ચોર ચોરી કરે છે અને પોતાના રસ્તા પર નીકળી જાય છે. તે પાછો ક્યારેય સામાન આપવા આવતો નથી. પરંતુ ઉત્તરપ્રદેશમાં એવો બનાવ બન્યો કે ચોરે પેહલા ચોરી કરી પછી મૂર્તિઓ મૂકી ગયા. આ કેસ ચિત્રકૂટ જિલ્લાના તરોંહા ગામનો છે. 9 મેંની રાત્રે અહી એતિહાસિક બાલાજી મંદિરમાંથી અષ્ટ ધાતુની 16 મૂર્તિઓ ચોરી થઈ હતી. જેની કિંમત લાખોમાં છે.
ચોર મહંત આવાસની બહાર મૂર્તિઓ પાછી મૂકી ગયા – મંદિરના મહંત રામબાલકે ચોરીની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરાવી હતી. જેના પછી પોલીસ જાગૃત થઈ ગઈ હતી. પરંતુ પોલીસ તેના સુધી પહોંચે તે પેહલા ચોર મહંતના ઘરની બહાર ચોરી કરેલ બધી મૂર્તિઓ પાછી મૂકી ગયા. સાથેજ તે એક ચિઠ્ઠી પણ મૂકી ગયા. ચોરોએ ચીઠ્ઠીમાં લખ્યું હતું, ” અમને રાત્રે ખરાબ સપના આવતા હતા, તેથી અમે મૂર્તિઓ મહંતના આવાસની બહાર મૂકીને જઈ રહ્યા છીએ.”
ડિસેમ્બર 2021 માં બાંદાથી આવીજ ધટના સામે આવી હતી – આ પ્રકારનો એક કેસ ડિસેમ્બર 2021માં ઉત્તર પ્રદેશના વાંદાથી સામે આવ્યો હતો. અહી ચોરોએ પેહલા એક વેકડિંગની દુકાનમાંથી હજારોની કિંમતનો માલ ચોરી લીધો હતો. ત્યારબાદ જ્યારે તેને દુકાનદારની સમસ્યાનો અનુભવ થયો ત્યારે તેનું પણ મન ભરાઈ ગયું અને તેને બધો માલ સામાન પાછો આપી દુકાનદાર પાસે માફી માંગી હતી. ચોરે તેની ચીઠ્ઠીમાં તે પણ લખ્યું હતું કે પીડિતના દુકાનમાં ખોટી સૂચના મળવાના કારણે ચોરી થઈ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ચોરોએ પહેલા મૂર્તિઓ ચોરી અને પછી પરત કરી, ચિઠ્ઠીમાં લખ્યું કે, “ખરાબ સ્વપ્નો આવી રહ્યા હતા તેથી મૂકીને જઈએ છીએ””