વાસ્તવમાં પેહલા આ સ્ટેશન મુંબઈ શહેરનો ભાગ હતો, પરંતુ 1961 માં તેના વિભાજન કર્યા પછી તે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર આવી ગયું અને બંને રાજ્યનો ભાગ બની ગયો.
ભારતીય રેલ્વે સાથે જોડાયેલ એવા ઘણા કિસ્સા છે, જેના વિશે તમે વિશ્વાસ કરી શક્શો નહીં. રેલ્વેની દુનિયાથી જોડાયેલ તેવો એક કિસ્સો લઈને આવ્યા છીએ. ખરેખર આજે અમે તમને જે રેલ્વે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેની અડધો ભાગ મહારાષ્ટ્ર અને અડધો ભાગ ગુજરાતમાં આવે છે. એટલે કે આ સ્ટેશન પર બંને રાજ્યનો હક છે. તે સ્ટેશનનું નામ નવાપુર સ્ટેશન છે. આ સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલ છે. જ્યારે તમે આ સ્ટેશન પર જશો ત્યારે તમને એક બેન્ચ જોવા મળશે જેના અડધા ભાગ પર મહારાષ્ટ્ર અને અડધા ભાગ પર ગુજરાત લખ્યું છે. ઘણા લોકો આ લખાણ જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે કે કેમ આ બેન્ચ પર મહારાષ્ટ્ર અને ગુજરાત લખ્યું છે. બેન્ચ પર બેસેલા લોકોમાં આ વાતની ઉત્સુકતા જોવા મળી રહે છે કે તે મહારાષ્ટ્રમાં બેઠા છે કે ગુજરાતમાં.
નવાપુર સ્ટેશનની ખાસ વાતો :
સ્ટેશનની ખાસ વાત એ છે કે તેની ટિકિટબારી મહારાષ્ટ્રમાં આવેલ છે જ્યારે સ્ટેશન માસ્ટર ગુજરાતમાં બેસે છે. તેટલું જ નહીં સ્ટેશન પર મરાઠી, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં ઘોષણા કરવામાં આવે છે, જેથી મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્ય માંથી આવતા પ્રવાસી તેને સરળતાથી સમજી શકે. તેટલું જ નહીં સ્ટેશનની ટીકીટબારી અને સ્ટેશન માસ્ટર કાર્યાલય, રેલ્વે પોલીસ સ્ટેશન અને ખાણીપીણીની દુકાનો મહારાષ્ટ્રના નંદૂરબાર જિલ્લાના નવાપુરમાં જ્યારે વેઇટિંગ રૂમ, પાણીની ટાંકી અને શૌચાલય ગુજરાતના તાપી જિલ્લાના ઉચ્ચલમાં આવેલ છે. સ્ટેશનની કુલ લંબાઈ 800 મીટર છે, જેમાંથી 300 મીટરનો ભાગ મહારાષ્ટ્રમાં જ્યારે 500 મીટરનો ભાગ ગુજરાતમાં આવે છે. સારી વાત એ છે કે સ્ટેશન પર જે ટ્રેન આવે છે તે અડધી ગુજરાત અને અડધી મહારાષ્ટ્રમાં ઉભી રહે છે.
નવાપુર સ્ટેશનની કહાની :
હવે તમે વિચારી રહ્યા હશો કે આ સ્ટેશનનું નિર્માણ આ રીતે કેમ કરવામાં આવ્યું. જ્યારે આ સ્ટેશન બન્યું હતું ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગલા પડ્યા હતા નહિ. ત્યારે આ સ્ટેશન સંયુક્ત મુંબઈ પ્રાંતમાં આવતું હતું, પરંતુ 1 મેં 1961એ મુંબઈ પ્રાંતનું વિભાજન થયું અને તે બે રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં વહેચાઈ ગયું. વહેંચાઈ ગયા પછી આ સ્ટેશન બંને રાજ્યની સીમા પર આવી ગયું અને આગળ બધું ઇતિહાસ છે. આ ઉપરાંત ભવાની મંડી સ્ટેશન પણ છે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સીમા પર આવેલ છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “જાણો એક એવા રેલવે સ્ટેશન વિશે, જ્યાં સ્ટેશન માસ્ટરનું કેબિન ગુજરાતમાં અને ટિકિટ મળે છે મહારાષ્ટ્રમાં”