ભગવાને બનાવેલી આ દુનિયાની સુંદર અને અજીબ વાત એ છે કે આપણી ઊંચાઈ અને આકાર તો અલગ અલગ હોય છે. તેમજ આપણા શરીરના આકારો પણ અલગ અલગ હોય છે. તમે એવા ઘણા લોકો જોયા હશે જેઓ બહુ ઓછું ખાધા પછી પણ જાડા થઈ જાય છે. આવા લોકો માટે વજન વધારવું ખૂબ જ સરળ હોય છે. આવા લોકોને શેપમાં રહેવા માટે કસરતની ખૂબ જ જરૂર હોય છે.
તેમજ, કેટલાક લોકો ખૂબ જ પાતળા હોય છે અને તેઓ સ્વસ્થ પણ રહી શકતા નથી. આવા લોકો માટે એક બીજી દિનચર્યા નું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તો આજે અમે તમને શરીરના પ્રકાર વિશે જણાવીશું અને એ પણ જણાવીશું કે તમારે કેવા પ્રકારની દિનચર્યા અને કસરતનું પાલન કરવું જરૂરી છે.
•શરીરનો પ્રકાર શું છે –
ઇ. સ. 1940 માં, ડૉ. ડબલ્યુ.એચ. શેલ્ડને શરીરના પ્રકારનો ખ્યાલ વિશ્વ સમક્ષ રાખ્યો હતો. આમાં તેણે ત્રણ શરીરના પ્રકારનો પરિચય કરાવ્યો હતો. તેમાં એન્ડોમોર્ફ, મેસોમોર્ફ અને એક્ટોમોર્ફનો સમાવેશ થાય છે.
1. એન્ડોમોર્ફ – આ પ્રકારનું શરીર ધરાવતા લોકોના શરીરમાં ચરબી વધુ હોય છે. તેમજ તેમનું વજન પણ ખૂબ જ સરળતાથી વધી જાય છે. એન્ડોમોર્ફ શરીરના પ્રકારની સ્ત્રીઓને સુડૌલ અને પુરુષોને સ્ટોકી કહેવામાં આવે છે.
2. મેસોમોર્ફ – આ પ્રકારનું શરીર ધરાવતા લોકો ખૂબ જ સરળતાથી વજન વધારી શકે છે અને ઘટાડી પણ શકે છે. સાથે જ, આ લોકો સ્નાયુઓને પણ ખૂબ જ કુશળતાથી અને સરળતાથી વધારી શકે છે.
3. એક્ટોમોર્ફ – એક્ટોમોર્ફિક બોડી ટાઇપના લોકો સ્નાયુબદ્ધ નથી હોતા અને તેમના હાડકાનું કદ પણ નાનું હોય છે. તેઓ સામાન્ય રીતે ખૂબ લાંબા અને પાતળા હોય છે. પરંતુ આનો અર્થ એ નથી કે તેમાં ચરબી ઓછી છે. વાસ્તવમાં તેઓ સ્કીની ચરબીથી ભરેલા હોય છે. પરંતુ તેમનું વજન ઓછું રહે છે.
•એન્ડોમોર્ફ બોડી ટાઇપ ધરાવતા લોકો શું કરે છે –
જો તમે એન્ડોમોર્ફ બોડી ટાઇપ સાથે જન્મ્યા છો, તો તેનો અર્થ એ નથી કે તમારું વજન હંમેશા વધારે રહેશે. તમે તમારો બોડી શેપ બદલી શકો છો અને સંપૂર્ણ રીતે ફિટ પણ રહી શકો છો. તમને જણાવી દઈએ કે આ પ્રકારના બોડી શેપના લોકોનું મેટાબોલિઝમ ખૂબ જ ધીમુ હોય છે.
આવી સ્થિતિમાં, આ લોકો કોઈ એવી ખાદ્ય સામગ્રીનું સેવન કરે જો તેમના મેટાબોલિઝમને ઝડપી બનાવે છે, તો તેનાથી તે ફિટ રહી શકે છે. તેમાં હેલ્ધી ફેટ, હાઈ પ્રોટીન ડાયટનું સેવન તો કરો. સાથે જ કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ પણ ઓછું કરો. આ ઉપરાંત, ઉચ્ચ તીવ્રતાની કસરત, વજન અને સહનશક્તિની ટ્રેનિંગ પણ આ પ્રકારના શરીરના લોકોએ કરવી જોઈએ.
•મેસોમોર્ફ બોડી ટાઇપ ધરાવતા લોકો શું કરે છે –
આ પ્રકારનું શરીર ધરાવતા લોકો સ્નાયુબદ્ધ હોય છે અને તેમની શારીરિક ક્ષમતા પણ વધુ હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના બોડી ટાઇપ ધરાવતા લોકો એથ્લેટિક હોય છે અને સ્પોટસમાં પણ જોવા મળે છે.મેસોમોર્ફ બોડી ટાઇપ ધરાવતા લોકોએ ઉચ્ચ તીવ્રતાની કસરત, પ્લાયોમેટ્રિક્સ, પાઈલેટ્સ અને યોગનો સમાવેશ તેમની દિનચર્યામાં કરવો જોઈએ. આ ઉપરાંત મેસોમોર્ફ બોડી ટાઇપના લોકોએ હાઈ પ્રોટીન ડાયેટ, સારા કાર્બોહાઇડ્રેટ્સ અને હેલ્ધી ફીટ વાળી ખાદ્ય સામગ્રીનું સેવન કરવું જોઈએ.
• એક્ટોમોર્ફ બોડી ટાઇપ ધરાવતા લોકોએ શું કરે છે –
આ પ્રકારના શરીર ધરાવતા લોકો માટે વજન વધારવું ખૂબ જ અઘરું હોય છે. એવું એટલા માટે હોય છે કારણ કે તેમનું ચયાપચય ખૂબ જ ઝડપી હોય છે. આ પ્રકારના શરીર ધરાવતા લોકોને નિષ્ણાતોની સલાહ હોય છે કે તેઓ હેલ્ધી કાર્બોહાઇડ્રેટ્સનું સેવન વધુ કરે અને પ્રોટીનનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. આ ઉપરાંત એક્ટોમોર્ફ બોડી ટાઈપના લોકોએ સ્ટ્રેન્થ વધારવા અને પરફોર્મન્સ સુધારવા માટે રેસિસ્ટન્સ ટ્રેનિંગ કરવી જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team