સુખી અને શાંતિ વાળુ જીવન જીવવા માટે ઘરમાં પંચતત્વનું સંતુલિત હોવું ખૂબ જ જરૂરી છે. ઘરની પ્રત્યેક વસ્તુ કોઈને કોઈ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. જો ઘર વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યવસ્થિત હોય તો તેના માટે સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં રહેનાર દરેક સભ્ય નિરોગી સુખી અને ધનવાન બને છે, વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુદોષને દૂર કરવા અથવા તો ઓછું કરવા માટે ઘરની આંતરિક ગોઠવણ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બનાવવા માટે અમુક વાસ્તુશાસ્ત્રના નિયમો ને અપનાવવા જોઈએ.
ઘરમાં પૂજા કઈ દિશામાં થાય છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યું છે, અને જો તે યોગ્ય જગ્યા ઉપર ન હોય તો પૂજા ઘરની દિશામાં અન્ય કોઈ ભારે સામાન મુકેલો છે તો તેનાથી ઘણી બધી નકારાત્મક અસર ઘરમાં પડે છે. અને મનની શાંતિ તથા ઘરની ચારે બાજુના વિકાસ માટે પૂજા ઘર નું સ્થાન ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં હોવું જોઈએ. કારણ કે તે દેવતાઓનું સ્થાન હોય છે. અને એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે પૂજા કરની ઉપર અથવા તો નીચે ટોયલેટ, રસોઈઘર કે દાદરા ન હોય.
વાસ્તુશાસ્ત્રમાં દિશાનું મહત્વ
- દરેક વસ્તુ બરાબર હોવા છતાં પણ જો તમને એવું લાગે છે કે અમારા હાથમાં ધન રહેતું નથી તો તમારે તમારા ઘરના દક્ષિણ-પૂર્વ દિશામાં આ ક્ષેત્રમાંથી ભૂરો રંગ હટાવવા ની જરૂર છે. આ દિશામાં સામાન્ય નારંગી અથવા તો ગુલાબી રંગનો પ્રયોગ કરો.
- ઘરની અંદર બાઝી ગયેલા જાળા, ધૂળ ગંદકી ને થોડા થોડા સમયે દૂર કરો,તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવશે નહીં.
- ઘરમાં રહેલા કયારા કે કુંડા માં મુકેલા ફુલ છોડને નિયમિત રૂપે પાણી આપવું જોઈએ, જો કોઈ છોડ સુકાઈ જાય તો તેને તૈયારીમાં જ ત્યાંથી દૂર કરો.
- દક્ષિણ-પશ્ચિમ દિશામાં ઓવરહેડ પાણીની ટાંકીની વ્યવસ્થા કરવી લાભકારક હોઈ શકે છે.
- દરવાજાને ખોલવા તથા બંધ કરતી વખતે સાવધાની થી બંધ કરો, જેથી તેમાંથી કર્કશ અવાજ ન નીકળે.
- જો તમારા ઘરમાં પૂજાઘર બનાવેલું છે તો શુભ ફળની પ્રાપ્તિ માટે તેમાં નિયમિત રૂપથી પૂજા થવી જોઈએ. અને દક્ષિણ-પશ્ચિમ દિશામાં બનાવેલા રૂમનો ઉપયોગ પૂજા અર્ચના કરવા માટે કરવો જોઈએ નહીં.
- ગેસના સ્ટવને રસોડાના પ્લેટફોર્મના અગ્નિ ખૂણામાં બંને બાજુથી થોડાક ઇંચ છોડીને રાખવું એ વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે.
- સુવાના રૂમમાં ડ્રેસીંગ ટેબલ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં મૂકવો જોઈએ, અને સૂતી વખતે અરીસાને ઢાંકવો જોઈએ.
- કોઈપણ વ્યક્તિએ કોઈ પણ પરિસ્થિતિમાં દક્ષિણ દિશાની તરફ પગ રાખીને સૂવું જોઈએ નહીં. આમ કરવાથી ગભરાહટ, બેચેની અને ઊંઘમાં ઉણપ આવી શકે છે.
- સુવાના રૂમમાં મુખ્ય દ્વારની તરફ કરીને સૂવું જોઈએ નહીં. પૂર્વ દિશામાં માથું અને પશ્ચિમ દિશામાં પગ કરીને સુઈ જવાથી અધ્યાત્મિક ભાવનાઓમાં વૃદ્ધિ થાય છે.
- રૂમમાં અથવા ઘરમાં કાંટાદાર છોડ અથવા કાંટાદાર ગુલદસ્તાનો ઉપયોગ કરવો જોઈએ નહીં, તેનાથી દૂર રહેવું જોઈએ.
- ઘરમાં હલકી વસ્તુઓ ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશામાં મુકવી શુભ માનવામાં આવે છે.
- ઘરમાં અગ્નિથી સંબંધિત ઉપકરણો જ્યાં સુધી સંભવ હોય દક્ષિણ-પૂર્વ દિશામાં મૂકવો જોઈએ. ઘરમાં લગાવેલા વિદ્યુત ઉપકરણોનું ઉચિત ઢંગથી ધ્યાન રાખવું જોઈએ તેમાંથી કોઈપણ પ્રકારનો અવાજ નીકળવો જોઈએ નહીં.
- સારા અને મધુર સંબંધો માટે મહેમાનોનું સ્થાન ઉત્તર અથવા પશ્ચિમ દિશા તરફ બનાવવું જોઈએ.
- સારું આરોગ્ય મેળવવા માટે દવાઓને ઉત્તર-પૂર્વ દિશામાં મૂકવી જોઈએ તેનાથી ખૂબ જ જલ્દી અસર થાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team