બ્રેસ્ટની સાઇઝ વધારવા માટે માર્કેટમાં ઘણા બધા પ્રકારના વિકલ્પ હોય છે. જેનાથી ઘણા બધા પ્રકારના નુકસાન થવાની આશંકા પણ રહેલી હોય છે અને એવામાં પ્રાકૃતિક રીતે જ બ્રેસ્ટ સાઈઝ વધારવા નો સૌથી સારો વિકલ્પ હોય છે. તેથી જ મહિલાઓ માટે બ્રેસ્ટ સાઈઝ વધારવાનો સૌથી આસાન યોગ છે. યોગની મદદથી બ્રેસ્ટની સાઇઝ વધારી શકાય છે.
આજે આ લેખમાં બ્રેસ્ટ સાઈઝ વધારવા માટેના યોગ વિશે વિસ્તારથી જાણીશું.
બ્રેસ્ટ વધારવા માટે કરો આ યોગાસન
બ્રેસ્ટની સાઇઝ વધારવા માટે ચક્રાસન, ઉસ્ટ્રાસન અને ધનુરાસન જેવા યોગાસન નો સહારો લઇ શકાય છે. અને આ યોગની મદદથી નેચરલ રીતે બ્રેસ્ટની સાઇઝ વધારી શકાય છે. આવો વિસ્તારથી જાણીએ આ યોગ વિશે.
ઉસ્ટ્રાસન
આ યોગાસન બ્રેસ્ટ વધારવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેને કેમલ પોઝ પણ કહેવામાં આવે છે. આ આસન પાછળ ઝૂકીને કરવામાં આવે છે. જેનાથી લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારું થાય છે, અને શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થવાથી બ્રેસ્ટની સાઇઝ વધારી શકાય છે.
- સૌપ્રથમ ઘૂંટણના બળે સૂઈ જાવ અને તમારા હાથ હિપ્સ ઉપર મૂકો.
- ધ્યાન રાખો કે ઘૂંટણ અને ખભા એક જ લાઈનમાં હોય અને પંજા પાછળની તરફ અને ફર્ષની સાથે ટકેલા રહે.
- હવે શ્વાસ લેતા પાછળની તરફ ઝુકો અને ડાબી હથેળી લે ડાબી એડી ઉપર અને જમણી હથેળી ને જમણી એડી ઉપર મૂકો.
- પાછળ નમતી વખતે ધ્યાન રાખો કે ગરદનને ઝટકો ન લાગે.
- હવે માથાને જેટલું સંભવ હોય તેટલુ પાછળ લઇ જવાનો પ્રયાસ કરો અને તમારી જાંઘને બિલકુલ સીધી રાખો.
- આ અવસ્થામાં શરીરનું સંપૂર્ણ વજન પગ અને હાથ ઉપર હશે.
- થોડા સમય આ અવસ્થામાં રહો અને સામાન્ય ગતિથી શ્વાસ લેતા રહો.
- અંતમાં શ્વાસ છોડતા ફરીથી પહેલા જેવી અવસ્થામાં હતા તેમાં ફરીથી પાછા આવો.
ચક્રાસન
બ્રેસ્ટ વધારવા માટે ચક્રાસન એક પ્રભાવિ યોગાસન માનવામાં આવે છે. અને આ આસન બ્રેસ્ટ એરિયાની પાસે થતા ખેંચાણને નિયંત્રિત કરે છે. અને બ્રેસ્ટના મસલ્સ અને મજબૂત બનાવીને તેના ગ્રોથમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. અને આ આસનને કરતી વખતે ઉપરની બોડી તરફ લોહીનો ફ્લો યોગ્ય રીતે જાય છે, જેનાથી દરેક અંગને મજબૂતી મળે છે એવામાં બોડી શેપમાં આવી જાય છે. આવો જાણીએ ચક્રાસન કરવાની રીત.
- સૌથી પહેલા પીઠના બળ પર સૂઇ જાવ
- ત્યારબાદ તમારા ઘૂંટણ વાળો અને એડીને હિપ્સથી ટચ કરતા પગની વચ્ચે થોડી જગ્યા રાખો.
- ત્યારબાદ તમારા હાથને તમારા માથા પાસે લઈ જાઓ અને હથેળીને જમીનની નજીક રાખો.
- ત્યારબાદ તમારા શરીરને અને હથેળીના ભારને ઉપર ઉઠાવો.
- તે દરમિયાન તમારું માથું નીચેની તરફ લટકેલું હોવું જોઈએ.
- હવે ધીમે-ધીમે શ્વાસ લો અને છોડો.
- અમુક સેકન્ડ આજ પોઝિશનમાં રહો ફરી પાછા આવી જાઓ તમારી સામાન્ય પોઝિશનમાં ફરીથી પાછા આવો.
- દિવસમાં પાંચથી છ વખત આ મુદ્રાને કરવાથી તમને ખૂબ જ લાભ મળશે.
ધનુરાસન
ધનુરાસન ના માધ્યમથી બ્રેસ્ટ વધારવામાં સહાયતા મળે છે. ધનુરાસનનો નિયમિત અભ્યાસ કરવાથી બ્રેસ્ટ તથા લોહીનો પ્રવાહ વધે છે. તેનાથી બ્રેસ્ટના મસલ્સનો વિકાસ ખૂબ જ સારો થાય છે, અને તેની સાથે સાથે આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી થાઈરોઈડ ગ્લેન્ડનો પણ મસાજ થઇ જાય છે. હવે જાણીએ ધનુરાસન કરવાની રીત.
- સૌથી પહેલા પેટના બળે સૂઈ જાવ.
- ત્યારબાદ શ્વાસ છોડતી વખતે ઘૂંટણને વાળો અને તમારા હાથથી પગની ઘૂંટીને પકડો.
- હવે શ્વાસ લેતી વખતે તમારું માથું, જાંઘ અને છાતીને ઉપરની તરફ ઉઠાવો.
- શરીરને સંપૂર્ણ રીતે ઉપરની તરફ ઉઠાવ્યા બાદ પગની વચ્ચેની જગ્યા ને ઓછી કરો.
- ત્યારબાદ ધીમે ધીમે શ્વાસ લો અને છોડો.
- ઊંડો શ્વાસ છોડતી વખતે પોતાની સામાન્ય સ્થિતિમાં પાછા આવો.
- દિવસમાં પાંચથી છ વખત આ આસનનો અભ્યાસ કરો.
ગોમુખાસન
ગોમુખાસન કાઉ ફેસ પોઝ પણ કહેવામાં આવે છે. આસનનો નિયમિત અભ્યાસ કરવાથી બ્રેસ્ટ એરિયામાં ખેંચાણ ઉત્પન્ન થાય છે, અને તેનાથી બ્રેસ્ટના મસલ્સને મજબૂતી મળે છે. તેની સાથે સાથે જ શરીરના વળાંકમાં પણ સુધારો આવે છે. તેની સાથે જ આ બ્રેસ્ટની સુગમતા વધારવા માટે પણ ખૂબ જ મદદરૂપ થાય છે. આવો જાણીએ ગોમુખાસન કરવાની પદ્ધતિ
- સૌથી પહેલા સીધા બેસો અને તમારી પીઠને પણ સીધી રાખો.
- હવે તમારા ડાબા પગને ધીમેથી વાળો અને હિપ્સની નીચેની તરફ લઈ જાઓ.
- હવે ધીમે-ધીમે તમારા જમણા પગને વાળો અને તેને ડાબા પગની ઉપરથી ક્રોસ કરો.
- ધ્યાન રાખો કે બંને ઘુંટણને એકબીજાની નજીક અને ઉપર રાખવા ખૂબ જ જરૂરી છે.
- આ આસન કરતી વખતે માથું અને પીઠ સીધા રાખો.
- હવે ડાબા હાથને વાળો અને ધીમે ધીમે તેને પીઠની પાછળ નીચેની તરફ મુકો.
- ત્યારબાદ તમારા જમણા હાથને વાળો અને તેની પીઠ ની ઉપરથી રાખો.
- જ્યાં સુધી તે ડાબા હાથ સુધી ન પહોંચી જાય.
- આ સ્થિતિમાં લગભગ પંદરથી ત્રીસ સેકંડ સુધી રહો, ત્યારબાદ તમારી સામાન્ય મુદ્રામાં પાછા આવો.
- દિવસમાં લગભગ છથી આઠ વખત આ મુદ્રાને કરવાથી બ્રેસ્ટ સાઈઝને વધારી શકાય છે.
સારાંશ
બ્રેસ્ટ વધારવા માટેના યોગાસન એક પ્રાકૃતિક અને સુરક્ષિત તથા સુવિધાજનક વિકલ્પ છે. આ લેખમાં બતાવવામાં આવેલા યોગાસનોનો નિયમિત રીતે કરવાથી બ્રેસ્ટ સાઈઝ ને વધારી શકાય છે. અને તેની સાથે જ આ યોગના નિયમિત અભ્યાસ કરવાથી બીજા પણ ઘણા બધા લાભ મળે છે. ધ્યાન રાખો કે જો તમને પીઠનો દુખાવો, ગોઠણનો દુખાવો કે પછી બીજી કોઇ સમસ્યા છે, તો આ આસન ન કરવું જોઈએ નહીં. તે હજુ જો તમે પહેલી વખત યોગનો અભ્યાસ કરવા જઈ રહ્યા છો તો એક્સપર્ટ અથવા તો ટ્રેનરની દેખરેખમાં કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team