અંબાણી પરિવાર ને કોણ નથી જાણતું? અંબાણી પરિવારની ભારતના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિમાં ગણના થાય છે. તે ઉપરાંત તે પોતાના દરેક વ્યક્તિને ખૂબ જ વધારે મહત્વ આપે છે. તે પોતાના જૂના મિત્રોને પણ ખૂબ જ વધારે મહત્વ આપે છે. તેમને પોતાના ગામમાં પણ પોતાનો આલિશાન બંગલો બનાવ્યો છે. આમ હવે આપણે ધીરુભાઈ અંબાણી વિશે જાણકારી પ્રાપ્ત કરવાના છીએ.
આ પરિવારને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સંપૂર્ણ દુનિયામાં લોકો જાણે છે અને દેશના સૌથી અમીર પરિવારની વાત બિલકુલ પિક્ચર જેવી છે એક નાના ગામ થી નીકળીને ધીરુભાઈ અંબાણી એક સંપૂર્ણ દુનિયા ઉપર રાજ કરવાની એક સફર કરી છે અને આ સફર વિશે તમે જાણવા માંગો છો તો લગભગ સો વર્ષ જૂનું અંબાણી પરિવાર નું પૂર્વજોનું મકાન તમારે જરૂરથી જોવું જોઈએ.
ધીરુભાઈ અંબાણીએ પોતાના પૂર્વજોના આ મકાનને હવે અંબાણીના મેમોરિયલ માં ફેરવી દીધું છે. અને અહીં અંબાણી પરિવાર થી જોડાયેલી ઘણી બધી વસ્તુઓને દર્શાવવામાં પણ આવી છે.
ગુજરાતના એક નાનકડા ચોરવાડ ગામ માં ઉપસ્થિત લગભગ સો વર્ષ જૂનું મેમોરિયલ આ એજ જગ્યા છે જ્યાં ધીરુભાઈ અંબાણી નું પોતાનું બાળપણ વ્યતીત થયું હતું. અને આ તે જ ઘર છે જ્યાં લગભગ 500 રૂપિયા લઈને ધીરુભાઈ અંબાણી ઘરની બહાર નીકળ્યા હતા અને જ્યારે તે પાછા આવ્યા ત્યારે તેઓ દુનિયાના સૌથી અમીર વેપારીઓમાં તેમનું નામ થઈ ગયું હતું.
ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન એ લગભગ 8 વર્ષ આ જ ઘરમાં પસાર કર્યા હતા અને લગ્ન પછી ધીરુભાઈ આ જ ઘરમાં કોકીલાબેનને લગ્ન કરીને લઈને આવ્યા હતા. જ્યારે ધીરુભાઈ પોતાના કામ માટે બહાર ગામ જવા માટે નીકળી ગયા હતા ત્યારે કોકીલાબેન લગભગ 8 વર્ષ સુધી આ જ ઘરમાં રહ્યા હતા અને ત્યારબાદ કોકિલાબેન અંબાણી એ પોતાના પતિની યાદમાં આ ગામના આ પૂર્વજોના મકાનને ધીરુભાઈ અંબાણી મેમોરિયલ બનાવી દીધુ.
આ ઘરમાં અંબાણી પરિવારના મુખ્ય બે ભાગ જોવા મળે છે તેમાં એક ભાગ અંબાણી પરિવારે પોતાના માટે રાખ્યો છે અને બીજો ભાગ પર્યટકો માટે ખુલ્લો મૂક્યો છે. આમા ઘરની અંદર સુવેનિયર શોપમાં અંબાણી પરિવાર સાથે જોડાયેલી યાદગાર વસ્તુઓ મળે છે અને હજુ પણ કોકિલાબેન અંબાણી અહીં અમુક સમય વિતાવવા માટે આવે છે. તથા ઘરની અંદર ખૂબ જ સુંદર ગાર્ડન પણ છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ગુજરાતના આ ગામમાં છે અંબાણી પરિવારનું આશરે સો વર્ષ જૂનું પૂર્વજોનું મકાન, જાણો શું છે પર્યટકો માટે તેમાં ખાસ?”