થાક અને તણાવની અસર આપણા ચહેરા ઉપર હંમેશા જોવા મળે છે અને તેના જ કારણે આપણા ચહેરાનો રંગ પણ બગડી જાય છે તથા ચહેરો દલ દેખાવા લાગે છે પરંતુ દર વખતે ચહેરા ઉપર મેકઅપ પ્રોડક્ટનો ઉપયોગ કરવો યોગ્ય નથી કારણ કે તેનાથી આપણી ત્વચા વધુ ખરાબ થઈ શકે છે.
શું તમે પણ દિયા મિર્ઝા ની જેમ જ ચહેરા ઉપર મિનિટોમાં જ નિખાર લાવવા માંગો છો? શું તમે પણ ઇચ્છો છો કે તમારી ત્વચા હંમેશા ગ્લો કરતી રહે? તેની માટે તમારે અમુક ઘરેલુ ઉપાય નો સહારો લેવો જોઈએ, તમે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને મિનિટોમાં જ દિયા મિર્ઝા જેવી ગ્લોઈંગ વચા મેળવી શકો છો તેની માટે તમારે અમુક સ્ટેપ ફોલો કરવાની જરૂર પડશે, તો ચાલો જાણીએ મિનિટોમાં ચહેરા ઉપર લાવવા ના ઘરેલુ ઉપાય.
ગુલાબ જળ
ગુલાબનો ઉપયોગ ત્વચા ઉપર કરવામાં આવે છે ગુલાબ જળને ચહેરા ઉપર ઉપયોગ કરવાથી મિનિટોમાં જ તમારો ચહેરો નેચરલ ટોન અને ગ્લોઇંગ દેખાશે તેની માટે માત્ર તમારે પોતાના ચહેરા પર ગુલાબજળ છાંટવા નું રહેશે, ગુલાબની મદદથી તમારા ચહેરા ઉપર ઉપસ્થિત દરેક ગંદકી દૂર થઈ જશે અને તમારો ચહેરો ગ્લો કરવા લાગશે.
મધ અને ઓલિવ ઓઈલ
નજરે ચહેરા ઉપર લગાવવાથી ઘણા બધા ફાયદા થાય છે એવામાં જો તમે પણ દિયા મિર્ઝાની જેમ જ ગ્લોઇંગ ત્વચા મેળવવા માંગો છો તો તેની માટે તમે ચહેરા ઉપર મધ લગાવો. મધ તમારા ચહેરાની રંગત અને નિખાર આપશે. એની માટે એક ચમચી મધ લો અને તેમાં ઓલિવ ઓઈલના અમુક ટીપા ઉમેરો. હવે તેને તમારા ચહેરા ઉપર લગાવો અને હળવા હાથે માલિશ કરો તથા અમુક મિનિટ પછી ભીના કપડાંથી ચહેરાને લુછો.
ટામેટા
ટામેટામાં બ્લીચિંગના ગુણો જોવા મળે છે, ટામેટાનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા મીનીટોમાં ચમકવા લાગશે માત્ર તેની માટે તમારે એક થી બે ટામેટા જોઈશે ટામેટા ને વચ્ચેથી કાપો અને કાપેલા ટામેટા ને તમારા ચહેરા ઉપર સારી રીતે ઘસો. લગભગ દસ મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધુઓ.
લીંબુ અને મધ
દિયા મિર્ઝાની જેમ જ ચહેરા પર નિખાર લાવવા માટે મધ અને લીંબુ નો ઉપયોગ કરવો જોઈએ. લીંબુ અને મધનું મિશ્રણ ચહેરા ઉપર ઉઠાવવાનું કામ કરે છે તેની માટે તમારે એક બાઉલમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ નાખો હવે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરો. લીંબુ અને મધના મિશ્રણને તમારા ચહેરા ઉપર લગભગ પંદરથી વીસ મિનિટ સુધી લગાવીને રહેવા દો ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણીથી ધુઓ.
બેસન
જૂના જમાનાથી જ બેસન નો ઉપયોગ ત્વચાની રંગત નિખારવા માટે કરવામાં આવે છે ચહેરા પર ચમક લાવવાથી લઇને ગંદકીને સાફ કરવા જોડે તમે બેસન નો ઉપયોગ કરી શકો છો તેની માટે તમારે માત્ર બે ચમચી બેસન માં એક ચમચી દૂધ ગુલાબજળ લીંબુના રસના અમુક ટીપા અને ચપટી હળદર ઉમેરો. હવે દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરી લો.ત્યારબાદ સ્ટેશન થી બનેલ આ પેસ્ટને તમારા ચહેરા ઉપર લગાવો અને તેને સૂકાવવા દો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે ઠંડા પાણીથી તમારા ચહેરાને ધુઓ. આ ઉપાય અપનાવવાથી તમારા ચહેરાની રંગત અમુક જ મિનિટમાં આવી જશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team