‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ફેમસ એક્ટ્રેસ દયાબેન એટલે કે દિશા વાકાણી હવે ઘર ઘરમાં ફેમસ છે. આ સીરિયલમાં ગુજરાતી વહુ દયાબહેને લોકોના દિલમાં પોતાનું અનોખું સ્થાન જમાવ્યું છે. નોંધનીય છે કે દિશા વાકાણીએ 30 નવેમ્બર 2017ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. હાલ તે પોતાનું મધરહૂડ એન્જોય કરી રહી છે. જોકે શું તમે જાણો છો કે ઘર ઘરમાં ફેમસ આ એક્ટ્રેસની દીકરીનું નામ શું છે?
આ છે નામનો અર્થ
એક ફેમસ વેબસાઈટના રિપોર્ટ અનુસાર દિશા વાકાણીએ પોતાની લાડલી દીકરીનું નામ સ્તુતિ રાખ્યું છે. જેનો અર્થ પ્રાર્થના તેમજ વખાણ થાય છે. હાલ દિશા વાકાણી પોતાની લાડલી સાથે ખૂબસૂરત પળ એન્જોય કરી રહી છે.
શો છોડવાની હતી ચર્ચા
તાજેતરમાં જ એવી ચર્ચા હતી કે દિશા વાકાણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી રહી છે. એવી ચર્ચા હતી કે નાની દીકરીનું ધ્યાન રાખવા તે આ શોને અલવિદા કહી રહી છે. નોંધનીય છે કે આ શો ટીઆરપીની લિસ્ટમાં હંમેશા ટોપ 10માં જ રહે છે.
જોકે, શોના પ્રોડ્યુસર અસિત કુમારનું નિવેદન પણ સામે આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે દિશા ની દીકરી હજુ નાની છે. જેથી પરિવારને દિશાની જરૂર છે પરંતુ અમે હજુ દિશાના કમબેક વિશે કોઇ વાત નથી કરી તેમજ શો છોડવાની અટકળો પણ ખોટી છે.
આ પહેલા પણ દિશાની પ્રેગ્નન્સી દરમિયાન શો છોડવાની ચર્ચા હતી. એવી પણ ચર્ચા હતી કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ કોઈ નવા ચહેરાની તલાશમાં છે. આ દરમિયાન જિયા માણેકનું નામ પણ સામે આવ્યું હતું જોકે, આવી ચર્ચાઓ પછી પ્રોડ્યુસરે સ્પષ્ટ કર્યું હતું કે દિશા જ શોમાં રહેશે.
ALL IMAGE CREDITS : GOOGLE IMAGE
આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI