જો તમને સાડી પહેરવી પસંદ છે તો તમે ઉનાળામાં કોટનની સાડી પહેરી શકો છો. તે ઓફિસ માટે એક સારો વિકલ્પ છે. તેમાં તમે ફક્ત ખૂબજ સુંદર લાગશો નહિ પરંતુ તમને આરામદાયક અનુભવ પણ થશે.
પ્લેન કોટન સાડી – સ્ત્રીઓ ઉનાળામાં સાદી કોટનની સાડી પહેરી શકે છે. તે ઓફિસ વર્ક માટે પણ ઉત્તમ વિકલ્પ છે. આ સાડીની સાથે તમે સ્લિવલેસ બ્લાઉઝ પહેરી શકો છો. મેકઅપ લાઈટ રાખો. આ સિમ્પલ સાડી તમને એક સ્ટાઇલિશ લુક આપશે.
વ્હાઈટ કોટન સાડી – સફેદ કલર ઉનાળા માટે એકદમ પરફેકટ છે. તે સૌથી લાઈટ કલર છે. તેનાથી ગરમી પણ ઓછી લાગે છે. તમે ઓફિસમાં સફેદ કલરની સાડી પહેરી શકો છો. તેની સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેરી શકો છો. તે તમને એક સુંદર લુક આપશે.
કલરફૂલ કોટન સાડી – ઉનાળા માટે તમે કલરફૂલ કોટનની સાડી પણ ઓફિસ માટે પસંદ કરી શકો છો. તમે ઓફિસ માટે વિદ્યા બાલનની આ સાડીમાથી પણ પ્રેરણા લઈ શકો છો. તેમાં તમને ખૂબજ આરામદાયક અનુભવ થશે. સાથેજ તે તમને એક સુંદર લુક પણ આપશે.
પ્રિન્ટ ચેક્સ સાડી – ઓફિસ માટે કોટનની પ્રિન્ટવાળી ચેકસ સાડી પણ પેહરી શકો છો. તેની સાથે પ્રિન્ટવાળુ કોન્ટ્રાસ્ટિંગ બ્લાઉઝ પેહરી શકો છો. તે તમને એક ગ્રેસફુલ લુક આપશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team