છેલ્લા બે-ત્રણ દાયકા ના ડેટા પર નજર કરવામાં આવે તો, સ્પષ્ટ રીતે જણાય છે કે, પર્યાવરણને અનેક કારણોસર ગંભીર નુકસાન પહોંચ્યું છે. રસાયણો, જંતુનાશકોના ઝડપથી વધી રહેલા ઉપયોગના કારણે માત્ર હવા જ નહીં, પરંતુ પાણી અને ખોરાક પણ દૂષિત થયા છે. આ બધી જ પર્યાવરણીય સમસ્યાઓએ આપણા સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડયું છે.
આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા એક દાયકામાં પાણી અને હવા અને પ્રદૂષણને કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આવા પ્રદૂષણની સીધી જ અસર આપણા સ્વાસ્થ્ય પર પડતી હોય છે. જેના કારણે નર્વસ ડિસઓર્ડરની સાથે કેન્સર જેવી અનેક ગંભીર બીમારીઓ થવાની શક્યતા વધી છે.
પ્રદુષણના કારણે મૃત્યુ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે –
ધ લેંસેન્ટ પ્લેનેટરી હેલ્થ માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, તમામ પ્રકારના પ્રદૂષણના કારણે વર્ષ 2019 માં નવ મિલિયનથી પણ વધુ લોકોને મૃત્યુ થયા છે. આ વિશ્વભરમાં દર છમાંથી એક મૃત્યુ ની સમકક્ષ છે. ભારતમાં પણ ચિંતાજનક છે. તેના અન્ય અહેવાલ પ્રમાણે વર્ષ 2019 માં ઝેરી હવાના કારણે 1.67 મિલિયન ભારતીયોના મૃત્યુ થયા છે. જે વર્ષે કુલ મૃત્યુ ની ટકાવારી છે.
અભ્યાસો પરથી જાણવા મળે છે કે, વાયુ પ્રદુષણ એ ગંભીર રોગના જોખમમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જે આપણાં ફેફસાં અને શ્વસનતંત્ર અને અસર પહોંચાડે છે, અને નુકસાન કરે છે, સાથે જ પાણીના પ્રદૂષણને કારણે કોલેરા, હિપેટાઇટિસ જેવા ગંભીર ગુના નોંધાયા છે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ પર ચાલો આપણે જાણીએ કે પ્રદૂષણની સાથે કયા રોગોનું સૌથી વધુ જોખમ રહે છે. જેના વિશે લોકો એ સાવચેત રહેવાની જરૂર છે.
પાણીના પ્રદૂષણથી ફેલાતા રોગો –
પાણી પ્રદૂષણ વર્ષોથી વૈશ્વિક સ્તરે ગંભીર ખતરો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ વિશ્વભરમાં બે અબજ થી પણ વધુ લોકો પીવાના પાણીના દૂષિત સ્ત્રોત નો ઉપયોગ કરે છે. તે વિવિધ ગંભીર રોગોનું કારણ બની શકે છે. દૂષિત પાણીથી કોલેરા, ઝાડા, મરડો, હિપેટાઇટિસ-A, ટાઈફોડ અને પોલિયો જેવા રોગોના સંક્રમણ નું જોખમ વધે છે.
વાયુ પ્રદુષણના કારણે ફેલાતા રોગો –
Who ના અંદાજ મુજબ વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે 4.2 મિલિયન લોકો અકાળે મૃત્યુ પામે છે. વાયુ પ્રદૂષણને કારણે થતા સૌથી સામાન્ય રોગોમાં હૃદયરોગ, સ્ટ્રોક, ક્રોનિક અવરોધક, પલ્મોનરી રોગ, ફેફસાનું કેન્સર અને બાળકોમાં નીચલા સ્તર ના શ્વસન ચેપ છે. વાયુ પ્રદુષણ મગજમાં રક્ત પુરવઠાને અસર કરી શકે છે. જે સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.
વૈજ્ઞાનિકોનો મત –
રિચાર્જ ફુલર પ્લેનેટરી હેલ્થના પ્રમુખ લેખક જણાવે છે કે, પ્રદુષણ એક ગંભીર નકારાત્મક અસરો નું જોખમ વધારે છે. તે સ્વાસ્થ્ય ,સામાજિક અને આર્થિક માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. પર્યાવરણથી થયેલા મોટા નુકસાનને ઘટાડીને આ જોખમને રોકવા માટે પગલા લેવા ખૂબ જ મહત્વનું છે. ભવિષ્ય માટે આ એક મોટો પડકાર બની ને ઉભો છે. પાણી, જમીનની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને વૃક્ષારોપણ કરીને પણ આને ઘટાડી શકાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team