પિરિયડ મહિલાઓમાં થતી સામાન્ય તેમજ પ્રાકૃતિક પ્રક્રિયા છે. સામાન્ય રીતે 12 વર્ષની ઉંમરે પીરીયડ ની શરૂઆત થાય છે, જે લગભગ 50 વર્ષની ઉંમર સુધી એટલે કે મોનોપોઝ આવે ત્યાં સુધી રહે છે. સામાન્ય રીતે માસિક ધર્મચક્ર 28 થી 35 દિવસનું હોય છે, પરંતુ મહિલાના ગર્ભવતી થવાથી લઈને બાળકના જન્મ થવા સુધી પિરિયડ નથી આવતા. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો પિરિયડ વગર પ્રેગનેન્સી શક્ય જ નથી. કારણકે પ્રેગ્નન્સી માટે ઓવેલ્યુએશન જરૂરી છે અને ઓવેલ્યુશન માટે પિરિયડનું આવવું જરૂરી છે.
આજે આ લેખમાં પીરીયડ અને પ્રેગનેન્સી વચ્ચેના સંબંધ વિશે આપણે જાણીશું.
•શું પીરીયડ વગર ગર્ભાવસ્થા શક્ય છે??
નહી, પિરિયડ આ વાતનો સંકેત છે કે મહિલાની પ્રજનનક્ષમતા યોગ્ય છે. પિરિયડ વગર કોઈપણ મહિલા ગર્ભવતી થઈ શકતી નથી. મુખ્ય રૂપે માસિક ધર્મને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.
1.પહેલો ભાગ – આ માસિક ધર્મના શરૂઆતના 12 થી 14 દિવસ હોય છે. આ દરમિયાન બીજનો વિકાસ થાય છે.
2.બીજો ભાગ – આ માસિક ધર્મના લગભગ 14મા દિવસથી શરૂઆત થાય છે. આ દરમિયાન બીજ અંડાશય માથી નીકળે છે. આ પ્રક્રિયાને ઓવેલ્યુશન કહેવાય છે.
3.ત્રીજો ભાગ – આ માસિક ધર્મના લગભગ 15માથી 25મા દિવસની વચ્ચે હોય છે. ઓવેલ્યુશન પછી પ્રોજેસ્ટેરોન હોર્મોન ગર્ભાશયની લાઇનને બીજને ફળદ્રુપ કરવા માટે તૈયાર કરે છે. ગર્ભાશયની લાઈનિંગને એન્ડોમેટ્રીયમ કહેવાય છે. આ પ્રક્રિયા દરમિયાન એન્ડોમેટ્રીયમ નો વિકાસ થાય છે અને તેનો આકાર મોટો થતો જાય છે, જેથી તે ભ્રૂણ માટે તૈયાર થઈ શકે.
•માસિક ધર્મ અને ગર્ભાવસ્થા વચ્ચે સંબંધ – જો ઓવેલ્યુશન પછી વીર્ય દ્વારા બીજ ફળદ્રુપ થઈ જાય છે તો મહિલા ગર્ભવતી થાય છે. ફિમેલ રીપ્રોડક્શન સિસ્ટમમાં વીર્ય લગભગ પાંચ દિવસ સુધી જીવિત રહી શકે છે. જો મહિલા ગર્ભવતી થઈ જાય છે તો ભ્રૂણ 7 થી 10 દિવસમાં ગર્ભાશયની સપાટી પર સ્થાપિત થઈ જાય છે. તેના પોષણ અને વિકાસ માટે મહિલાના શરીરમાં ઘણા ફેરફાર થવા લાગે છે.
તેવી જ રીતે જો મહિલા ગર્ભવતી ન થાય તો શરીરમાં પ્રોજેસ્ટેરોન હોર્મોનનું સ્તર પડવાનું શરૂ થાય છે. તેના કારણે ગર્ભાશયની સપાટી તૂટવા લાગે છે. આ પ્રક્રિયાને પિરિયડ કહેવાય છે. સપાટી નીકળ્યા પછી જ બીજો માસિક ધર્મ ચક્ર શરૂ થાય છે. પિરિયડ ન થવાનું સંકેત છે કે ઓવેલ્યુશન થઈ રહ્યું નથી.
જો ઓવેલ્યુએશન થાય છે અને મહિલા ગર્ભવતી ન થાય તો બીજો પિરિયડ આવવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. તેમજ જો કેટલાય મહિના થી પીરીયડ નથી આવ્યો, કે અનિયમિત છે, કે મહિલા ગર્ભવતી નથી થઈ રહી તો ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ.
•સારાંશ – સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જે મહિલાને નોર્મલ રીતે પિરિયડ નથી આવતા તો તે મહિલા માં બની શકતી નથી, પરંતુ એવું હોતું નથી. પિરિયડ અનિયમિત હોવા પર પણ ડોક્ટરની સલાહ દ્વારા ઓવેલ્યુશનનો યોગ્ય સમય જાણીને મહિલા માતા બની શકે છે. સાથે સાથે આ બાબત જાણવી પણ જરૂરી છે કે પિરિયડ વગર કોઈપણ મહિલાનું માતા બનવું શક્ય નથી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team