ઘણા લોકોને સમુદ્રકિનારા એટલે કે બીચ ખૂબ જ પસંદ હોય છે તો અમુક લોકોને ઐતિહાસિક સ્થળો ખૂબ જ પસંદ આવે છે. એવામાં મિત્રો, પરિવાર અને પાર્ટનર સાથે તમારે પણ બનાવ પણ થઈ જાય છે જરા વિચારો જો આ બન્નેનો સંગમ તમને જોડે જોવા મળે તો કેટલી મજા આવી જાય આ આજે અમે વાત કરી રહ્યા છીએ એવા કિલ્લા વિશે જે સમુદ્રના કિનારે આવેલ છે. અને અહીંથી તમે ભારતના ગૌરવશાળી ઇતિહાસના અનુભવની સાથે સાથે સમુદ્રના ખૂબ જ સુંદર નજારાનો આનંદ પણ લઈ શકો છો. તો આવો જાણીએ ભારતના તે અલૌકિક અને સુંદર કિલ્લા વિશે.
મુરુદ જંજીરા, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના તટ ઉપર આવેલ ગામ મુરુદના નજીક આવેલ આ કિલ્લો ખૂબજ જૂનો છે. આ કિલ્લાની ઐતિહાસિક ગાથા સુંદરતા અને અહીંનો મનોરમ્ય દ્રશ્ય લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં એક ઇંડા આકારનો દ્વીપ આવેલો છે જ્યાંથી તમે અરબસાગરની વિશાળતાનો લુપ્ત ઉઠાવી શકો છો. આ કિલ્લાનો એક ગૌરવશાળી ઇતિહાસ પણ રહ્યો છે અને તેનો એક દરવાજો જેનું નામ દરિયા દરવાજો છે, ત્યાં તે સમુદ્રની તરફ જ ખુલે છે જ્યારે તરફથી પાણી થી ઘેરાયેલું હોવાના કારણે તેને આઇલેન્ડ ફોર્ટ પણ કહેવામાં આવે છે. તેની સુંદરતા ખરેખર જોવાલાયક છે. જો તમે ક્યારે મહારાષ્ટ્ર ફરવા જાવ ત્યારે ઐતિહાસિક કિલ્લાને જરૂર થી જોજો.
અગુઆડા કિલ્લો , ગોવા
17મી સદીમાં બનેલ આ કિલ્લો પૂર્તગાલી વાસ્તુ કળા ઉપર આધારિત છે.આ કિલ્લાથી તમે અરબ સાગર અને માંડવી નદીના સુંદર સંગમને જોઈ શકો છો. તે સાઉથ ગોવાના કેન્ડોલીમ બીચ ઉપર બનેલું છે. આ કિલ્લામાં બોલીવુડની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ નું શૂટિંગ પણ થયું હતું આ કિલ્લો ગોવાની રાજધાની પણજીથી લગભગ 18 કિલોમીટર દૂર આવેલ છે જો તમે ગોવા ફરવા જાવ ત્યારે જરૂરથી આ કિલ્લાની સુંદરતા અને અરબસાગર ની એક ઝલક દેખવાનું બિલકુલ ન ભૂલશો.
દીવ કિલ્લો, દીવ
દીવ કિલ્લો એક વિશાળ અને મોટો કિલ્લો છે તેનું નિર્માણ પુર્તગાલિઓએ કરાવડાવ્યું હતું આ કિલ્લાની બનાવટ જોઈને તમે પૂર્તગાલી વાસ્તુકળાનો અનુભવ પણ કરી શકો છો. વ્યાપારને વધારો આપવા માટે આ કિલ્લાને બનાવવામાં આવ્યો હતો અહીંથી તમે પ્રશાંત મહાસાગરના વિશાળ રૂપ ને જોઈ શકો છો અને તેની સુંદરતા તથા અહીંનો નજારો દેખવા માટે તમે જરૂરથી એક વખત ત્યાં જાવ.
બેકલ કિલ્લો, કેરળ
પ્રકૃતિના ખોળામાં આવેલા કિલ્લા થી તમે અરબ સાગરના ખૂબ જ શાનદાર મજાનો આનંદ માણી શકો છો તે કેરળમાં આવેલ સૌથી મોટા કિલ્લાઓ માંથી એક છે અહીંથી તમે સૂર્યાસ્તના ખૂબ જ સુંદર દ્રશ્યો નો આનંદ પણ લઈ શકો છો આ કિલ્લાને તમે એ આર રહેમાનના ક્લાસિક ગીત ‘તુ હી રે’ મા પણ જોઈ શકો છો. આ ગીતનું શૂટિંગ આ જગ્યા ઉપર જ થયું છે સમુદ્રથી ઘેરાયેલો આ જગ્યા આપણું મન મોહી લે તેવી છે એક વખત આ કિલ્લાને જોવા માટે જરૂરથી જવું જોઈએ.
આજે ભારતના સૌથી આશ્ચર્યજનક સમુદ્રી કિલ્લા જ્યાંથી તમે આ ઐતિહાસીક સુંદરતાની સાથે સાથે પ્રાકૃતિક નજારા નો પણ આનંદ માણી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ભારતના એવા ઐતિહાસિક કિલ્લા જેની સાથે સાથે તમે સમુદ્રના અલૌકિક અને પ્રાકૃતિક નજારાની મજા પણ માણી શકો છો”