કોઈપણ વ્યક્તિ હોય…..પરિવાર સાથે સમય વિતાવવો કોને ન ગમે, તેમાં પણ રાજાઓના સમયે લોકો પરિવાર સાથે ફરવા માટેના બેસ્ટ પ્લેસ શોધતા હોય છે. તો આજે આપણે એવા જ એક સ્થળ પટની ટોપ વિશે વાત કરીશું, જે પરિવાર સાથે ફરવા જઈ શકાય તેવું ઉતમ સ્થળ છે….તો ચાલો જાણીએ
પટનીટોપની મુલાકાત લેવા માટે નો બેસ્ટ મહિનો ઑક્ટોબર છે. તે સમયે પટનીટોપમા થોડો વરસાદ અને બરફવર્ષા જોવા મળે છે. જેનાથી વાતાવરણ વધુ આહલાદક અને આકર્ષક બની જાય છે. બરફથી ઢંકાયેલા દેવધરના વૃક્ષોનું આ દૃશ્ય જોઈને કોઈ બીજી જ દુનિયામાં હોવાનો અનુભવ થાય છે.
પટનીટોપ નજીકના બેસ્ટ મુલાકાત માટેના સ્થળો
•નાગ મંદિર – આ ઐતિહાસિક નાગ મંદિર 600 વર્ષ જૂનું છે જે પાંડવો દ્વારા વધાવવામાં આવ્યું હતું. આ મંદિરનો મુખ્યદ્વાર ખૂબ જ નાનો છે. આ મંદિર નાગ પંચમી ના તહેવાર માટે પ્રસિદ્ધ છે. આ ઉપરાંત આ મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.
•સુધ મહાદેવ મંદિર – જમ્મુથી આ મંદિર 120 કિમી દૂર છે. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહી એક વિશાળ ત્રિશુલ ના ત્રણ ટુકડા જમીનમાં દટાયેલા છે જે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવના છે. આ મંદિરનું નિર્માણ આજથી લગભગ 2800 વર્ષ પૂર્વ થયેલું. આ જગ્યા પર ભગવાન શિવનો એક ભક્ત માતા પાર્વતીની રક્ષા કરવા માટે રહેતો હતો અને ભૂલથી ભગવાન શિવના ત્રિશૂળ થી તેમનો જીવ ગયો. આ મંદિરમાં નંદિની એક મૂર્તિ છે જેની માન્યતા છે કે નંદીના કાનમાં જે જઈ બોલીએ તે ઈચ્છા પૂર્ણ થાય છે.
•નત્થા ટોપ – તે અહીંનું સૌથી ઊંચું શિખર છે. તે પટનીટોપ નજીકના ઉધમપુર જિલ્લામાં આવેલું છે. સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ લગભગ 7700 ફૂટ છે. પટનીટોપથી લગભગ 15 કિમીના અંતરે આવેલું છે. તેની ટોચ પરના અદભુત દૃશ્યો જોઈને તમે દંગ રહી જશો. ટોચ પરથી આસપાસના પર્વતો પણ દેખાતા નથી. ત્યાંનું વાતાવરણ સુકુન અને શાંતિ સભર હોય છે.
આ ઉપરાંત, કુડ પાર્કની મુલાકાત પણ લઈ શકાય છે. આ પાર્ક કરતા ત્યાં સુધી પહોંચવાનો રસ્તો રોચક છે. તમે ચાલીને કે ઘોડેસવારી દ્વારા ત્યાં પહોંચી શકો છો. સૂર્યાસ્ત અને સૂર્યોદય નું દૃશ્ય પાર્કની સુંદરતામાં વધારો કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “પરિવાર👪સાથે સમય વિતાવવા માટે🏂પટનીટોપ નજીકના બેસ્ટ સ્થળો વિશે જાણો”