આજકાલ લોકો પોતાના ચહેરાને સુંદર દેખાડવા માટે અલગ-અલગ પ્રકારના ઉપાયો અપનાવે છે. અમુક લોકો પોતાના ચહેરાને સુંદર રાખવા માટે ઘરેલુ ઉપચાર કરે છે, અને અમુક લોકો બહાર પાર્લરમાં જઈને પોતાના શરીરને સુંદર દેખાડવાનું કામ કરે છે. દરેક વ્યક્તિની અલગ-અલગ ઈચ્છા હોય છે, અને તેઓ પોતાની ઈચ્છા અનુસાર પોતાના શરીર સાથે અલગ-અલગ પ્રકારના નુસખા કર્યા કરતા હોય છે અને ઘણા લોકો તો પોતાના ઘરે જ ફેસપેક બનાવીને લગાવતા જોવા મળે છે. આજકાલ બજારમાં પણ અલગ અલગ પ્રકારના ફેસપેક તૈયાર જ મળતા હોય છે, પરંતુ તેને લગાવવાની યોગ્ય રીત અમુક લોકોને જ ખબર હોય છે. તેથી વધુ જલ્દી અને વધુ અસર મેળવવા માટે તમારે ફેસપેક લગાવતી વખતે નીચે આપેલ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
1 ફેસ પેકને વધુ સુકવવા ન દો
ક્યારેય પણ ફેસપેકને સંપૂર્ણ સૂકવવા ન દો, તેને થોડું ભીનું હોય ત્યારે જ તેને ધોઈ નાખવું જોઈએ, ધોવાઈ ગયા બાદ નોર્મલ અથવા સામાન્ય ગરમ પાણીનો ઉપયોગ કરો, એકદમ સૂકાઈ ગયા બાદ તે દૂર કરવાથી ત્વચા ડ્રાય થઈ જાય છે અને તેમાં કરચલી દેખાવા લાગે છે.
2 સ્નાન કર્યા બાદ લગાવો ફેસપેક
સ્નાન કર્યા બાદ ત્વચાના છિદ્રો ખૂલી જાય છે જેનાથી ફેસપેક ચહેરા ની અંદર આસાનીથી જતું રહે છે. તેનાથી ચહેરાની સુંદરતા વધી જાય છે, તેથી ક્યારેય પણ સ્નાન કરતા પહેલા નહીં પરંતુ સ્નાન કર્યા બાદ જ ફેસપેક લગાવવું જોઈએ.
3 મસાજ કરીને લગાવો ફેસપેક
તમે સોશિયલ મીડિયા ઉપર ફેસ પેક લગાવવા માટે બ્રશનો ઉપયોગ કરતા ઘણા બધા વિડીયો જોયા હશે, પરંતુ તેને યોગ્ય રીત નથી, મસાજ કરીને જ ફેસપેક લગાવવો, તેનાથી ફેસપેક ચહેરા ના અંદર સુધી પહોંચીને કામ કરે છે, અને તેનાથી ચહેરા ઉપર લોહીનું સર્ક્યુલેશન વધી જાય છે અને ચહેરો વધુ ચમકવા લાગે છે.
4 ફેસપેક લગાવ્યા બાદનું જરૂરી કામ
ફેસપેક દૂર કર્યા બાદ પાણીનો ઉપયોગ કર્યા બાદ ચહેરા ઉપર ટોનર અથવા ગુલાબ જળ જરૂર લગાવવો જોઈએ, તેનાથી ત્વચામાં ગ્લો આવે છે, અને કોઈ પણ પ્રકારની એલર્જી થવાના ચાન્સ ઓછા થઈ જાય છે.
5 ફેસપેક લગાવીને વાતચીત કરવી જોઈએ નહીં
ફેસપેક લગાવીને વાતચીત કરવાથી ચહેરો સંકોચાઈ જાય છે, જે તમારા ચહેરાની ત્વચાને ઢીલો કરે છે. તેનાથી વધુ સમય કરતાં પહેલાં જ તમે વૃદ્ધ દેખાઈ શકો છો, તો ફેસ પેક લગાવ્યા પછી આંખો બંધ કરી આરામ કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team