નિવૃત્તિ એટલેકે એવો સમયગાળો છે જેમાં તમે શાંતિથી અને આરામથી પોતાની પાછળની જિંદગીનો સમય પસાર કરી શકો છો અને અમુક લોકોને નિવૃત્તિ એટલે પોતાના જીવનના 60 વર્ષ. અને 60 વર્ષની ઉંમર સુધી વ્યક્તિ પહોંચતા પહોંચતા ઘણી બધી રીતે નકારાત્મક પણ થઇ જતા હોય છે અને તેમાં હકીકત એ જ હોય છે કે તેઓ હવે 60 વર્ષના થઈ ગયા છે તેથી હવે તેમના થી કઈ જ કામ થશે નહીં અને તેમની ઉંમર પણ થઇ ગઇ છે પરંતુ એવું બિલકુલ નથી હોતું, કારણકે સાહીઠ તો માત્ર એક નંબર જ છે જો તમે મનથી જ દ્રઢ નિશ્ચય કરશો તો તમે 60 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સ્વસ્થ અને ફિટ રહી શકો છો અને તેની માટે અહીં અમુક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જેને ફોલો કરીને તમે પણ 60 વર્ષની ઉંમર માં ફિટ અને સ્વસ્થ રહી શકો છો.
1 દિલ તો એક નાના બાળક જેવું જ છે
અમુક અધ્યાયનો માં અમુક કન્સેપ્ટ હોય છે કે આઈ એમ 25, એટલે કે તેનો અર્થ એ થાય છે કે તમે ભલે 60 વર્ષના છો પરંતુ તમારે મનથી કરવાનો છે કે હું હજુ માત્ર 25 વર્ષના જ છો અને તમારે એ વિચારવાનું છે કે તમે જ્યારે 25 વર્ષના હતા ત્યારે તમે કેટલો ઉત્સાહ અને કેટલા જોશ સાથે કામ કરતા હતા એ જ જો તમારે આ ઉંમરમાં ફરી પાછો લાવવાનો છે અને તમને ત્યારે બિલકુલ એવો અનુભવ નહીં થાય તે હવે તમે 60 વર્ષના થઈ ગયા છો.
2 શરીરને મજબૂત રાખો
જો તમે શરૂઆતના વર્ષોથી જ પોતાના શરીરને સ્વસ્થ અને ફિટ રાખ્યું હશે તો 60 વર્ષનો આંકડો તમારું કંઈ જ બગાડી શકશે નહીં, અને જો તમે પહેલા કોઈ કસરત કરી નથી તો હવે તમે આ ઉંમરમાં પણ કસરત કરવાની શરૂઆત કરી શકો છો. તેની માટે તમારે એક સમય નક્કી કરવાનો છે અને એક રૂટીન બનાવવાનું છે તમને જે કંઈ પણ કસરત અથવા તો જે કોઈ વર્કઆઉટ ગમતું હોય તો તમે તે કરવાનું શરૂ કરો તેનાથી તમે ખુશ પણ રહેશો અને જવાન પણ દેખાશો.
3 નિયમિત ડૉક્ટર પાસે તપાસ કરાવો
એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે વર્ષમાં બે વખત તમારા શરીરનો સંપૂર્ણ બોડી ચેકઅપ કરાવો. આમ કરવાથી તમને તે વાતથી માહિતગાર થશો કે તમારા શરીરમાં કોઇ તકલીફ છે કે નહીં અને તેના જ કારણે તમને સમયસર દવા મળશે. તદુપરાંત તે તકલીફ સામે લડવા માટે તમે તમારા શરીરને તૈયાર કરશે અને આ બાબતનો જો તમે ધ્યાન રાખશો તો તે પ્રમાણમાં ઓછું ખર્ચાળ પણ સાબિત થઈ શકે છે.
4 આ ઉંમરમાં પણ મિત્રોની સંગત માં રહો
ઘણી વખત વ્યક્તિ 60 વર્ષના થઈ જાય ત્યારે ખૂબ જ એકલતાનો અનુભવ કરે છે અને તેમનો પરિવાર પણ પોતાની જ મસ્તીમાં મસ્ત હોય છે ત્યારે તેવી પરિસ્થિતિમાં તમારે એક મિત્ર વર્તુળ જરૂરથી બનાવવું જોઈએ અને તેમની સાથે દરરોજ પહેરવા માટે પણ જવું જોઈએ જો તમારું એક આ પ્રકાર નું ગ્રુપ હશે તો તમે તેમની સાથે પોતાના સુખ દુઃખની વાતો કરી શકો છો અને તમે તે રીતે માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકો છો.
5 પોતાના શરીરને એક્ટિવ રાખો
તમે નિવૃત્તિના સમય પહેલાં જે કંઈપણ કાર્ય કરવાનું વિચાર્યું હોય તે હવે તમે નિવૃત્તિ બાદ જરૂરથી કરી શકો છો. તેથી જ તમારી જાતને કોઇ ને કોઇ કાર્યમાં વ્યસ્ત રાખો તેનાથી તમે ખુશ પણ રહેશો અને તમારું શરીર પણ સ્વસ્થ અને ફિટ રહેશે.
6 ખાવાપીવામાં ધ્યાન રાખો
અમુક ઉંમર થઈ જાય ત્યાર પછી તમારે વધુ ચટાકેદાર અને તીખા વ્યંજનો ખાવા જોઈએ નહીં અને તમારો ખોરાક ભલે તમને ગમતો હોય પરંતુ તેની સાથે સાથે હળવો અને પોષ્ટીક ખોરાક પણ જરૂરથી લેવો જોઈએ. તમને ભાવતા વ્યંજનો જરૂરથી તમારે ખાવા જોઈએ પરંતુ તેની સાથે સાથે તમારે તમારા તબિયતનું ધ્યાન રાખીને તેનું સેવન કરવું જોઇએ નહીં તો તમારા તબિયત ઉપર વિપરીત અસર પણ નાખી શકે છે.
તો આ હતા ઉપાયો જે તમે નિવૃત્તિના સમય બાદ જરૂરથી અપનાવી શકો છો અને તમે માનસિક તથા શારીરિક રુપે સ્વસ્થ તથા ફિટ રહી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team