આજ કાલની ખાણીપીણી ખુબ જ અલગ પ્રકારની થઈ ગઈ છે, લોકો ઘર કરતા બહારનું ભોજન લેવાનો ખૂબ જ પસંદ કરે છે અને તેના જ કારણે આજકાલ ઘણા બધા લોકો મેદસ્વિતાથી ખૂબ જ પરેશાન રહે છે. અને તેના કારણે બીજી ઘણી બધી અનેક બીમારી પણ ઉભી થઇ શકે છે. ઘણી બધી મહિલાઓને પીરિયડ્સ સમયસર આવી જાય છે તો અમુક મહિલાઓનો પીડિયડ્સ આવતા ઘણો બધો સમય પણ લાગી જાય છે અમુક વખત પાંચ દિવસ ચડી જાય છે અથવા તો અમુક દિવસ દસ દિવસ કે પછી એકેક મહીનો તેમના પિરિયડ લંબાઈ જાય છે. તો આજે આપણે જાણીશું પીરિયડ્સ લંબાવવાના કારણો.
1 મેદસ્વિતા હોઈ શકે છે ખૂબ જ મોટું કારણ
પિરિયડ્સ અનિયમિત હોવાની પાછળ મેદસ્વીતા એક મોટું કારણ હોઇ શકે છે, જેના કારણે બીજી ઘણી બધી બિમારી શરીરમાં ઘર કરવા લાગે છે. તેથી વધતા વજનને તમારે સામાન્ય ન સમજીને તેને કંટ્રોલમાં રાખતાં શીખવું જોઈએ.
2 બાળક નિયંત્રણની દવાઓ લેવાને કારણે
બાળક કંટ્રોલની દવાઓને કારણે પણ પિરિયડ લંબાઈ શકે છે. પરંતુ તેની માટે સંપૂર્ણ રીતે બાળક કંટ્રોલ દવાને જવાબદાર ગણી શકાય નહીં, પરંતુ બીજી અન્ય દવાઓ પણ કારણ બની શકે છે. આ દવાઓના કારણે પણ પિરિયડ્સ મોડા આવી શકે છે, અને ખૂબ જલ્દી પણ આવી શકે છે, તેવી પરિસ્થિતિમાં તમારે જરૂરથી ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
3 તણાવ હોઈ શકે છે એક કારણ
તણાવની અસર શરીર ઉપર ઘણી બધી રીતે પડતી જોવા મળે છે, જેમાં પીરિયડ્સ પણ સામેલ છે. તણાવથી GNRH નામના હોર્મોનની માત્રા ઓછી થઈ જાય છે, અને તેના જ કારણે ઓવ્યુલેશન અથવા તો પીરિયડ્સ આવતા નથી. પોતાને જાતને રિલેક્સ રાખો અને નિયમિત પિરિયડ્સ સાયકલને ફરીથી પાછી લાવવા માટે ડોક્ટરનો સંપર્ક કરો.
4 દિનચર્યા માં બદલાવ હોઈ શકે છે કારણ
શિડયુલ બદલાવું, નાઈટ શિફ્ટમાં કામ કરવું, શહેરથી બહાર આવવું જવું, અથવા તો ઘરમાં કોઈ પણ લગ્ન અથવા ફંક્શન દરમિયાન આપણા રૂટિનમાં ઘણા બધા પ્રકારના બદલાવ આવતા હોય છે. શરીરને જયારે આ નવા શિડ્યૂલની આદત થઈ જાય જ્યારે આપણે સામાન્ય દિનચર્યામાં પાછા આવી જઈએ છીએ ત્યારે પિરિયડ્સ પણ નિયમિત થઈ જાય છે.
5 બીમારી હોઈ શકે છે તેનું કારણ
અચાનક જ આવેલો તાવ શરદી ખાંસી અથવા તો કોઈ પણ લાંબી બીમારીને કારણે પણ પીડિયડ્સ લંબાઈ શકે છે. અને તે અસ્થાયી રૂપથી હોય છે, એક વખત તમે જ્યારે તે બીમારીમાંથી ઠીક થઈ જાવ છો ત્યારે તમારા પિરિયડ્સ ફરીથી નિયમિત થઈ જાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team