ભૂલથી પણ આ દિશામાં ન લગાવો અરીસો, ઘરમાં અરીસો લગાવતી વખતે ધ્યાનમાં રાખો આ વાસ્તુશાસ્ત્રના નિયમો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ઉપસ્થિત દરેક વસ્તુ માંથી ઉર્જા નીકળે છે અને આ ઉર્જા દરેક વ્યક્તિ પર ખરાબ અથવા તો સારી અસર નાખી શકે છે. તેથી જ ઘરમાં કોઈપણ વસ્તુ મૂકતી વખતે આ વાતનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ, નહીંતો વાસ્તુ દોષ લાગે છે અને આ જ રીતે ઘરમાં અરીસો લગાવતી વખતે વાસ્તુનો વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તેની ખરાબ અસર વ્યક્તિના જીવન ઉપર ખૂબ જ પડે છે જાણો ઘરમાં અરીસો લગાવતી વખતે કઈ-કઈ ખાસ બાબતો નું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

ઘરમાં અરીસો લગાવતી વખતે ધ્યાન રાખો આ ખાસ બાબતો

અરીસા ને ક્યારેય પણ પશ્ચિમ અથવા દક્ષિણ દિશાની દીવાલ ઉપર લગાવવો જોઈએ નહીં, તેને દેખનાર વ્યક્તિ ઉપર ખરાબ અસર પડે છે, અને ઘરમાં હંમેશાં ક્લેશ થયા કરે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર હંમેશા અરીસાને પૂર્વ અથવા ઉત્તર દિશાની તરફ લગાવવો જોઈએ. આ દિશામાં અરીસો મૂકવાથી ઘરમાં ખુશહાલ વાતાવરણ રહે છે.

ઘરમાં ક્યારેય તૂટેલો અરીસો રાખવો જોઈએ નહીં, જો તમારા ઘરમાં ઉપસ્થિત કાચ થોડો પણ તૂટી ગયો હોય તો તેને તૈયારીમાં જ ફેંકી દેવો જોઇએ. નહીં તો ઘરમાં નેગેટિવ એનર્જી વધી જાય છે.

અરીસાને ક્યારેય પણ ગંદો રાખવો જોઈએ નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસાનું ગંદુ હોવું તે ઘરમાં નકારાત્મક ઉર્જાનું વધવું હોય છે.

બેડરૂમમાં અરીસો લગાવેલો છે તો તેને હંમેશા એવી દિશામાં મૂકો કે સૂતી વખતે તમારું શરીરનું એક પણ અંગ તેમાં દેખાઈ શકે નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે આ પ્રકારથી અરીસો લગાવેલો હોવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ખરાબ અસર પડે છે.

જો તમારા બેડરૂમમાં કોઇ બીજી દિશા નથી તો રાત્રે સૂતી વખતે અરીસા ઉપર કોઈ કપડું નાખી દો, તેનાથી તેનો પ્રભાવ ઓછો થઈ જશે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં અરીસો લગાવતી વખતે એ વાતનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ કે અરીસા એકબીજાની સામે લાગેલા ન હોય, કારણ કે તેનાથી ઘરમાં તણાવ ઉત્પન્ન થાય છે.

બાથરૂમમાં અરીસો લગાવતી વખતે ધ્યાનમાં રાખો કે તે બિલકુલ દરવાજાની સામે ન હોય, તેનાથી વાસ્તુ દોષ લાગે છે.

ઘરમાં ક્યારેય પણ અણીવાળા આકારના અરીસા લગાવવા જોઈએ નહીં, કારણ કે આ પ્રકારના અરીસાને અશુભ માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં અરીસો લગાવવો શુભ માનવામાં આવતું નથી, તેથી જ તેને આ જગ્યાએ બિલકુલ લગાવવું જોઈએ નહીં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

Leave a Comment