વજનને કંટ્રોલ કરવા માટે દરરોજ સવારે પીવો ધાણાનું પાણી, આ આસાન રીતથી કરો તૈયાર

દરેક ઘરના રસોડામાં ધાણા જરૂરથી જોવા મળે છે. દાળ થી લઈને શાકભાજી, ચટણી અને સલાડ નો સ્વાદ વધારવા માટે ધાણા ખૂબ જ જરૂરી છે, અને કોઈ પણ ડીશને ગાર્નીશ કરવા માટે પણ ધાણાનો જ ઉપયોગ કરવામાં આવે છે. ધાણા ની સુગંધ જ ભોજનનો સ્વાદ વધારે છે, અને ત્યાં જ ધાણાનું પાણી પીવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે તથા વધતું નથી.

ધાણાનું પાણી પીવાથી પેટની દરેક સમસ્યાઓ માટે નો એક રામબાણ ઈલાજ છે. શરીર માટે અનેક ફાયદાઓ થી યુક્ત ધાણાનું પાણી સવારે ખાલી પેટે પીવાથી ત્વચા તથા વાળ સંબંધિત ઘણી બધી સમસ્યાઓમાં છુટકારો મળે છે. અને આ સમસ્યાઓની સાથે સાથે વજન કંટ્રોલ કરવા માટે પણ ધાણાનું પાણી ખૂબ જ કારગર સાબિત થાય છે. ધાણાના પાણીનું સેવન કરવાથી વજન ઓછું થાય છે. આવો જાણીએ કેવી રીતે તૈયાર કરવું ધાણાનું પાણી.

ધાણાનું પાણી તૈયાર કરવા માટેની સામગ્રી

  • 25 થી 30 ધાણાના પાન
  • એક લીંબુ
  • એક ગ્લાસ પાણી

ધાણાનું પાણી બનાવવા માટેની રીત

  • સૌથી પહેલા ધાણાના પાનને સારી રીતે ધુઓ.
  • હવે દાંડી માંથી પાનને અલગ કરી લો.
  • હવે એક મિક્ષર જાર લો.
  • હવે તેમાં 1 ગ્લાસ પાણી નાખો, ધાણાના પાન અને લીંબુ નીચવો.
  • હવે મિક્ષર જારને ફેરવીને એક ગ્લાસ માં બહાર કાઢો.
  • હવે તેમાં બરફ નાખીને ઠંડુ ઠંડુ સર્વ કરો અને પીવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment