તડકામાં બહાર નીકળતી વખતે આપણી આંખોને નુકશાન થઇ શકે છે. સાથેજ, ઘણીવાર ખૂબ માથાનો દુખાવો પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં હંમેશા તમે ઘણી દવાઓ, નુસખા અજમાવતા હશો. આજે અમે તમને એવા લાડુની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી આંખોને મજબૂત બનાવશે. તેનું નિયમિત સેવન કરવાથી ગરમીમાં દરરોજ થનાર માથાના દુઃખાવાથી પણ તમને છુટકારો મળશે.
લાડુમાં ઉપયોગ થતી સામગ્રીમાં ગોલા અને શકકરટેટીના બીજ માઇગ્રેન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. આ લાડુ મગજને તેજ કરવામાં પણ ફાયદાકરક છે. સાથેજ, ઘણીવાર સ્ક્રીન પર કામ કરવાથી આંખોમાં દુખાવો થવા લાગે છે, આવી સ્થિતિમાં આ લાડુનું સેવન ઘણુ ફાયદાકારક છે.
સામગ્રી :
- 3 મોટા ગોલા ( તેને સરખી રીતે ઘસી લો )
- 1 કપ શકકરટેટીના બીજ
- અડધી ચમચી મરી પાવડર
- 1 કપ ખાંડ
બનાવવાની રીતઃ
- સૌથી પેહલા શકકરટેટીના બીજને પીસી લો. વધારે જીણું પિસવું નહિ.
- ગેસ પર ધીમા તાપે વાસણ ગરમ કરી. વાસણમાં એક ચમચો દેશી ઘી નાખો.
- ધીમા તાપે હવે તેમાં મરી શેકી લો.
- હવે ઉપરથી પીસેલા શક્કરટેટીના બીજ નાખો.
- હવે તેને સરખી રીતે શેકી લો. ધ્યાન રાખો કે ધીમા તાપે જ શેકવાના છે.
- હવે ઘસેલા ગોલાને ઉપરથી નાખી શેકી લો.
- આ મિશ્રણને એક ડિશમાં કાઢી લો.
- હવે આપણે ચાશણી તૈયાર કરીશું.
- ખાલી વાસણમાં 1 કપ ખાંડમાં 3/4 કપ પાણી નાખો. એકસરખું હલાવીને ચાશણી બનાવી લો.
- ધ્યાન રહે કે ચાશણી એકદમ ચીકણી બનાવવાની નથી.
- હવે ચાશણીમાં તૈયાર મિશ્રણને નાખો.
- ત્યારબાદ ગેસ ધીમો કરી તેને મિક્સ કરી લો.
- હવે હાથથી ગોળ અને નાના-નાના લાડુ બનાવી, તેને પીરસી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “માથાનો દુખાવો, આંખોનો થાક દૂર કરવા માટે ખાવ આ સ્વાદિષ્ટ લાડુ,જાણો તે માટેની રેસીપી”