અત્યારે કાળઝાળ ગરમીના દિવસોમાં દરેક વ્યક્તિનું એક જ લક્ષ્ય હોય છે કે, ઠંડક કઈ રીતે મેળવવી. આપણે પોતાના રૂમને ઠંડા રાખવા માટે કંઈક જુગાડ કરી લેતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે, બાથરૂમ માં કેટલી ગરમી હોય છે.
રૂમમાં જેવું હોય છે એવું બાથરૂમમાં નથી હોતું, માટે બાથરૂમમાં ગરમ હવા ઘુમરાતી રહે છે. જેના કારણે ગુંગળામણ થતી હોય છે. આમ પણ આપણે ભારતીય લોકો બાથરૂમમાં વધુ સમય પસાર કરતાં હોઈએ છે. છતાં આપણે બાથરૂમને ઠંડુ રાખવા માટે કોઈ ટિપ્સ અપનાવતા નથી.
એનો અર્થ એવો નથી થતો કે બાથરૂમમાં ઠંડક કરવા માટે ત્યાં પંખો લગાવવામાં આવે, પરંતુ એમાં પ્રાકૃતિક રીતે જ ઠંડક રહે એવી ટિપ્સ અજમાવી શકાય છે. તો એ ટિપ્સ વિશે આજે અમે તમને જણાવીશું. જેને અજમાવીને તમે બાથરૂમમાં ઠંડક જાળવી શકો છો.
દિવસ દરમિયાન બાથરૂમની બ્લાઇન્ડ્સ બંધ રાખવી –
આપણને લાગે છે કે દરવાજા બંધ હોય છે તો, રૂમમાં ગરમી કઈ રીતે હોઈ શકે પરંતુ તમને જણાવી દઈએ કે, દિવસના સમયે ગરમી વધુ હોય છે અને બારી અને બલાઇન્ડ્સ ખુલ્લા હોય છે. જેના કારણે ગરમી વધુ થતી હોય છે. ત્યારે બાથરૂમની બારીની બલાઇન્ડ્સ ખુલ્લી હોય તો ગરમીમાં વધારો થાય છે. માટે દિવસ દરમિયાન એને બંધ રાખવી જોઈએ. એની જગ્યાએ બ્લેકઆઉટ કર્ટેન, રીફલેકટિવ બલાઇન્ડ્સ અને ઇનસુલેટેડ વિન્ડો લગાવી શકાય છે.
બાથરૂમનો પંખો ચલાવીને ગરમી દૂર કરવી –
બાથરૂમમાં એર સર્ક્યુલેશન વ્યવસ્થિત રાખવું. એના કારણે બાથરૂમ માં ઠંડક રહે છે. જો તમારા બાથરૂમ માં એક્ઝોસ્ટ ફેન છે તો એને દિવસમાં અને સાંજે જરૂરથી ચલાવવો જોઈએ. જેનાથી બધી ગરમ હવા બહાર નીકળી જશે. બાથરૂમમાં ન્હાયા બાદ ગરમ હવામાં વધારો થતો હોય છે. જેના કારણે ગૂંગળામણ થતી હોય છે. આ ગરમ હવાને બહાર કાઢવી જરૂરી છે. સાથે જ પોતાના ઘરમાં હવાના પરિભ્રમણ માટે અને ઠંડી હવા બનાવી રાખવા માટે સ્થિર પંખાનો ઉપયોગ કરવો જોઈએ.
દરવાજા બંધ રાખવા જોઇએ નહીં –
આપણે મોટાભાગે બાથરૂમનો દરવાજો બંધ રાખતા હોય છે પરંતુ જો તમે ઇચ્છતા હો કે બાથરૂમમાં ઠંડક રહે અને ગરમ હવા બહાર નીકળે તો એના માટે દરવાજો ખુલ્લો રાખવો જોઈએ. ઉપરાંત જે રૂમનો ઉપયોગ થતો ન હોય એને બંધ રાખવા.
સાંજની હવા પ્રવેશવી જોઈએ –
દિવસ દરમિયાન તાપમાન ગરમ હોય છે. અને સાંજે તાપમાનમાં ઠંડુ હોય છે. માટે સાંજે અને રાતના સમયે બારી અને બારણા ખુલ્લા રાખવા જોઈએ. એ સમયે ઘરમાં અને બાથરૂમમાં ઠંડી હવા પ્રવેશવાથી રૂમમાં ઠંડક રહે છે. એક વાતનું ધ્યાન રાખવું કે સવારે ઉઠવાની સાથે તમારે સૌથી પહેલા બારી બંધ કરી દેવી જોઈએ. કારણ કે સવારે ગરમી વધુ હોય છે. જેના કારણે બાથરૂમ ગરમ થઈ જાય છે.
ઉર્જાનો ઉપયોગ ઓછો કરવો –
દિવસ દરમિયાન સારો એવો પ્રકાશ હોય છે. તો પછી લાઈટ ની જરૂર પડતી નથી. માટે ઘરમાં બિનજરૂરી લાઈટ સળગાવવાથી બિલ તો વધુ આવે છે, પરંતુ ગરમીમાં પણ વધારો થાય છે. બાથરૂમમાં મોટાભાગે આપણે હેરસ્ટાઇલના ટુલ્સ રાખતા હોય છે. જેનો ઉપયોગ કરતા હોય છે. એમાં પણ ગરમી હોય છે માટે લાઇટ્સ અને ઇલેક્ટ્રોનિકનો જ્યારે વપરાશ ન હોય ત્યારે એને બંધ રાખવા જોઈએ. કારણ કે એના કારણે પણ બાથરૂમ અને રૂમમાં ગરમી રહે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team