ગરમીમાં રાહત મેળવવા માટે લોકો કંઈક ને કંઈક કર્યા જ કરે છે, એવામાં તમે ઘરના સભ્યોને પાન ઠંડાઈ બનાવીને આપી શકો છો, તેનાથી તમારું તન અને મન ઠંડુ થઇ જશે. પાન ઠંડાઈ પીવાથી તમારું પેટ પણ સ્વસ્થ રહેશે.
ઉત્તર ભારતમાં ખૂબ જ ગરમી અને લૂના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા નથી, અને ઘરે જ કંઈકને કંઈક એવું લઈ આવે છે કે પછી કંઈ ઠંડી વસ્તુ ઘરે જ બનાવીને તેનું સેવન કરે છે. આમ આ લૂથી બચવા માટે લોકો ઠંડાઈ પણ પીતા હોય છે, ગરમીમાં ઠંડાઈ ખૂબ જ ફેમસ શરબત છે તે શરીરને ઘણા બધા ફાયદા પહોંચાડે છે. ગરમીમાં ઠંડા પીણાં પીવાથી પેટની બળતરા ગરમીમાં લાગવાનું જોખમ ઓછું થઈ જાય છે, અને ઠંડાઈ માં એવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે જે શરીરને સ્વસ્થ રાખવા માટે પણ ખૂબ જ મદદ કરે છે. ગરમીમાં ઠંડાઈ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, જે લોકો દૂધ પીતા નથી તેમને ઠંડાઈ બનાવીને જરૂરથી પીવી જોઈએ તેનાથી દૂધનો સ્વાદ બદલાઈ જાય છે અને તેની પૌષ્ટિકતા પણ ખૂબ જ વધી જાય છે.
આજે અમે તમને પાનવાળી ઠંડાઈ બનાવવાનું શીખવીશું, ગરમીમાં પાનવાળી ઠંડાઈ પીવાથી તમે ખૂબ જ ફ્રેશ થઈ જશો, અને તમારા શરીરમાં ઠંડકનો અનુભવ થશે તેમાં ઉમેરાતી વરીયાળી, પિસ્તા અને લીલી ઈલાયચી તથા પાન તાસીરમાં ઠંડા હોવાથી તે ખૂબ જ ઠંડક આપે છે, જાણો ઘરે જ પાનવાળી ઠંડાઈ બનાવવા ની રેસીપી.
પાન ઠંડાઈ માટે સામગ્રી
- સોપારીના પાન – 2
- પિસ્તા – અડધી વાટકી
- લીલી ઈલાયચી – 4-5
- વરિયાળી – 2 ચમચી
- દૂધ – 2 કપ
- ખાંડ – 2 ચમચી
પાન ઠંડાઈ રેસીપી
- પાન ઠંડાઈ બનાવવી ખૂબ જ આસાન છે તેની માટે તમારે સૌથી પહેલા એક જારમાં પાન નાખો.
- હવે તેમાં વરિયાળી, પિસ્તા, ઈલાયચી, ખાંડ અને અડધો કપ દૂધ નાખો.
- આ દરેક વસ્તુને પહેલા ગ્રાઈન્ડરમાં સારી રીતે પીસી નાખો.
- હવે તેમાં વધેલું દૂધ નાખો અને એક વખત ફરીથી ગ્રાઈન્ડરમાં દરેક વસ્તુઓને પીસો.
- જો તમને ઠંડાઈમાં વરીયાળીની છાલ પસંદ નથી તો તમે ઠંડાઈને ગાળીને પણ પી શકો છો.
- આમ તો ઠંડાઈને ગાળવાથી તેમાં પડતા મેવા અને બીજી બધી વસ્તુઓની ફ્લેવર ઓછો થઈ જાય છે, જે અમુક લોકોને ખૂબ જ પસંદ હોય છે.
- તૈયાર છે ગરમીઓ માટે પાનથી બનનાર સ્વાદિષ્ટ પાન ઠંડાઈ.
- તેને એક કાચના ગ્લાસમાં નાખીને તેની ઉપર થોડો બરફ નાખીને સર્વ કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “તેજ ગરમીમાં બનાવો પાન ઠંડાઇ, તેના આગળ એસી અને કુલરની ઠંડક પણ થઈ જશે ફેઈલ”