બાળકો સાથે મુસાફરી કરવી એક ખૂબજ મોટુ કામ હોય છે. તમે યોગ્ય રીતે બાળકોને પણ સંભાળો અને તમારી ટ્રીપ પણ એન્જોય કરો, તેના માટે કેટલીક ટિપ્સ જાણી લો.
કોઈપણ માતાપિતા માટે પેહલીવાર તેમના બાળકો સાથે મુસાફરી કરવી કોઈ એડવેન્ચરથી ઓછું હોતું નથી. તમને સમજાતું નથી કે તમે તમારા બાળકોને સંભાળો કે પછી તમારી બેગને અને આ મૂંઝવણમાં તમે તમારી ટ્રીપ પણ સરખી રીતે એન્જોય કરી શકતા નથી.
આ કાર્ય વધારે મોટું અને પડકારજનક ત્યારે બની જાય છે, જ્યારે તમે એકલા હોય અને તમારા બાળકો સાથે મુસાફરી કરી રહ્યા હોય. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે બધું પ્લાનિંગ શરૂઆતથી કરીને રાખો. દરેક વસ્તુની તમારી ડાયરીમાં નોંધ કરી લો અને તમારા સૌથી સુંદર અને આકર્ષક ટ્રાવેલ પાર્ટનર સાથે ફરવા માટે તૈયાર થઈ જાઓ.
એક માતાને મુસાફરી કરતી વખતે ઘણીબધી સમસ્યાઓ થાય છે. જો તમે સરખી રીતે મેનેજ કરી લો તો તમારી ટ્રીપ સફળ લાગે છે. એક માતાને તેમના બાળકો સાથે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ ટિપ્સ દરેક માતા માટે ખૂબજ જરૂરી છે.
•સ્થળ વિશે જાણકારી મેળવી અને પછી પ્લાન બનાવો : આપણે બધા જ્યારે મુસાફરી કરીએ છીએ, ત્યારે તે એક વસ્તુ તો ચોક્કસ કરીએ છીએ કે પોતાના ગંતવ્ય વિશે જાણકારી મેળવવી. હંમેશની જેમ, તે સ્થળ, તમારો પ્રવાસ, સંસ્કૃતિ અને હવામાન વગેરે પર જાણકારી મેળવો. શું તે સ્થળની આજુબાજુ રમતગમતનું મેદાન,પાર્ક અથવા બાળકો માટે રમત ગમત એકટીવિટી વાળા સાધન છે, તે પણ જુઓ. ફક્ત પ્રસિદ્ધ ટુરિસ્ટ સ્થળ સુધી સીમિત ન રહે. આજુબાજુના લોકલ એરિયા વિશે પણ જાણો. કીડ્સ ફ્રેન્ડલી વાતાવરણનું ધ્યાન રાખો અને તેવીજ રીતે બાકી બધી વસ્તુઓનો પ્લાન કરો.
•તમારા બેગને હળવા રાખો અને સ્માર્ટલી પેકિંગ કરો : આ સલાહ ફક્ત માતાઓ માટે જ નહિ, દરેક લોકોને મુસાફરી કરતી વખતે કામ આવે છે. તમે હંમેશા લોકોને “”પેક લાઈટ પેક સ્માર્ટ”” આ સલાહ આપતા સાંભળ્યા હશે. પોતાના પેકિંગ વિશે પ્રેક્ટિકલ રહો અને તેમા પણ જ્યારે તમે બાળકો સાથે જઈ રહ્યા છો. વધારે પેક કરવું નહિ પરંતુ કપડાના એક અથવા બેથી વધુ સેટ જરૂર રાખો. એવા કપડા પસંદ કરો જે વર્સેટાઈલ હોય અને તમે તેને અલગ અલગ એક્ટીવિટી દરમિયાન પેહરી શકો. બાળકો માટે પણ વધારે કપડા ચોક્કસ રાખો અને તેને તેવી રીતે પેક કરો જેનો તમારા બેગ પર વજન લાગે નહીં. બાળકોના રમકડાં વગેરે મૂકીને પણ તેવી વસ્તુઓને રાખવી જેનાથી બેગ ભારે લાગે નહિ.
•બાળકોને અનુકૂળ રોકાણ પસંદ કરો : જો આપણે ક્યાંક બહાર ફરવા જઈ રહ્યા છીએ, તો આપણે એવા સ્થળ શોધીએ છીએ જયાંનો નજારો સારો હોય. આવવા જવામાં વધારે સમય લાગે નહિ અને આજુબાજુ સારા રેસ્ટોરન્ટ હોય. પરંતુ બાળકો સાથે તમારે 1-2 વસ્તુઓનું વધારે ધ્યાન રાખવું પડે છે. હોટલનું બુકિંગ કરતી વખતે તેના રિવ્યૂ ચોક્કસ વાંચો અથવા બની શકે તો તેના ફોટા મંગાવી લો. તપાસ કરો કે તમે જ્યાં રહેવાનું વિચારી રહ્યા છો શું તે સ્થળ બાળકો માટે અનુકૂળ છે કે કેમ તે તપાસો. કેટલાક હોટલમાં પ્લેરૂમ, બાળકોને અનુકૂળ મેનુ અને પારણું હોય છે. આ સુવિધાઓ પણ પેહલાથી તપાસ કરી લો. જો તમે એક બાળક સાથે યાત્રા કરી રહ્યા છો, તો રૂમમાં ઇલેક્ટ્રિક કેટલ જેવી નાની-નાની વસ્તુઓ તમારી પાસે હોવી જોઈએ. સાથેજ તે વધુ તમારા બજેટમાં પણ હોવું જોઈએ.
•મોટા બાળકો સાથે એક્ટીવિટી કરો : જ્યારે તમે મોટા બાળકો સાથે જાઓ તો તેને પૂછો કે કેવા પ્રકારની એક્ટીવિટી કરવી છે. તેની સાથે નાના-નાના ટ્રેક પર જાઓ. લોંગ વોકિંગ ને તમારા લિસ્ટમાં સમાવેશ કરો. તેની પેહલી ટ્રીપને એડવેન્ચર, સુરક્ષિત, આકર્ષિત અને યાદગાર બનાવવાનો પ્રયત્ન કરો. તેની સાથે આઉટડોર કેમ્પિંગનો આનંદ માણો. જો તમારા બાળક રોક કલાઈબિંગ અથવા ફોરેસ્ટ ટ્રેલ જેવી એક્ટીવિટી કરવા ઈચ્છે છે, તો સુરક્ષા સાથે તેને તે વસ્તુઓ કરવા દો અને તમે પણ તેની સાથે શામેલ થઈને આનંદ માણો. તેને નવી વસ્તુઓનો અનુભવ કરવાથી અટકાવશો નહિ અને તમે પણ ડરશો નહિ.
જ્યારે પણ તમારા બાળકોની સાથે બહાર જાઓ ત્યારે આ ટિપ્સનું ધ્યાન ચોક્કસ રાખો. બાળકોની સાથે તમે પણ બાળક બનીને તમારા ટ્રીપનો આનંદ લો. અમને આશા છે કે તમને આ ટિપ્સ પસંદ આવશે. તેને લાઈક અને શેર ચોક્કસ કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલ રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “બાળકો સાથે મુસાફરી કરતી માતાઓ માટે ટ્રાવેલ ટિપ્સ”