સૂર્યના હાનિકારક કિરણોથી શરીરને બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે આ 5 ઘરેલુ નુસખા

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, અને ઉનાળામાં બપોરે કાળઝાળ ગરમી પણ પડે છે.અને આ તાપ આપણા શરીરને દઝાડી મૂકે તેવો હોય છે.લોકો આ તાપથી ખૂબ જ હેરાન પરેશાન પણ થઈ જાય છે તેથી જ તેઓ બપોરે ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે. પરંતુ જે લોકો નોકરી કરતા હોય છે તેમને ફરજિયાત ઘરની બહાર જવું જ પડે છે અને તેમને પોતાના શરીરને પણ આ ખતરનાક તાપથી બચાવવાનું હોય છે. અને લોકો તાપથી બચવા માટે અલગ અલગ સનસ્ક્રીન લોશન નો ઉપયોગ પણ કરે છે, પરંતુ આજે અમે તમારી સમક્ષ એવા નુસખા લઈને આવ્યા છે જેને લગાવીને તમે તાપમાં બહાર નીકળી શકો છો અને તમારા શરીરને બચાવી શકો છો.

Image Source

1 કાકડી ની મદદથી

એક તાજી કાકડી ને ક્રશ કરી લો, હવે તેમાં દૂધ અને લીંબુનો રસ ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા ઉપર હાથ ગરદન તથા જ્યાં તેની જરૂર હોય ત્યાં તેને લગાવવું અને જ્યારે તે સારી રીતે સૂકાઈ જાય ત્યારબાદ તેને ધોઇ નાખો.

Image Source

2 હળદર ચણાનો લોટ અને દૂધ

ચણાના લોટમાં થોડી હળદર ઉમેરો અને દૂધ ની મદદથી તેની એક સારી પેસ્ટ તૈયાર કરો, ત્યારબાદ આ પેસ્ટને જ્યાં ટેનિંગ થઈ ગયું છે તે જગ્યા ઉપર લગાવો, અને થોડુક સુકાઈ જવા દો. ત્યારબાદ નોર્મલ પાણીથી સ્ક્રબ કરીને આ ફેસપેકને દૂર કરો.

Image Source

3 લીંબુની મદદથી

લીંબુ બ્લીચીંગ એજન્ટ ની જેમ કામ કરે છે, અને જેનો ઉપયોગ તમે ટેનિંગથી લઈને પીગમેંટેશન, સુંદર ત્વચા માટે કરી શકો છો. લીંબુના રસને ચહેરા ઉપર હાથ પગ ઉપર લગાવીને ઓછામાં ઓછી 15 મિનિટ સુધી રહેવા દો, ત્યાર બાદ તેને ધોઈ નાખો. લીંબુ અને સાથે તમે મધ ઉમેરીને પણ ઉપયોગમાં લઇ શકો છો તેનાથી ટેનિંગ દૂર થશે અને ત્વચા મોઇશ્ચરાઇઝ રહેશે.

Image Source

4 બટાકા ની મદદથી

બટાકાના ટુકડાને છીણી નાખો અને તેનો રસ બહાર કાઢો, ત્યારબાદ આ રસને ટેનીંગની જગ્યા ઉપર લગાવો, ત્યારબાદ સુકાઈ જાય પછી તેને ધોઈ નાખો. બટાકાના રસ ને તમે ડાર્ક અંડર આર્મ્સ માંથી છુટકારો મેળવવા માટે પણ કરી શકો છો.

Image Source

5 દહીં ની મદદથી

એક વાટકીમાં દહી લઈને તેમાં હળદર ઉમેરો, અને એક સ્મુધ પેસ્ટ તૈયાર કરો, ત્યારબાદ આ પેસ્ટને નહાવાના ઓછામાં ઓછા 20 મિનિટ પહેલા લગાવો, અને કાળી પડી ગયેલી ત્વચા થી છુટકારો મેળવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment