હવે આને લાઇફસ્ટાઇલની સમસ્યા માનો કે બીજુ, એક વાર પેટ બહાર આવે છે, તો તેને ઓછું કરવામાં હાલત ખરાબ થઈ જાય છે. ખાસકરીને, જ્યારે કોઈ મહિલા પેટ નીકળી આવે, તો તે ઘણા પ્રયત્નો કરવા છતાં પેટને અંદર કરવામાં સફળ થઈ શકતી નથી. જિમમાં જવું અને ખોરાકમાં ફેરફાર કરવા બધા કરી શકતા નથી. આવી સ્થિતિમાં ઓછી કેલેરી વાળા ફૂડનું સેવન અને શુગર વાળા પીણાને અલવિદા કહી અને કાર્ડિયો અને રેજિસ્ટ્રેશ ટ્રેનીંગ જેવા ઉપાયના માધ્યમે મહિલાઓ તેના પેટની ચરબી ઓછી કરી શકે છે.
મહિલાઓને પેટ ઘટાડવાની ટિપ્સ : મહિલાઓને પેટની ચરબી ઓછી કરવા માટે બમણી મહેનત કરવી પડે છે, કારણ કે તેમના માટે તેના વ્યસ્ત શિડ્યુલ માંથી સમય કાઢવો મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં પોતાની દિનચર્યામાં થોડા નાના-નાના ફેરફાર કરીને મહિલાઓ પોતાના પેટની ચરબી ઓછી કરી શકે છે. મહિલાઓની પેટની ચરબી ઓછી કરવાના ઉપાય તરીકે પ્રોટીનવાળા ફૂડનું સેવન, સુગર વાળા પીણા ટાળવા, આલ્કોહોલનુ સેવન સીમિત માત્રામાં કરવું, કાર્ડિયો તેમજ રેજિસ્ટેન્સ ટ્રેનિંગ કરવી જોઈએ. ચાલો, મહિલાઓનું પેટ ઓછું કરવાના ઉપાયો વિશે વિસ્તારમાં જાણીએ.
•લો કેલેરી વાળા ફૂડનું સેવન : પેટ ઓછું કરવા માટે સૌથી સારી રીત લો કેલેરી વાળા ફૂડનું સેવન કરવું છે. શરીર જેટલી કેલેરી બર્ન કરે છે, તેનાથી ઓછી કેલેરીનું સેવન કરી પેટને ઓછું કરવામાં મદદ મળે છે. તેની સાથેજ લો કેલેરી વાળા ફૂડ હાઈ કેલેરી વાળા ફૂડની સરખામણીમાં વધારે પૌષ્ટિક પણ હોય છે. લો કેલેરી વાળા ફૂડમાં ફળ, શાકભાજી, દાળ તેમજ આખા અનાજ નો સમાવેશ છે.
•શુગર વાળા પીણાથી દૂર રહો : શુગર વાળા પીણાનું સેવન વજન વધારવા અને ખાસકરીને પેટમાં ચરબી ભેગી થવાનું મુખ્ય કારણ હોય છે. તે આંતરડામાં ચરબીના સ્તરને વધારી શકે છે. તેથી, જેટલું બની શકે ઠંડા પીણા અને સોડા વગેરેના સેવન કરવાથી બચવું જોઈએ. સાથેજ ઓછી ખાંડ વાળી ચા અને કોફી પીવી જોઈએ. સારું એ રહેશે કે તેના બદલે છાશ, લસ્સી અને ફળોના જ્યૂસનું સેવન કરો.
•ફળ અને શાકભાજીનું સેવન : ફળ અને શાકભાજીમાં કૉમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય છે, જેના કારણે તેમાં ઓછી કેલેરી હોય છે. તેનું સેવન કરવાથી ફાઈબર પણ મળે છે. સંશોધન મુજબ ફાઈબર ટાઇપ 2 ડાયાબિટસના જોખમને ઓછું કરી શકે છે, જે આંતરડામાં ચરબીને ભેગી થવી અને મોટાપણા સાથે જોડાયેલ છે.
•પ્રોટીન ડાયટનું સેવન : નટ્સ, દાળ અને લીન મિટના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું હોય એવો અનુભવ થાય છે. તેનાથી વારંવાર ખાવાની ઈચ્છા પણ ઓછી થાય છે. તે પ્રોટીન મેટાબોલિક રેટને પણ વધારે છે, જેનાથી પેટને ઓછું કરવામાં મદદ મળે છે. સંશોધનકર્તા પણ કહે છે કે વધારે પ્રોટીન વાળા ફૂડનું સેવન કરવાથી લોકોના પેટ ઓછું બહાર નીકળે છે. મીટ, માછલી, ઈંડા, ડેરી અને બીન્સમાં પ્રોટીન વધારે માત્રામાં હોય છે.
•હેલ્ધી ફેટનું સેવન : સૈચ્યુરેટેડ ફૈટ અને ટ્રાંસ ફેટ હદયના સ્વાસ્થ્ય માટે સારું નથી, તેના સેવનથી હદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધે છે. તેના સેવનથી પેટ બહાર પણ નીકળે છે. સ્વસ્થ ફેટના સેવનથી સંપુર્ણ ચરબી ઓછી થાય છે અને તેના અન્ય પણ ઘણા ફાયદાઓ છે. એવોકાડો, ચિયા સીડ્સ, ઈંડા માછલી અને નટ્સ માં હેલ્ધી ફૈટ હોય છે.
•પ્રોબાયોટિક ફૂડનું સેવન : પ્રોબાયોટીક એક પ્રકારના હેલ્ધી બેક્ટેરિયા હોય છે, જે કેટલાક ફૂડ અને સપ્લીમેન્ટમાં જોવા મળે છે. તેનાથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે અને ઈમ્યૂન સિસ્ટમને પણ સારું થાય છે. સંશોધનમાં જાણ થઈ કે પ્રોબાયોટિક વજનને સંતુલિત રાખવામાં મદદ કરે છે, જેનાથી પેટ પણ અંદર થાય છે.
•ગ્રીન ટીનું સેવન : ગ્રીન ટીમાં કૈફિન અને એપીગૈલોકૈટેચીન ગૈલેટ એટલે ઇજીસીજી હોય છે. આ બંને મેટાબોલિઝ્મને બુસ્ટ કરે છે, સંશોધન મુજબ તેની મદદથી પેટ ઓછું થવામાં મદદ મળે છે, ગ્રીન ટીની સાથે કસરતનું કોમ્બિનેશન હોય, તો તેની અસર વધી જાય છે.
•કાર્ડિયો એક્સરસાઇઝ : કાર્ડિયો એક્સરસાઇઝથી હદય પમ્પ થાય છે. તેનાથી કેલરી બર્ન થાય છે અને પેટ પણ ઓછું થાય છે. દોડવું, ચાલવું, સાયકલિંગ અને સ્વિમિંગને સારી કાર્ડિયો એક્સરસાઇઝ માનવામાં આવે છે.
•હાઈ ઇન્ટેસિટી ઇન્ટરવલ ટ્રેનીંગ : હાઈ ઇન્ટેસિટી ઇન્ટરવલ ટ્રેનીંગથી ઓછા સમયમાં વધારે કેલેરી બર્ન થઈ શકે છે, જેનાથી પેટ ઓછું થઈ શકે છે. તેને શોર્ટ ફોર્મમાં એચઆઈઆઈટી એટલે હિટ કેહવામાં આવે છે. ઉદાહરણ તરીકે હિટમાં 3 મિનિટ માટે સાઇકલ ચલાવવી અને પછી 30 સેકન્ડ માટે દોડવું સમાવેશ છે. સંશોધન પણ કહે છે હીટ કોઈ અન્ય કસરતની સરખામણીમાં મહિલાઓના પેટને ઓછું કરવામાં સૌથી અસરકારક છે.
•રેજિસ્ટેંસ ટ્રેનીંગ : તેને સ્ટ્રેંથ ટ્રેનીંગ અથવા વેટ લીફ્ટિંગ પણ કેહવામાં આવે છે, જે સ્ત્રીના પેટને ઓછું કરવા માટે સારું છે, કેમકે તે મસલ માસને બનાવે છે અને વધારે કેલેરી બર્ન કરે છે. તેનાથી કરચલીઓ અને સાંધાનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. કેમકે મજબૂત માંસપેશીઓ શરીરને સરખી રીતે સપોર્ટ કરે છે, જે હાડકા અને સાંધા પર ઓછી અસર કરે છે.
•સ્ટ્રેસ થી અંતર : સ્ટ્રેસ લેવાથી શરીર કૉટીસોલનું નિર્માણ કરે છે, જેને સ્ટ્રેસ હાર્મોન પણ કેહવામાં આવે છે, સંશોધન મુજબ કૉટીસોલનું સ્તર વધારે હોવાથી ભૂખ વધારે લાગે છે અને પેટમાં ચરબી ભેગી થવાના કારણે બને છે. જે સ્ત્રીઓનું પેટ પેહલાથી બહાર નીકળેલ હોય છે, તેનું શરીર સ્ટ્રેસના પ્રતિભાવમાં વધારે કૉટીસોલનું નિર્માણ કરે છે. તેનાથી પેટ વધારે બહાર નીકળે છે. સ્ટ્રેસને ઓછું કરવામાં યોગ અથવા મેડિટેશન મદદરૂપ થઈ શકે છે.
•પૂરતી ઉંઘ જરૂરી : પેટને ઓછું કરવા માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. સંશોધન કરતા મુજબ જે લોકોની ઊંઘ પૂરી થતી નથી, તેનું વજન પણ ઝડપથી વધે છે. તેમાં પેટનું બહાર નીકળવું પણ સામેલ છે. સ્લીપ એપ્નિયાને પણ આંતરડામાં વધારે ફેટ સાથે જોડીને જોઈ શકાય છે. દરરોજ ઓછામાં ઓછી 7 કલાકની ઉંઘ લેવી જરૂરી છે અને સાથેજ ઊંઘ ઘાટી પણ હોય.
સલાહ : સ્ત્રીઓનું પેટ ઓછું કરવામાં ઓછી કેલેરી વાળા ફૂડનું સેવન, હાઈ પ્રોટીન ડાયટ, સ્ટ્રેસથી દૂરી, પૂરતી ઉંઘ, કાર્ડિયો કસરત જેવા ઉપાય કરવામાં મદદ મળે છે. તેમજ, કોઈપણ પ્રકારની બીમારી થવા પર પેટ ઓછું કરવાના ઉપાય અજમાવતા પેહલા ડોકટરની સલાહ લેવી જરૂરી છે. એવું એટલા માટે કારણકે કોઈપણ બીમારી થવા પર કેટલીક વસ્તુઓ અસર કરે છે તો કેટલીક આડઅસર પણ કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team