અત્યાર સુધી તમે એલોવેરાનો ત્વચા ઉપર જ ઉપયોગ કર્યો હશે, અને તેની સ્વાસ્થ્યની વાત તો સાંભળી જ હશે. પરંતુ શું તમને ખબર છે કે એલોવેરા થી તમે ઘણા બધા પ્રકારની વાનગી પણ બનાવી શકો છો તથા તેનો સ્વાદ પણ ખૂબ જ લાજવાબ હોય છે તેની સાથે સાથે જ તેનાથી બનેલી વાનગી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ એલોવેરા થી બનતુ શાક અથાણું અને તેની બરફી બનાવવાની રીત.
એલોવેરા દરેક ઉંમરના લોકો માટે રામબાણની જેમ કામ કરતું હોય છે અને તેનું સેવન કરવાથી પેટને લગતી સમસ્યાઓમાં રાહત મળે છે પરંતુ તેની સાથે સાથે વાળ અને ત્વચાને પણ પોષણ મળે છે. તે વાળ તથા ત્વચાને મુલાયમ બનાવવા નું કામ કરે છે તેની જેલ અને તેનાથી બનેલ ફેસપેક લગાવવાથી ચહેરા ઉપર કરચલી તથા પિમ્પલ્સ પણ સાફ થઈ જાય છે. અને તેને તમે આસાનીથી ઘરે કૂંડામાં પણ ઉગાડી શકો છો અને તેનો લાભ ઉઠાવી શકો છો.
એલોવેરા નું શાક બનાવવાની સામગ્રી
- એલોવેરા – 2 મોટા પાન
- લીલા મરચા – 1 બારીક સમારેલ
- જીરું – અડધી ચમચી
- હીંગ – 1 ચપટી
- હળદર પાવડર – અડધી ચમચી
- ધાણા પાવડર – 1 ચમચી
- આમચુર – 1 ચમચી
- તેલ – 2 ચમચી
- સ્વાદ અનુસાર મીઠું
બનાવવાની રીત-
- સૌથી પહેલા એલોવેરાના પાનને ધોઇને ચારે બાજુથી કાપી લો.
- હવે એક વાસણમાં બે થી ત્રણ કપ પાણી લો અને તેમાં ચપટી હળદર અને મીઠું નાખીને ઉકળવા દો.
- જ્યારે તે ઉકળવા લાગે ત્યારે તેમાં કાપેલા એલોવેરા નાખો અને 10 મિનિટ સુધી ઉકાળો.
- એલોવેરાને ઉકાળ્યા બાદ તેને ચોખ્ખા પાણીથી સારી રીતે ધુઓ તેમ કરવાથી તેની કડવાહટ નીકળી જશે.
- હવે એક પેનમાં તેલ નાંખીને ગરમ કરો જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં ઘી અને લીલા મરચાનો તડકો લગાવો.
- હવે તેમાં હળદર લાલ મરચું પાવડર નાખીને તેને શેકો.
- જ્યારે મસાલા શેકાઈ જાય ત્યારે તેમાં બાફેલા એલોવેરાને નાખો.
હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને મીડીયમ ફ્લેમ ચડવા દો. બે મિનિટ પછી તેમાં મીઠું અને આમચૂર પાઉડર નાખી ઢાંકીને તેને પાંચ મિનિટ સુધી ચઢવા દો. એલોવેરા નું શાક બનીને તૈયાર છે તેને તમે પરાઠા અથવા પૂરી ની સાથે સર્વ કરી શકો છો.
એલોવેરા નું અથાણું બનાવવાની સામગ્રી
- એલોવેરા – 1 પાન
- સરસવનું તેલ – 1/2 કપ
- સ્વાદ માટે મીઠું
- વરિયાળી – 2 ચમચી
- અજમો – 1 ચમચી
- રાઈ – 2 ચમચી
- મેથી – 2 ચમચી
બનાવવાની રીત
- સૌથી પહેલા એલોવેરાના પાનને પાણીથી ધૂઓ અને રાત્રે તેને કાપીને મોકલો આમ કરવાથી તેમાંથી પીળું લીકવીડ બહાર નીકળી જશે.
- બીજા દિવસે સવારે કિનારીને કાપીને તેને છાલ સાથે નાના ટુકડામાં કાપો.
- હવે એક મોટા બાઉલમાં કાપેલા એલોવેરા નાખવો અને તેમાં સિંધવ મીઠું વરિયાળી અજમો રાઈ અને મેથી નાખીને સારી રીતે મિક્સ કરો.
- હવે એક પેનમાં સરસવનું તેલ નાખો અને તેને ગરમ કરો, જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તે એલોવેરાના મીક્ષરમાં નાખીને એકથી બે મિનિટ સુધી હલાવો.
- ત્યાર બાદ તેને તાપમાં ત્રણ કે ચાર દિવસ સુધી મૂકો તમારું એલોવેરાનું અથાણું તૈયાર છે.
એલોવેરા ની બરફી બનાવવાની સામગ્રી
- દૂધ – 1/2 લિટર
- એલોવેરા – 2 પાન
- ખાંડ – 2 કપ
બનાવવાની રીત
- સૌથી પહેલા એલોવેરાના પાનને સારી રીતે સાફ કરી લો. ત્યારબાદ તેને છોલીને જેનો પલ્પ બહાર કાઢો.
- હવે એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકો અને જયારે દૂધમાં ઉભરો આવે ત્યારે તેમાં એલોવેરા નો પલ્પ ઉમેરો અને ચમચીથી હલાવતા રહો.
- ત્યારબાદ ધીમી આંચ પર ઉકળવા દો અને જ્યારે દૂધ જાડું થઈ જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
- હવે એક પ્લેટમાં ઘી લગાવો અને તેમાં આ મિશ્રણ નાખીને બરફીના આકારમાં કાપો.
- હવે તેને ફ્રિઝમાંથી બે કલાક માટે મૂકી દો. જ્યારે બરફી સેટ થઈ જાય ત્યારે તે સર્વ કરવા માટે તૈયાર છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “એલોવેરા માત્ર ત્વચાનું ધ્યાન રાખતી નથી પરંતુ જાણો તેના થી બનતા સ્વાદિષ્ટ શાક, અથાણું અને બરફી બનાવવાની રીત”