ઉનાળામાં બહાર આવતા જતા લૂ લાગવાની ડર લાગે છે. આજકાલના સખત તાપમાં ડિહાઇડ્રેશન, પેટમા દુખાવો, સ્કિન ડલનેશ વગેરે જેવી સમસ્યા થવા લાગે છે. તડકામાં બહાર જવું અને કોઈપણ પ્રકારનો પૌષ્ટિક આહાર ન લેવો એ નબળાઈ તરફ દોરે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે કોઈ પૌષ્ટિક આહાર લો. ઉનાળામાં ઘણીવાર ખાવાની ઈચ્છા નથી થતી ત્યારે તમે કોઈ જ્યુસ કે દહી તમારા આહારમાં લઇ શકો છો. તો ચાલો જાણીએ કે આ ઉનાળામાં પોતાને લૂ થી કેવી રીતે બચાવવી.
1.તરબૂચ – ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા અને ડિહાઇડ્રેશન ની સમસ્યા દૂર કરવા માટે તરબૂચના જ્યુસનું સેવન કરવું જોઈએ. તરબૂચમાં પાણીની માત્રા વધારે હોય છે અને તે ખાધા પછી ઝડપથી ભૂખ પણ લાગતી નથી. તરબૂચ ખાવાથી ઉનાળામાં લૂ લાગતી નથી.
2. કાકડી- ઉનાળામાં કાકડી ખાવાથી શરીરને ઠંડક મળે છે. ફક્ત આટલું જ નહીં, શરીરમાં પિત્તને સંતુલિત કરવાની સાથે, તે શરીરના પીએચને પણ યોગ્ય જાળવી રાખે છે. જેના કારણે તે ગેસ, એસિડિટી અને અપચો જેવી પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
3. લીંબુ- ઉનાળાની ઋતુમાં લીંબુનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિઝનમાં લીંબુ પાણીનું સેવન કરવાથી ફક્ત ગરમી અને લૂ સામે રક્ષણ જ નથી મળતું પરંતુ વ્યક્તિ અંદરથી પણ તાજગીસભર અનુભવે છે.
4.નારિયેળ પાણી- નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઉનાળામાં રોજ નારિયેળ પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપને દૂર કરી શકાય છે. નારિયેળ પાણી પીવાથી પેટની ગરમી પણ ઝડપથી દૂર થાય છે.
5. લસ્સી- પેટની ગરમી દૂર કરવા માટે અને શરીરને ઠંડક પહોંચાડવા માટે તમે દરરોજ તમારા ભોજનમાં એક વાટકી દહીં, રાયતું કે લસ્સીને સામેલ કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team