અખરોટની છાલને નકામી સમજી ફેકવાની ભૂલ કરશો નહિ, તેના ઉપયોગથી થશે આ 5 સમસ્યા દૂર

Image Source

અખરોટ સૌથી વધારે પૌષ્ટિક સૂકામેવા માંથી એક છે જેનો મોટાભાગના લોકો ડાયટમાં સમાવેશ કરે છે. તે સ્વસ્થ ચરબી, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. અખરોટ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ છે કેમકે તે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે તમારા શરીરને જુદી જુદી સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે. તેને તમારા મગજ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

ચાલો તેના પોષણ મૂલ્ય ઉપરાંત, તેના વિશે વાત કરીએ કે આ સ્વાદિષ્ટ ફળને ખાધા પછી તમે તેની છાલનું શું કરો છો ? શું તમે તેની છાલને ફેંકી દો છો ? અમે કેટલાક હેક્સ લઈને આવ્યા છીએ, જેને તમે અખરોટના છાલનો ઉપયોગ કરી અજમાવી શકો છો, જે ફક્ત અસરકારક જ નહી પરંતુ તેને સરળતાથી અજમાવી પણ શકાય છે.

Image Source

છોડ માટે ખાતર તરીકે

જીહા, તમે અખરોટના છાલનો ઉપયોગ કરી તમારા છોડનું ખાતર ઘરે બનાવી શકો છો. તમારે માત્ર તેટલું કરવાનું છે કે એક વાટકી લો અને તેમાં ફોઇલ પેપર લગાવી દો. હવે થોડા અખરોટની છાલ લો અને તેને વાટકીમાં રાખો. છાલ નાખ્યા પછી, 1 ચમચી આલ્કોહોલ નાખી અને લાઇટર અથવા માચિસનો ઉપયોગ કરી છાલને સાવધાની પૂર્વક સળગાવી દો. એક વાર જ્યારે છાલ સંપૂર્ણ રીતે સળગી જાય છે ત્યારબાદ તે રાખમાં બદલી જશે. સળગેલ છાલને ઠંડી થવા દો, તેનો થોડો ભૂકો કરી છોડમાં નાખી દો. તમારા છોડ માટે કુદરતી અને ઓર્ગેનિક ખાતર બનીને તૈયાર છે.

Image Source

ઓર્ગેનિક અરોમા ડીફયુઝર

કોણ ઈચ્છતું નથી કે તેના ઘરમાં હંમેશા તાજી સુગંધ આવે? આ સરળ DIY ની સાથે, તમે તે મોંઘા અને કેમિકલથી ભરેલા રૂમ ફ્રેશનર સ્પ્રેને અલવિદા કહી શકો છો. એક કાંચની બરણી લો અને તેમાં અખરોટની છાલ નાખો, તમે આકર્ષક રિબન અને કલરના ઉપયોગ કરીને પણ બરણીને શણગારી શકો છો. છાલની ઉપર થોડા સૂકા ફૂલ નાખો અને તેના ઉપર તમારું મનપસંદ એસેન્શિયલ તેલ નાખો. નક્કી કરો કે તમે સુગંધને વધુ પ્રભાવિત ન કરવા માટે તેલના 10 ટીપાથી વધારાનો ઉપયોગ કરી રહ્યા નથી.

Image Source

સફાઈ માટે અખરોટની છાલ

અખરોટની છાલનો ઘણીવાર ભુક્કો કરી નાખવામાં આવે છે અને પીત્તળ, ધાતુ, પ્લાસ્ટિક અથવા કઠણ રબરથી બનેલ વસ્તુઓને સાફ કરવા અને ચમક લાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હકીકતમાં, અખરોટની છાલનો ઉપયોગ વાસ્તવિક અંતર્ગત કોટીંગ ને નુકશાન પહોચાડ્યા વગર કલર અને કોટિંગ દૂર કરવા માટે પણ કરવામાં આવે છે.

વોલ આર્ટ

અખરોટની છાલ તમારા ઘરની શોભા વધારવા માટે વોલ આર્ટ રૂપે ઉપયોગ કરવા માટે એક ઉતમ વિકલ્પ બની શકે છે. અખરોટની છાલ લો અને તેને કાર્ડબોર્ડ જેવી સખત સપાટી પર મૂકો. તમે ઇચ્છો તે રીતે કાર્ડબોર્ડને પેઇન્ટ કરો અને કાપો અને ગુંદરનો ઉપયોગ કરીને તેના પર છાલ ચોંટાડો. હવે તમારી પસંદગીના વિવિધ જીવંત રંગોનો ઉપયોગ કરીને છાલને પણ રંગવાનું શરૂ કરો અને સૂકાયા પછી તેને દિવાલ પર લટકાવી દો.

નેચરલ માઉથ વોશ

સાંભળીને ચોંકી ગયા? સામાન્ય રીતે અખરોટની છાલનો ઉપયોગ તમારા ઓરલ હેલ્થ ને નિયંત્રણમાં રાખવા માટે માઉથ વૉશ તરીકે ઉપયોગ કરી શકાય છે. ઓર્ગેનિક માઉથવોશ બનાવવા માટે તમે એક તપેલી લો અને તેમાં બે ગ્લાસ પાણી નાખવાનું છે. તપેલીને ગેસ પર મૂકો અને પાણીને 30 મિનિટ સુધી ઉકાળો. પાણી ઉકળે પછી તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો, તેને બોટલમાં ભરીને તમારા વોશરૂમમાં રાખો. તમારા દાંત સાફ કર્યા પછી, દરરોજ 10-15 સેકન્ડ માટે અખરોટની છાલના આ દ્રાવણથી તમારા મોંને કોગળા કરો.

અમને આશા છે કે તમને અખરોટની છાલના આ ઉપયોગ ફાયદાકારક લાગ્યા હશે. આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment