ભગવાન શંકરના તો ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે, જેનો ઇતિહાસ મહાભારત અને રામાયણ સાથે જોડાયેલો છે. તેમાંથી એવું જ એક ભગવાન શિવનું પ્રાચીન મંદિર ઉત્તરાખંડની દેવભૂમિમાં આવેલ છે, જેનો ઇતિહાસ મહાભારત કાળથી જોડાયેલો છે. મંદિરનું અમુક ખાસ મહત્વ અને રહસ્ય છે. ટપકેશ્વર મહાદેવ મંદિર દેહરાદૂનના સૌથી મહત્વના અને પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે અને એક પૌરાણિક માન્યતા અનુસાર આદિકાળમાં ભગવાન શંકરે અહીં દર્શન આપ્યા હતા અને આ મંદિરના શિવલિંગ ઉપર એક પથ્થર માંથી પાણીના ટપકા ટપકતા જ રહે છે, આવો જાણીએ ભગવાન શંકરના આ પ્રાચીન મંદિરનો ઇતિહાસ અને તેનું અદ્ભુત મહત્વ.
આ મંદિરનું નામ ટપકેશ્વર કેવી રીતે પડ્યું?
આ ભોલેનાથને સમર્પિત એક ગુફા મંદિર છે અને તેનું મુખ્ય ગર્ભગૃહ એક ગુફાની અંદર છે, આ ગુફામાં શિવલિંગ ઉપર પાણીના ટપકા હંમેશા પડ્યા જ રહે છે અને તે જ કારણે શિવજીના આ મંદિરનું નામ ટપકેશ્વર પડ્યું, ટપક એક હિન્દી શબ્દ છે જેનો અર્થ ટપકે ટપકે પડવું તેવો થાય છે.
મંદિરના નામની પાછળ છે આ પૌરાણિક કથા
ટાંસ નદીના તટ ઉપર આવેલ ટપકેશ્વર મંદિરની એક પૌરાણિક કથા અનુસાર આ ગુફા દ્રોણાચાર્ય (મહાભારતના સમયે કૌરવ અને પાંડવોના ગુરુ) નો નિવાસ સ્થાન માનવામાં આવે છે, આ ગુફામાં તેમના દીકરા અશ્વસ્થામાનો જન્મ થયો હતો દીકરાના જન્મ બાદ તેમની માતા તેમને દૂધ પીવડાવી શકતી ન હતી, તેમને ભોલેનાથની પ્રાર્થના કરી ત્યારબાદ ભગવાન શિવે ગુફાની છત ઉપર ગાયના આચળ બનાવ્યા અને દૂધની ધારા શિવલિંગ ઉપર વહેવા લાગી, જેના કારણે પ્રભુ શિવનું નામ દૂધેશ્વર પડ્યું અને કળિયુગ ના સમયે આ ધારાએ પાણી નું સ્વરૂપ લઈ લીધું આ જ કારણે આ મંદિરને ટપકેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે.
આ પ્રાચીન મંદિર નું મહત્વ
આ મંદિરમાં ભગવાન શિવ ટપકેશ્વર ના નામથી જાણવામાં આવે છે, અહીં બે શિવલિંગ છે અને આ બંને ગુફાની અંદર પ્રગટ થયા છે, શિવલિંગની ઢાંકવા માટે 5151 રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે મંદિરની આસપાસ માતા સંતોષી ની ગુફા પણ છે, આ મંદિર ટાંસ નામની નદીના તટ ઉપર આવેલું છે દ્વાપર યુગમાં આ નદી તમસા નામથી ખૂબ જ પ્રસિદ્ધ હતી મંદિર પરિસરની આસપાસ ઘણા બધા સુંદર ઝરણા છે, અહીં ઘણી બધી માત્રામાં શ્રદ્ધાળુઓ આવે છે અને સાંજે ભગવાન શંકર નો શણગાર કરવામાં આવે છે.
ગુરુ દ્રોણાચાર્યએ ગુફામાં કરી ભગવાન શંકરની તપસ્યા
એક માન્યતા અનુસાર ગુફામાં કૌરવ અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય ભગવાન શિવની તપસ્યા કરવા માટે આવ્યા હતા. અને 12 વર્ષ સુધી તેમને ભોલેનાથ ની તપસ્યા કરી હતી તથા તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમને દર્શન આપ્યા હતા, અને તેમના અનુરોધ પર જ ભગવાન શંકર અહીં લિંગના સ્વરૂપે સ્થાપિત થઈ ગયા, એક લોક માન્યતા અનુસાર ગુરુ દ્રોણાચાર્યને ભગવાન શંકર આ જગ્યા ઉપર અસ્ત્ર શસ્ત્ર અને ધનુર્વિદ્યા નું જ્ઞાન પણ આપ્યું હતું, આ પ્રસંગનો મહાભારતમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ક્યાં આવેલું છે ભગવાનનું ધામ
આ ઐતિહાસિક ટપકેશ્વર મહાદેવ મંદિર દેરાદુન શહેરથી લગભગ છ કિલોમીટર દૂર તે ગઢી કેન્ટ ખાતે આવેલું છે.શ્રાવણ મહિનામાં અહીં મેળો લાગે છે અને દર્શન માટે ખૂબ જ લાંબી લાઈનો થાય છે એવી માન્યતા છે કે આ મંદિરમાં શ્રાવણ મહિનામાં જળ ચઢાવવાથી ભક્તોની મનોકામના પૂરી થાય છે. ટપકેશ્વર મંદિરમાં દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિર જવા માટે સૌથી નજીક દહેરાદૂન રેલવે સ્ટેશન અને બસસ્ટોપ છે.
વાસ્તુ કળા
પ્રસિદ્ધ ટપકેશ્વર મંદિરની વાસ્તુકલા પ્રાકૃતિક અને માનવનિર્મિત નો ખૂબ જ સુંદર સંગમ છે આ મંદિર બે પહાડોની વચ્ચે આવેલું છે અને શિવલિંગ નું મુખ્ય ગર્ભગૃહ ગુફાની અંદર છે ગુફાની વાસ્તુ કળા પ્રસિદ્ધિનો એક અદભુત નજારો છે, મહાદેવ ટપકેશ્વર મંદિરના દ્વાર 09:00 થી 01:00 સુધી અને 1:30 વાગ્યાથી સાંજે 05:30 વાગ્યા સુધી ખુલ્લો રહે છે.
ઉત્તરાખંડમાં પહાડના ખોળામાં ભગવાન ટપકેશ્વર મંદિર સ્વયં શિવજીની મહિમાનો ગુણગાન કરે છે, આ મંદિર ભક્તિની ગાથા સંભળાવે છે. અમને આશા છે કે તમને અમારો આ આર્ટીકલ ખૂબ જ ગમ્યો હશે આ જ રીતે બીજા આર્ટિકલ વાંચવા માટે જોડાયેલા રહો ફક્ત ગુજરાતી સાથે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team