ઉન્નતિ અને ધનપ્રાપ્તિ💲માટે ઘરની આ દિશામાં લગાવો આ ચાર છોડ🌳

જાણો એ ચાર છોડ વિશે, જેને ઘરની દક્ષિણ દિશામાં લગાવવા વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે.

ઉન્નતિ અને ધનપ્રાપ્તિ માટે ઘરની આ દિશામાં લગાવો આ ચાર છોડ.

અમુક છોડ અને વૃક્ષો ઘરમાં અથવા ઘરના આંગણામાં ફક્ત સાજ સજાવટ કે શુધ્ધ વાતાવરણ માટે જ લગાવવામાં નથી આવતા, પરંતુ એનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે, પણ લોકો કયા છોડ ને કઈ દિશામાં લગાવવા જોઈએ એ જાણતા હોતાં નથી. તો આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે, વાસ્તુ પ્રમાણે કયા છોડ ને કઈ દિશામાં લગાવવા જોઈએ.

વાસ્તુ પ્રમાણે ઘરમાં વૃક્ષ અને છોડ લગાવવાથી સકારાત્મક ઊર્જા પેદા થાય છે. સાથે જ વાસ્તુદોષ પણ દૂર થાય છે. માટે જાણકાર લોકો ઘરમાં અમુક છોડ અને વૃક્ષ લગાવવાની સલાહ આપતા હોય છે. પરંતુ કેટલાક લોકો સાચી માહિતી થી અજાણ હોવાથી ખોટી દિશામાં વૃક્ષ અને છોડ લગાવે છે. જેનાથી ઘરમાં સુખ-શાંતિનો અભાવ રહે છે. સાથે જ ઘરના સદસ્યોની ઉન્નતિ પણ અટકી જતી હોય છે. વાસ્તુશાસ્ત્ર માં છોડ અને વૃક્ષોને લગાવવાની સાચી દિશાઓ બતાવવામાં આવી છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કયો છોડ કઈ દિશામાં લગાવવો શુભ ગણાય છે.

1. તુલસીનો છોડ

તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં પૂજનીય છે, પરંતુ ક્યારેક તુલસીનો છોડને દક્ષિણ દિશામાં લગાવવો જોઈએ નહીં. આ દિશામાં તુલસીનો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે. એનાથી ઘરના સદસ્યોની ઉન્નતિ અટકી જાય છે. સાથે જ આર્થિક સંકટનો સામનો કરવો પડે છે કારણ કે, દક્ષિણ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે. માટે તુલસીના છોડને દક્ષિણ દિશામાં લગાવવો જોઈએ નહીં.

Image Source

2. શમીનો છોડ

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ના છોડ અને દક્ષિણ દિશામાં લગાવવો જોઈએ નહીં. એનાથી વસ્તુ દોસ્ત ઉત્પન્ન થાય છે. એનાથી વિપરીત શમીના છોડને તમારે પૂર્વ અથવા ઇશાન ખૂણામાં લગાવવો જોઈએ. એનાથી વાસ્તુદોષ દૂર થાય છે સાથે જ આ છોડ નો સંબંધ શનિદેવ સાથે માનવામાં આવે છે, માટે આ છોડ લગાવવાથી શનિદેવના પ્રકોપથી પણ મુક્તિ મળે છે.

3. મની પ્લાન્ટ

મની પ્લાન્ટ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. એને માટી અને પાણી બંને માં લગાવી શકાય છે. સાથે જ એની કઈ વિશેષ કાળજી રાખવી પડતી નથી. મની પ્લાન્ટ નો સંબંધ ધન સાથે છે. કહેવામાં આવે છે કે જેમ જેમ મની પ્લાન્ટ નો છોડ વધે છે, તેમ તેમ ઘરના સદસ્યોની ઉન્નતિ અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. માટે જો મની પ્લાન્ટ ને ખોટી દિશામાં લગાવવામાં આવે તો આર્થિક સ્થિતિ પર એનો પ્રભાવ પડે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દક્ષિણ દિશામાં ક્યારેય મની પ્લાન્ટ લગાવવો જોઈએ નહીં.

4. કેળાનો છોડ

હિન્દુ ધર્મમાં કેળાના છોડ ને પણ પૂજનીય માનવામાં આવે છે. આ છોડ ભગવાન વિષ્ણુનું અને ખૂબ જ પ્રિય છે. ગુરુવારના દિવસે કેળા ના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. પૂજા સાથે જોડાયેલી બધી જ વસ્તુઓને દક્ષિણ દિશામાં રાખવી અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેળાના છોડને દક્ષિણ અને પશ્ચિમ દિશામાં લગાવવો જોઈએ નહીં. કેળાના છોડ ને ઇશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં લગાવવું શુભ માનવામાં આવે છે. એવું કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment