ગાયને નિયમિત ગોળ ખવડાવવાથી મળે છે અનેક લાભ, દરેક ક્ષેત્રમાં ખુલે છે ઉન્નતિના દ્વાર

Image Source

સનાતન ધર્મમાં મનુષ્યની તકલીફ ને લઈને ઘણા બધા પ્રકારના ઉપાયો શાસ્ત્રોમાં જોવા મળ્યા છે. અને જેને અપનાવીને મનુષ્ય ઘણા વખત સુધી લાભ પણ મેળવી શકે છે. અને તે જ રીતે ગાયને હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને એક માન્યતા અનુસાર ગાયના શરીરમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ પણ જોવા મળે છે, ગાયને ગોળ ખવડાવવાથી ઘણા બધા લાભ મળે છે.

હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, અને ગાય માતામાં 33 કરોડ દેવી-દેવતાઓવાત કરતા હોય છે તેથી ગાયને હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજવામાં આવે છે. ભગવાન કૃષ્ણ પણ ગાયને પાળે છે તથા સનાતન ધર્મમાં ગાયને સેવાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. અને કહેવાય છે કે જે વ્યક્તિ ગાયની હર હંમેશ સેવા કરે છે તેમના ઘરે ક્યારેય પણ દરિદ્રતા આવતી નથી અને તે સિવાય ગાય દાનને ખૂબ જ મોટું દાન પણ કહેવામાં આવ્યું છે.

ભોપાલના જ્યોતિષ પંડિત જીતેન્દ્રકુમાર શર્માના જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિના ગ્રહો નક્ષત્રો અને જીવનમાં ચાલી રહેલી તકલીફથી છુટકારો મેળવવા માટે પણ ગાયને ગોળ અથવા રોટલી સાથે ગોળ ખવડાવવાના ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આજના આ લેખમાં આપણે જાણીશું કે ગાયને ગોળ અથવા તો રોટલી સાથે ગોળ ખવડાવવાથી કયા કયા ફાયદા થાય છે.

ગાયને રોટલી ખવડાવવાના ફાયદા

માન્યતા અનુસાર જે વ્યક્તિ નિયમિત રૂપે ગાયને રોટલીમાં ગોળ મૂકીને ખવડાવે છે, તેમની દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થાય છે તેમને સત્તા અને તરક્કી મળતી રહે છે. જો તમે પણ તરક્કી મેળવવા માંગો છો તો નિયમિતરૂપે ગાયને ગોળની સાથે રોટલી ખવડાવો.

જે વ્યક્તિ ગાયને દરરોજ ગોળની સાથે રોટલી ખવડાવે છે તેમને અલૌકિક શક્તિ સહાયક થાય છે, અને તેમના દરેક બગડેલા કામ પણ સુધરી જાય છે.

એક માન્યતા અનુસાર દરરોજ ગોળની સાથે ગાયને રોટલી ખવડાવવાથી કોઈપણ અડચણ વગર લાંબા સમયથી અટકેલા કામ પણ પૂરા થઈ જાય છે.

એક માન્યતા છે કે જે વ્યક્તિને સંતાન સુખની ઈચ્છા હોય છે તે દરરોજ સવારે ગાયને ગોળ ખવડાવવો. આ ઉપાય કરવાથી ઘરમાં બુદ્ધિમાન સંતાનનો જન્મ થાય છે.

નિયમિત રૂપથી ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે. અને આ પુણ્ય ચારધામની યાત્રા કર્યા બરાબર છે.

ગાયને નિયમિત રોટલી અને ગોળ ખવડાવવાથી મનુષ્યને દરેક સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે, અને તેની સાથે સાથે કોઈ પણ પ્રકારની બીમારી અથવા રોગ પણ થતો નથી.

ગાયની સેવા કરવી અને તેને દરરોજ ગોળની સાથે રોટલી ખવડાવવાથી 33 કરોડ દેવી-દેવતાઓના આશીર્વાદ સેવા કરનાર મનુષ્યને સદાય પ્રાપ્ત થાય છે, અને તેમની કૃપા હંમેશા તેમની ઉપર રહે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment