શું તમારે બાળકોના ભણતર થી લઇને લગ્ન સુધીના ખર્ચની કરવી છે વ્યવસ્થા, તો આ 4 રીતથી તમે મેળવી શકો છો ફંડ

બાળકના ભવિષ્ય માટે બજારમાં ઉપસ્થિત અલગ-અલગ વિકલ્પોમાંથી આપણે કોની પસંદગી કરીએ તે એ વાત પર નિર્ભર કરે છે તે તમે બાળકોની કયા પ્રકારની જરૂર માટે રૂપિયા રોકી રહ્યા છો.

Image Source

આપણા બાળકના ભવિષ્ય માટે આપણે હંમેશાં કંઈક ને કંઈક વિચારતા જ રહીએ છીએ. અને તેમાં પણ બાળક ભવિષ્યમાં જઈને શું કરશે અને તેની વ્યવસ્થા આપણે કઈ રીતે કરીશું તેનો પણ પ્લાન આપણે કરતા જ રહીએ છીએ. તો પોતાના બાળકના ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપણે યોજના શરૂ કરી શકીએ છીએ.

એમાં ઘણા બધા વિકલ્પો હોય છે જેની મદદથી તમે તમારા બાળકના ભવિષ્ય ના ખર્ચા ના હિસાબથી બચત કરી શકો છો. તમે બાળકો માટે અથવા તેમના નામ પર બચત શરૂ કરી શકો છો. કયા વિકલ્પને પસંદ કરવામાં આવે તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે તમારા બાળકોને કેવી જરૂરિયાત માટે રૂપિયા રોકી રહ્યા છો. અહી અમે તમને જણાવી રહ્યા છીએ એવા જ ચાર વિકલ્પો વિશે જ્યાં તમે તમારા બાળક માટે બચત શરૂ કરી શકો છો.

Image Source

FD ફિક્સ ડિપોઝિટ

રોકાણ માટે ફિક્સ ડિપોઝીટ એક સામાન્ય અને ખૂબ જ લોકપ્રિય વિકલ્પ છે. તમે બાળકો ના નામ ઉપર ડિપોઝિટ કરી શકો છો ડિપોઝિટની સૌથી સારી વાત એ છે કે આપણે જરૂરિયાતના સમયે તેમાંથી પૈસા આસાનીથી ઉઠાવી શકીએ છીએ. બાળકોના માતા-પિતા અથવા કાનૂની માતા પિતા જો ઇચ્છે તો ઓછામાં ઓછા 1000 રૂપિયાથી FD શરૂ કરાવી શકે છે. અલગ અલગ બેંકમાં FD નું વ્યાજ દર અલગ અલગ જોવા મળે છે.

Image Source

સુકન્યા સમૃદ્ધિ યોજના

જો તમે બાળકી ના માતા પિતા છો તો તેની માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ખૂબ જ સારું રોકાણ વિકલ્પોમાંથી એક છે. આ યોજનામાં 0 થી 10 વર્ષની ઉમર સુધીની છોકરીઓના નામ માતા-પિતા અથવા કાનૂની વાલી ખાતું ખોલાવી શકે છે. હવે તેની ઉપર 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વર્ષના 250 રુપીયા થી લઈને 1.50 લાખ રૂપિયા સુધી તમે જમા કરાવી શકો છો. આ યોજનામાં રોકાણ કરવા માટે ઇન્કમટેક્સના સેક્સન 80સી ઉપર આપણને તેમાં કપાત પણ મળે છે. તો તમે આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ જરૂરથી કરી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ 15 વર્ષ માટે જ હોય છે બાળકીના 21 વર્ષ પૂરા થાય અથવા તો બાળકીના લગ્ન થાય ત્યારે આ સ્કીમ પૂરી થઈ જાય છે. તેમાં આપણું રોકાણ 15 વર્ષ સુધી જ હોય છે 15 વર્ષથી લઈને 21 વર્ષની વચ્ચેના આ સમયગાળામાં તે સમયનો વ્યાજદરના હિસાબથી પૈસા ઉમેરાતા રહે છે.

Image Source

પી પી એફ PPF

બાળકના સારા ભવિષ્ય માટે પીપીએફ પણ એક સારો વિકલ્પ છે.તેને બાળકોના નામ ઉપર અથવા તો માતા-પિતા તથા કાનૂની વાલી ખોલાવી શકે છે. પીપીએફ ઉપર ઉપસ્થિત વ્યાજ દર 7.1 ટકા છે તેનું મેચ્યોરિટી પિરિયડ 15 વર્ષનો છે. અને તેમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા રોકાણ કરી શકાય છે. પણ 500 રુપિયાથી પીએફ નું ખાતું ખોલાવી શકાય છે પંદર વર્ષ પુરા થયા બાદ એકાઉન્ટને પાંચ-પાંચ વર્ષ અનુસાર આગળ વધારી શકાય છે પી પી એફ માં જમા કરાવતા રૂપિયા આપણને મળતા વ્યાજ અને મેચ્યોરિટી ઉપર મળતી રકમ આ ત્રણેય ટેક્સ ફ્રી છે.

Image Source

મ્યુચ્યુઅલ ફંડ્સ

તમે ઇચ્છો તો તમારા બાળક માટે મ્યુચ્યુઅલ ફંડ પણ ખરીદી શકો છો. તેમાં એસઆઈપીના દ્વારા આપણે હપ્તાઓમાં રોકાણ કરી શકાય છે.પરંતુ ધ્યાન રાખવું કે મ્યુચ્યુઅલ ફંડ બજાર જોખમોથી ભરેલું હોય છે. કોઈની પણ દેખાદેખીમાં તમારે રોકાણ કરવું જોઇએ નહીં. પરંતુ તે વિશે સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ જ તમારે રૂપિયાનું રોકાણ કરવું જોઈએ પોતાની જરૂરીયાતના હિસાબથી તમે કયા ફંડમાં રોકાણ કરવાનું છે તે પ્રમાણે તમે કરો. જો તમે જાતે નિર્ણય કરી શકતા નથી તો કોઈપણ નાણાકીય સલાહકારની મદદ લઈ શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

1 thought on “શું તમારે બાળકોના ભણતર થી લઇને લગ્ન સુધીના ખર્ચની કરવી છે વ્યવસ્થા, તો આ 4 રીતથી તમે મેળવી શકો છો ફંડ”

Leave a Comment