વધારે વજન વધવાથી શરીરને થતા નુકશાન અને બીમારીઓ

સ્વસ્થ ખાણીપીણી, કામનો બોજ, તણાવ અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે લોકો વધતા વજનનો શિકાર બને છે. શરીર પર વધારે ચરબીનું સ્તર બીએમાઈના માધ્યમે માપવામાં આવે છે, જો આ ચરબી 30 ટકાથી વધારે હોય તો તેને મેદસ્વિતા કેહવામાં આવે છે. જોકે મેદસ્વિતા ફક્ત તમારી પર્સનાલિટીને અસર નથી કરતી પરંતુ ઘણા પ્રકારના ગંભીર અને જીવલેણ બીમારીઓનું કારણ પણ બને છે. આજે અમે આ લેખમાં વધતા વજનના કારણે થનારા નુકશાન અને બીમારીઓ વિશે ચર્ચા કરીશું.

વજન વધવાને કારણે થતા નુકશાન અને બીમારીઓ :

• શ્વાસ લેવામાં તકલીફ : વધારે મેદસ્વિતાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. શરીર પર જામેલ વધારે ચરબી ફેફસાને સંપૂર્ણ રીતે ફેલતા અટકાવે છે, જેના કારણે માંસપેશીઓ યોગ્ય રીતે તેનું કામ કરી શકતી નથી અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. વધારે મેદસ્વિતાનેને કારણે ફક્ત શ્વાસ લેવામાં જ તકલીફ થતી નથી પરંતું રોજિંદા કર્યો કરવામાં પણ શ્વાસ ફૂલવા લાગે છે. વધતા વજનને કારણે અસ્થમા અને ક્રોનિક અવરોધક પલ્મોનરી ડીઝીઝ ( સીઓપીડી ) ના લક્ષણ પણ ગંભીર થવા લાગે છે.

• ફૈટી લીવર : મેદસ્વિતાને કારણે થતી સમસ્યાઓમાં ફૈટી લીવર પણ એક છે. જ્યારે લીવર પર વધારે ચરબી જમા થાય છે તો તે સ્થિતિને ફૈટી લીવર કેહવામાં આવે છે. ફૈટી લીવર ફક્ત સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરતું નથી પરંતુ તેના કારણે લીવર સિરોસીસ અને કેન્સરનું જોખમ પણ વધે છે. નિષ્ણાત પણ કહે છે કે મેદસ્વિતા ગ્રસ્ત લોકોને ફૈટી લીવર થવાની વધારે સંભાવના રહે છે.

• પીઠમાં દુખાવો : મેદસ્વિતાથી પીડાતા મોટાભાગના લોકો પીઠમાં ગંભીર દુખાવાની સમસ્યાથી પીડાઈ છે. વધારે ચરબીના કારણે કમર પર વધારે દબાવ પડે છે, જેના કારણે પીઠમાં દુખાવાની સમસ્યા થાય છે.

• ઑસ્ટીયોઅર્થરાઈટિસ : જે લોકો મેદસ્વિતાના શિકાર થાય છે, તેમાં ઑસ્ટીયોઅર્થરાઈટિસ એટલે ગાંઠની બીમારી થવાનુ જોખમ પણ વધે છે. શરીર પર જામેલ વધારે ચરબી સાંધા અને હાડકાઓની રક્ષા કરતા કોમલાસ્થી પર વધારે દબાણ નાખે છે, જેનાથી સાંધાના દુખાવાની સમસ્યા થઈ શકે છે.

• ટાઇપ 2 ડાયાબિટીસ : વધારે વજનને કારણે ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધે છે. એક સંશોધન મેદસ્વિતા થી પીડાતા 10 માંથી લગભગ 8 લોકો ટાઇપ 2 ડાયાબિટીસના શિકાર થાય છે, આવી સ્થિતિમાં વજન ઓછું કરવાથી ટાઇપ 2 ડાયાબિટીસના લક્ષણોને ઓછા કરવામાં મદદ મળી શકે છે.

• હાઈ બ્લડ પ્રેશર : મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. કારણકે વધતા વજનને કારણે હદય લોહીને ઝડપથી પંપ કરે છે, જેના કારણે ધમનીઓ પર લોહીનું દબાણ વધે છે અને તે હાઈ બીપીનું કારણ બને છે.

•હદય સાથે જોડાયેલ બીમારીઓ : વધારે ચરબી હદય, ફેફસા અને શરીરના અન્ય અંગો પર જોર કરે છે, જેના કારણે હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની સંભાવના વધે છે.

મેદસ્વિતાને કારણે ફક્ત આ બીમારીઓ જ નહિ પરંતુ સાંધાના દુખાવા, ઊંઘ ન આવવાની સમસ્યા અને ગર્ભધારણ દરમિયાન થતી સમસ્યા પણ થઈ શકે છે. મેદસ્વિતાથી છુટકારો મેળવવા અને સ્વસ્થ રેહવા માટે નિયમિત કસરત કરવી જોઈએ, સાથેજ હેલ્ધી ડાયેટનું સેવન કરવું જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment