તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા શો મા જેઠાલાલ માટે બબીતાજી કેટલી મહત્વની છે તે બાબત તો તમે દરેક જાણો જ છો. બબીતાજી માટે તો જેઠાલાલ નો જીવ પણ હાજર છે. બબીતાજી એકવાર જો કઈ કહી દે તો પછી જેઠાલાલ તેના માટે કંઈપણ કરી શકે છે. પરંતુ આ વખતે તો જેઠાલાલ અને બબીતાજી જ સામસામે આવ્યા છે. જેઠાલાલે બબીતાજી ને ચેલેન્જ આપી અને આ જોઈને ગોકુલધામના દરેક સભ્યો અચંબામાં છે.
જેઠાલાલે શું ચેલેન્જ આપી??
તમે લોકો કંઇપણ આડા અવળું વિચારો એ પહેલા અમે તમને જણાવી દઈએ કે આખરે આ ચેલેન્જ શું છે? ખરેખર, જેઠાલાલે બબીતાજી ને ચેલેન્જ બેડમિન્ટન જીતવાની આપી. સોસાયટીમાં બબીતાજી બેડમિન્ટન રમી રહ્યા હતા તે જ સમયે ત્યાં જેઠાલાલ આવી પહોંચ્યા અને તેમણે આ મજેદાર રમત રમવાની ચેલેન્જ પણ આપી દીધી. તેના હિસાબે આજ સુધી બેડમિન્ટનની આ રમતમાં તેની સાથે કોઈ જીતી નથી શક્યું. અને જો બબીતાજી જીતી જાય તો જેઠાલાલ દરેકને ફોન ગિફ્ટ કરશે.
હવે જેઠાલાલ જીતશે કે પછી બબીતાજી તે આવતા એપિસોડ મા જાણ થઈ જ જશે પરંતુ હાલમાં પોપટલાલ બિચારા ખૂબ જ દુઃખી છે કારણકે તેનો સબંધ ફરીથી બાંધતા બાંધતા રહી ગયો.
View this post on Instagram
પોપટલાલ ના ફરી તૂટ્યા લગ્ન –
પોપટલાલ લગ્ન રૂપી ગાડી હજી ત્યાં જ ઊભી છે. જ્યાં પહેલાની જેમ આ વખતે પણ દરેકને લાગી રહ્યું હતું કે આ વખતે તો પોપટલાલ ઘોડી પર ચડીને વરરાજા બની જ જશે. છોકરીએ પણ હા પાડી દીધી હતી અને પરિવારજનોએ પણ. સગાઈ ઠવની જ હતી ત્યાં એવું કઈક બન્યું જેની કોઈને આશા જ ન હતી. જે છોકરી સાથે પોપટલાલ લગ્ન કરવા જઈ રહ્યા હતા તેણી તે છોકરાને પસંદ કરતી હતી જેની સાથે તેના પહેલા લગ્ન થયા. આમ પોપટલાલ ફરી પહેલાની જેમ કુંવારા રહી ગયા.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team