લગ્નને યાદગાર બનાવવાનું પ્લાનિંગ આપણે કેટલાય મહિનાઓથી કરી રહ્યા છીએ, પરંતુ કેટલીકવાર બજેટના કારણે ઘણી બધી વસ્તુઓમાં કાપ મૂકવો પડે છે, તો આજે અમે એવી કેટલીક જગ્યાઓ વિશે જાણવાના છીએ જે બજેટ ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ છે.
લગ્નની સિઝન ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. પરંતુ કોરોનાના વધતા જતા કેસોએ ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે, તેથી બેશક તમારે ગેસ્ટ લીસ્ટ ટૂંકી કરવી પડશે પરંતુ તમારા ડેસ્ટિનેશન વેડિંગની ખૂબ સારી તક છે. જેમાં તમે ગણતરીના મહેમાનો સાથે ખૂબ જ ઓછા બજેટમાં તમારા આ દિવસને હંમેશા માટે યાદગાર બનાવી શકો છો. તો ચાલો જાણીએ આવા જ કેટલાક બજેટ વેડિંગ ડેસ્ટિનેશન વિશે.
•ઉદયપુર – રાજસ્થાનની એક ખૂબ જ સુંદર જગ્યા છે, જ્યાં દરેક ખૂણામાં સુંદરતા વસે છે. જે તમારા લગ્નજીવનમાં રોયલ ટચ આપવાનું કામ કરશે. સૌથી સારી વાત એ છે કે અહીં લગ્ન કરવા માટે તમારે વધારે પૈસા પણ ખર્ચવા નહીં પડે. ઓછા મહેમાનો સાથે અહીં લગ્ન કરવાનો ઇરાદો જિંદગીભર માટે યાદગાર ક્ષણ બની રહેશે.
•જયપુર – રાજસ્થાનનું બીજું સૌથી સુંદર અને લોકપ્રિય સ્થળ. જે માત્ર ફરવા માટે જ નહીં પરંતુ લગ્ન માટે પણ પરફેક્ટ છે. અહીં એવા ઘણા જૂના કિલ્લા અને ઈમારતો છે જે તમારા લગ્નને રોયલ બનાવી શકે છે. જયપુર આમ તો શોપિંગ માટે પણ શ્રેષ્ઠ સ્થળ છે.
•મસૂરી – શિયાળામાં આ જગ્યા પસંદ કરવી એ યોગ્ય વિચાર ન હોય શકે, પરંતુ જો તમારા લગ્ન ઉનાળામાં થવાના હોય તો તમે આ જગ્યાને લિસ્ટમાં સામેલ કરી શકો છો. ચારેબાજુ પહાડો અને હરિયાળી લગ્નને તો યાદગાર બનાવશે જ સાથે સાથે ફોટા પણ લાજવાબ આવે છે. દિલ્હીમા રહેનારાઓ માટે બજેટમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે મસૂરી બેસ્ટ છે.
•કસૌલી – ઉત્તરાખંડ અને હિમાચલની મોટાભાગની જગ્યાઓ એવી છે કે જ્યાં સુંદર દ્રશ્યોની કોઈ ઉણપ નથી અને સાથે સાથે ઓછા પૈસામાં હરવા ફરવા થી લઈને લગ્ન જેવા મોટા પ્રસંગોને પણ બજેટમાં મેનેજ કરી શકાય છે.
•મહાબળેશ્વર – મહારાષ્ટ્રમાં આ સમયે પણ હવામાન એવું હોય છે કે જ્યાં તમે નોર્મલ કપડાંમાં પણ આરામદાયક રહી શકો છો. તેથી આ જગ્યાએ પણ લગ્ન કરવાનો વિચાર યોગ્ય રહેશે. જ્યાં વર-કન્યા જ નહીં પરંતુ મહેમાનો પણ ભરપૂર આનંદ માણી શકશે.
•આગ્રા – દિલ્હીથી તમે થોડા કલાકોની મુસાફરી કરીને આગ્રા પહોંચી શકો છો. જે લગ્ન માટે એકદમ રોમેન્ટિક અને રોયલ ડેસ્ટિનેશન છે. જો તમે ડેસ્ટિનેશન વેડિંગનું પ્લાનિંગ તો કરી રહ્યા છો પરંતુ વધારે પૈસા ખર્ચવા નથી માંગતા, તો આ પસંદ કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “શું તમે ઓછા ખર્ચે ડેસ્ટીનેશન વેડિંગ માટે સ્થળ શોધી રહ્યા છો!!! તો આ 6 સ્થળોની મુલાકાત ચોક્કસ લો”