શું તમે ક્યારેય કર્યો છે કાળી હળદરનો ઉપયોગ? જાણો તેના ચાર જબરદસ્ત ફાયદા

Image Source

ભારતમાં કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે જેને ક્યારેય પીળી હળદર નો ઉપયોગ ન કર્યો હોય તે આપણા રસોડાનો એક ખાસ અને મહત્વનો ભાગ છે, તેના વગર કોઈ પણ શાનદાર અને સ્વાદિષ્ટ ડિશ અધુરી દેખાય છે. પરંતુ શું તમે ક્યારેય કાળી હળદર વિશે સાંભળ્યું છે? જો તમારો જવાબ ના છે તો આજે અમે તમને આ મસાલા વિષે જરૂરથી જણાવીશું.

ક્યાં મળે છે કાળી હળદર?

કાળી હળદર મુખ્ય રૂપથી ભારતના ઉત્તર પૂર્વ રાજ્યમાં જોવા મળે છે, તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તદુપરાંત ત્વચા માટે પણ તે કોઈ ઔષધિથી ઓછું નથી, આવો જાણીએ કે આપણા માટે તે કયા પ્રકારે ઉપયોગી છે.

કાળી હળદરના ચાર જબરજસ્ત ફાયદા

1 ઘાને જલ્દી થી ભરે

સામાન્ય વાગી જાય અથવા તો કપાઈ જાય તથા છોલાઈ જાય તો ઘા પડી જાય છે, અને ત્યારે આપણે ઘણા બધા પ્રકારની ક્રીમ નો ઉપયોગ કરીએ છીએ પરંતુ જો તમે આયુર્વેદિક ઈલાજ ઇચ્છો છો તો વાગ્યાની જગ્યા ઉપર કાળા હળદરની પેસ્ટ લગાવી લો, આમ કરવાથી ઘા ખૂબ જ જલ્દી ભરાઈ જાય છે.

2 પાચનક્રિયા સારી થાય

પેટની તકલીફ માટે કાળી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તે પાચન ક્રિયાને યોગ્ય કરવાનું કામ કરે છે કોઇને પણ પેટ નો દુખાવો અથવા ગેસની સમસ્યા થઈ ગઈ હોય તો આ મસાલો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેની માટે તમારે કાળા હળદરનો પાવડર તૈયાર કરવો પડશે. અને ત્યારબાદ તેને પાણીમાં ઉમેરીને મિક્સ કરીને તેનું સેવન કરો.

3 ત્વચા માટે ખૂબ જ અસરકારક

પીળી હળદરની જેમ જ કાળી હળદર પણ ત્વચા માટે ખૂબ જ લાભદાયક હોય છે. જો તમે આ મસાલાને મધની સાથે મિક્સ કર્યા બાદ ચહેરા ઉપર લગાવો તો તમારા ચહેરા ઉપર ખૂબ જ જબરજસ્ત નિખાર દેખાશે અને તે સિવાય તમારા ચહેરા ઉપરના ડાર્ક સર્કલ અને કાળા ધબ્બા તથા પિમ્પલ્સ થી પણ છુટકારો મળી જશે.

4 સાંધાના દુખાવામાં મળશે આરામ

વધતી ઉંમરની સાથે સાંધાનો દુખાવો થવો ખૂબ જ સામાન્ય વાત છે, જ્યારે તકલીફ વધુ થવા લાગે ત્યારે એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ફંગલ ગુણોથી ભરપૂર કાળી હળદરની પેસ્ટ પ્રભાવિત જગ્યા ઉપર લગાવો તેનાથી સોજામાં પણ ખૂબ જ આરામ મળે છે.

નોંધ : અહીં આપેલી જાણકારી ઘરેલુ ઉપાય અને સામાન્ય જાણકારી ઉપર આધારિત છે તેને અપનાવતા પહેલા ચિકિત્સકની સલાહ જરૂર લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment