રેસ્ટોરન્ટમાં તો તમે રાજ કચોરીનો સ્વાદ જરૂર ચાખ્યો હશે. પરંતુ તમે ઘરે પણ બનાવી શકો છો. તો ચાલો જાણીએ રાજ કચોરી બનાવવાની સરળ રીત.
સામગ્રી :
- 1/4 કપ રવો
- 1 કપ મેંદો
- 2 ચમચી બેકિંગ સોડા
- 1 કપ બાફેલા ચણા
- 1 નંગ બટાકું
- 12 થી 15 પાપડી
- દહી વડા
- 1 ચમચી લાલ મરચું પાઉડર
- સ્વાદમુજબ મીઠું
- જરૂરિયાત અનુસાર તેલ
અન્ય સામગ્રી :
- 1 કપ લીલી ચટણી
- 1 ચમચી ચાટ મસાલો
- 1 કપ કાપેલા લીલા ધાણા
- 3 ચમચી દાડમના દાણા
- 1 કપ મીઠી ચટણી
- 1 કપ દહી
- જરૂરીયાત મુજબ સેવ
- સ્વાદમુજબ મીઠું
બનાવવાની રીત :
- સૌથી પહેલા એક વાસણમાં મેંદો, બેકિંગ સોડા, રવો, તેલ અને મીઠાને સરખી રીતે મિક્સ કરો.
- પછી મેંદામાં થોડું પાણી નાખીને તેને બાંધી લો અને ત્યારબાદ ઓછામાં ઓછી 30 મિનિટ તેમજ રેહવા દો.
- હવે કડાઈમાં તેલ નાખીને તેલ ગરમ કરો.
- સાથેજ મેંદાની નાની નાની ગોળી બનાવીને તેલમાં તળી લો. તમારી કચોરી બનીને તૈયાર છે.
- હવે કચોરીમાં કાણું પાડી અને તેમાં કાબુલી ચણા નાખો. પછી તેમાં દહી વડા, પાપડી, દહી, બૂંદી, લાલ મરચું પાઉડર, લીલી ચટણી, દાડમના દાણા, ધાણા અને સેવ નાખો.
- તમારી ગરમાગરમ રાજ કચોરી બનીને તૈયાર છે. જે તમે પીરસી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “રેસ્ટોરન્ટ જેવી જ ટેસ્ટ વાળી રાજ કચોરી ઘરે બનાવો, જાણો તેની સરળ રેસીપી”