. પરંતુ આ દરમિયાન દુખાવા સાથે પેટનું ચુસ્ત થવું એ મીસકેરેજ નું સૌથી મોટું સંકેત હોઈ શકે છે. તેના કેટલાક બીજા કારણો પણ હોઈ શકે છે જે નીચે જણાવેલા છે –

•ગર્ભપાત – ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક મા જ્યારે ભ્રૂણ વિકસિત થાય છે ત્યારે ગર્ભાશય ફેલાઇ છે અને વધે છે. આ દરમિયાન પેટ ચુસ્ત અનુભવાય છે. તેમજ જો દુખાવા સાથે પેટ ચુસ્ત અનુભવાય તો તે ગર્ભપાતનો સંકેત હોય શકે છે. એવું સામાન્ય રીતે ગર્ભાવસ્થાના બારમા અઠવાડિયા પહેલા અનુભવાય છે. આ દરમિયાન ગર્ભપાતના લક્ષણો દેખાય પણ શકે છે અને નહીં પણ. ગર્ભપાતના લક્ષણો કેટલાક આ પ્રકારે હોઈ શકે છે

  • પેટનું ચુસ્ત થવું
  • પીઠના નીચેના ભાગમાં દુખાવો કે ખેંચાણ થવું
  • સ્પોટિંગ કે બ્લિડિંગ
  • યોનિમાંથી પ્રવાહી પદાર્થનું નીકળવું

ગર્ભપાત કયા કારણોસર થાય છે તે સ્પષ્ટ પણે કહેવું મુશ્કેલ છે, પરંતુ તે નીચેના કારણો ચોક્કસ હોઈ શકે છે

  • ભ્રુણ સાથે આનુવંશિક સમસ્યાઓ
  • ડાયાબિટીસ
  • સંક્રમણ
  • થાઇરોઇડ રોગ
  • ગર્ભાશય ગ્રીવાની સમસ્યા

•ગેસ કે કબજિયાત – ગર્ભાવસ્થા દરમિયાન ગેસ બનવો એ એક સામાન્ય સમસ્યા છે. તે પેટમાં ખેંચાણ અને દુખાવો ઉત્પન્ન કરી શકે છે. આ ઉપરાંત શરૂઆતમાં ગર્ભાવસ્થામાં કબજિયાત પણ સામાન્ય સમસ્યા છે. ગેસ અને કબજિયાત બંને ક્યારેક ક્યારેક એવો અનુભવ કરાવે છે કે પેટ કડક થઇ રહ્યું હોય. આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાએ ડરવાની જરૂર નથી.

•સ્ટ્રેચિંગ – પ્રથમ ત્રિમાસિક દરમ્યાન વધતા ભ્રૂણ સાથે ગર્ભાશયના આકારમાં પણ વૃદ્ધિ થાય છે. આવી સ્થિતિમાં અસ્થિબંધન અને પેશીમાં ખેંચાણને કારણે પેટમા ખેંચાણ તેમજ દુખાવો થઇ શકે છે.

•બીજા ત્રિમાસિકમાં પેટ ચુસ્ત થવાનું કારણ – બીજા ત્રિમાસિક મા પેટ ચુસ્ત થવાનું મુખ્ય કારણ ગર્ભાશયનો આકાર વધવું હોય છે. બીજા ત્રિમાસિકમાં પેટનું ચુસ્ત થવું કે પેટમાં દુખાવો થવો એ સમય પહેલા ડીલીવરી નો સંકેત પણ હોઇ શકે છે. ચાલો બીજા કારણો વિશે વિસ્તારમાં જાણીએ –

•રાઉન્ડ લીગામેન્ટ દુખાવો – બીજા ત્રિમાસિકમાં શરીર જેવી રીતે ગર્ભાવસ્થા અને સ્વીકાર કરે છે, પેટમાં ચુસ્તપણાનો અનુભવ થાય છે. આ દરમિયાન સખત દુખાવો પણ અનુભવાય છે. તેને રાઉન્ડ લીગામેન્ટ દુખાવો પણ કહી શકાય છે. બીજા ત્રિમાસિકમાં આ દુખાવો ખૂબ જ સામાન્ય છે. આ દરમિયાન ગર્ભવતી મહિલાના પેટ, હિપ્સ અને કમર સુધી દુખાવો થઇ શકે છે. રાઉન્ડ લિગામેન્ટ દુખાવાને સામાન્ય માનવામાં આવે છે તેથી ચિંતા ની કોઈ બાબત નથી.

•બ્રેક્સટન હિક્સ કોન્ટ્રેકશન –બીજા ત્રિમાસિકમાં બ્રેક્સટન હિક્સ કોન્ટ્રેકશનના કારણે પણ પેટ ચુસ્ત થઈ શકે છે. બ્રેક્સટન હિક્સ કોન્ટ્રેકશન એ સ્થિતિ છે જેમા પેટ પહેલા ચુસ્ત થાય છે અને પછી સામાન્ય થઈ જાય છે. ગર્ભાવસ્થાના ચોથા મહિનામાં તેનો અનુભવ થઈ શકે છે. આ દરમિયાન મહિલાઓ પેટમાં અસ્વસ્થતાનો અનુભવ કરી શકે છે. કેટલીક મહિલાઓમાં આ દુખાવો બીજાની સરખામણીમાં વધારે હોઈ શકે છે. આ દુખાવો લેબર પેઇન ની જેમ હોતો નથી. તે થોડા સમય પછી યોગ્ય થઈ જાય છે. આ કોન્ટ્રૈકશન ગર્ભાશયની ગ્રીવાના ફેલાવાને અસર કરતું નથી.

•ઇરીટેબલ ગર્ભાશય – કેટલાક કિસ્સાઓમાં ઇરીટેબલ ગર્ભાશયની સમસ્યા સામે આવે છે. આ સ્થિતિમાં પેટનું ચુસ્ત થવું, પેટમાં સંકોચન અને દર્દનો અનુભવ થાય છે. બીજા ત્રિમાસિકમાં પેટ ચુસ્ત થવાનું આ એક કારણ પણ હોઈ શકે છે. આ દરમિયાન વારંવાર પેટમાં કસાવ ઉત્પન્ન થઈ શકે છે. આ ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે, કારણકે તે પૂર્વ પ્રસવનો સંકેત હોય શકે છે.

•ડીહાઇડ્રેશન – બીજા ત્રિમાસિકમાં ડીહાઇડ્રેશનને કારણે પણ પેટ ચુસ્ત થઇ શકે છે. તેના કારણે પેટમાં દુખાવો અને ટવિચ પણ અનુભવાય છે. આ દરમિયાન લિકવિડ ડાયેટ લેવું જરૂરી હોય છે. પાણી પીધા પછી પેટની ટાઇટનેસ અને દુખાવામાં આરામ મળી શકે છે. જો બીજા ત્રિમાસિકમાં વારંવાર સંકુચન કે ચુસ્તતા અનુભવાય તો સમય પહેલા પ્રસવ કે ગર્ભપાત થઈ શકે છે. તેનાથી બચવા માટે સૌથી સારો વિકલ્પ છે કે ડોક્ટરના સંપર્કમાં રહેવું. ડોકટર ગર્ભાશયની ગ્રીવાને માપવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની સલાહ આપે છે અને જણાવી શકે છે કે આ લેબર પેઈન છે કે નહિ.

•ત્રીજા ત્રિમાસિકમાં પેટ ચુસ્ત થવાનું કારણ – ત્રીજા ત્રિમાસિક મા પેટ ચુસ્ત થવું કે પેટમાં દુખાવો થવો એ પ્રસવનો સંકેત હોય શકે છે. તેને લેબર પેઇન કહેવાય છે. આ દુખાવો સતત વધતો જાય છે. ચાલો તે કારણો વિશે જાણીએ, જેના દ્વારા પેટ ચુસ્ત હોય તેવો અનુભવ થાય છે.

•પ્રસવ પીડા – ત્રીજા ત્રિમાસિકમાં પેટનું કડક અને ચુસ્ત થવું એ પ્રસવ પીડાનો સંકેત હોય શકે છે. પ્રસવ પીડા ધીમે ધીમે શરૂ થાય છે, પછી ધીમે ધીમે વધતું જાય છે. આવી સ્થિતિમાં તરત જ ડોક્ટરને બતાવવું અથવા હોસ્પિટલ જવું.

•બ્રેક્સટન હિક્સ કોન્ટ્રેકશન – ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિકમાં પણ બ્રેક્સટન હિક્સ કોન્ટ્રેકશન થવું એ સામાન્ય બાબત છે. આ કોન્ટ્રેકશન ગર્ભાવસ્થાના છેલ્લા અઠવાડિયામાં અનુભવ થઈ શકે છે. આ અવસ્થામાં પ્રસવની જેમ જ દુખાવો ઉપડે છે, પરંતુ આ તેનાથી અલગ છે.

•પ્રેગનેન્સી માં પેટ ચુસ્ત થવાના ઉપાયો – જો કોઈ ગર્ભવતી મહિલાને પેટ ચુસ્ત થવાનો અનુભવ થાય છે તો તેમણે નીચેની બાબતો પર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ – ઘણીવાર પાણીની ઉણપને કારણે પણ પેટ ચુસ્ત થઇ જાય છે. આવી સ્થિતિમાં પોતાની જાતને હાઇડ્રેટેડ રાખવું અને પાણી પીવું.

  • એક જ સ્થિતિમાં બેસી રહેવું નહીં, પોતાની સ્થિતિમાં ફેરફાર કરતો રહેવો. તેનાથી પેટને આરામ મળશે.
  • પથારીમાંથી ઝડપથી ઉઠવું નહીં, પરંતુ ધીમે-ધીમે ઉઠો અને ઊભા થવું. જેથી માંસપેશીઓ રિલેક્સ રહે અને તેમાં કોઈપણ પ્રકારનું ખેંચાણ ન આવે.
  • પેટની ચુસ્તતા અને દુખાવો ઓછો કરવા માટે હિટ પેડનો ઉપયોગ કરી શકાય છે. હોટ શાવર લો, માંસપેશીઓને માલિશ કરો.
  • જો બ્રેક્સટન હિક્સ કોન્ટ્રેકશન છે, તો સ્થિતિ બદલી લો. જો ઉભા હોય તો બેસી જાઓ અને બેઠા હોય તો ઉભા થઈ જાવ.

જો પેટમાં દુખાવો અને કસાવ ધીમો હોય તો ઉપર જણાવેલ ઉપાયોથી સરખું કરી શકાય છે. પરંતુ લાંબા સમય સુધી આ સ્થિતિ રહે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો કારણ કે કેટલાક કિસ્સાઓમાં પેટનો ચુસ્ત એ ગર્ભપાત કે પછી પૂર્વ પ્રસવનો સંકેત હોઈ શકે છે. આ ઉપરાંત એક કલાકમાં ચાર થી વધારે વખત સંકોચન થાય છે તો પણ ડોક્ટરનો સંપર્ક કરવો.

•સારાંશ – ગર્ભાવસ્થા દરમિયાન પેટમાં ચુસ્તતા, કસાવ કે દુખાવો એ ઘણા કિસ્સાઓમાં સામાન્ય હોય શકે છે. પરંતુ કેટલાક કિસ્સાઓ મા તે ગર્ભપાત કે પ્રસવ નો સંકેત પણ હોઇ શકે છે. જો પહેલી ગર્ભાવસ્થા હોય અને ત્રણથી પાંચ મિનિટમાં પેટ ટાઈટ થઈ જાય છે અને 45 થી 60 સેકન્ડ સુધી રહે છે તો ડોક્ટરને બોલાવવા. આ ઉપરાંત જો યોનિમાંથી સ્ત્રાવ થઇ રહ્યો હોય તો આ સ્થિતિ ગંભીર હોય શકે છે. આવી સ્થિતિમાં વિલંબ વગર ડોક્ટરનો સંપર્ક કરવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment