મોજીટો એક એવું સોફ્ટ ડ્રિંક છે જે તમને મોંઘી હોટલ કે રેસ્ટોરન્ટમાં પીવા મળે છે. પરંતુ આજે હું તમને જણાવીશ કે તેને ઘરે કેવી રીતે બનાવવું. તમે તેને 2 મિનિટમાં બનાવી શકો છો.
સાચું કહું તો, હું થોડા દિવસો પહેલા એક હોટેલમાં ગઈ અને મોજિટોનો ઓર્ડર આપ્યો હતો. શરૂઆતમાં મને તેનો ટેસ્ટ મને ન ગમ્યો પરંતુ પછીથી મને તેનો ટેસ્ટ ગમવા લાગ્યો અને પછી મેં વિચાર્યું કે હું પણ આના જેવું બનાવતા શીખીશ. અને ઘરે આવ્યા પછી મેં બનાવવાનો પ્રયત્ન કર્યો અને તે ખરેખર સારું બન્યું. તેટલાં માટે જ આજે હું તમારી સાથે શેર કરી રહી છું.
આ પોસ્ટમાં હું તમને ત્રણ રીતે મોજિટો બનાવતા શીખવીશ
- Virgin Mojito
- Orange Mojito
- Strawberry Mojito
મોજીટો બનાવવાની સામગ્રી :-
•Virgin Mojito બનાવવા માટે:-
- લીંબુના ટુકડા – 6/8
- ફુદીનાના પાન – 8/10
- MUDDlE (તેને ક્રશ કરવા માટે)
- છીણેલો બરફ – 1 કપ
- ખાંડ પાવડર – 2 ચમચી
- સોડા વોટર
Orange Mojito બનાવવા માટે:-
- લીંબુના ટુકડા – 1/2 કપ
- નારંગી સ્લાઇસ – 5-7
- ફુદીનાના પાન – 8/10
- MUDDlE (તેને ક્રશ કરવા માટે)
- છીણેલો બરફ – 1 કપ
- ખાંડ પાવડર – 2 ચમચી
- નારંગીનો રસ – 1/4 કપ
- સોડા વોટર
Strawberry Mojito બનાવવા માટે:-
- સ્ટ્રોબેરી – 1/2 કપ
- લીંબુના ટુકડા – 3/4
- ફુદીનાના પાન – 8/10
- MUDDlE (તેને ક્રશ કરવા માટે)
- બરફનો ભૂકો – 1 કપ
- ખાંડ પાવડર – 2 ચમચી
- સોડા વોટર
ચાલો મોજિટો બનાવવાનું શરૂ કરીએ, સૌથી પહેલા Vergin Mojito થી શરૂઆત કરીએ…
1. સૌથી પહેલા એક ગ્લાસ લો અને તેમાં લીંબૂ અને ફુદીનાના પાન નાખો.(તેમાંથી બે થી ત્રણ ટુકડા સર્વ કરવા માટે બચાવવા)
2. પછી તેને સરખી રીતે ક્રશ કરો.
3. હવે તેમાં બે-ત્રણ લીંબુના ટુકડા, બે થી ત્રણ ફુદીનાના પાન અને બરફનો ભૂકો નાખો.
4. પછી તેમાં ખાંડ નો પાવડર અને એક થી બે લીંબુના ટુકડા નાખી દો.(આ વખતે લીંબુ વૈકલ્પિક છે)
5. પછી તેમાં થોડા નાખી અને ભેળવી દો. અને તેમાં એક લીંબુ ની સ્લાઈસ લગાવી દો. તમારો Vergin Mojito બનીને તૈયાર છે.
હવે જઈએ બીજી રેસીપી તરફ Orange Mojito
1. સૌથી પહેલા એક ગ્લાસ લો અને તેમાં લીંબુ, ફુદીનાના પાન અને નારંગી નાખી દો.(તેમાંથી બે થી ત્રણ ટુકડા સર્વ કરવા માટે રાખો)
2. ત્યાર પછી તેને સરખી રીતે ક્રશ કરી લો.
3. હવે તેમાં બે-ત્રણ લીંબુના ટુકડા, બે થી ત્રણ ફુદીનાના પાન,બેથી ત્રણ નારંગીના ટુકડા અને બરફનો ભૂકો નાખો.
4. પછી તેમાં ખાંડનો પાવડર નાખો.
5. ત્યારબાદ તેમાં નારંગીનો રસ અને સોડા વોટર ઉમેરો.
અને તેમાં એક નારંગીની સ્લાઈસ લગાવી દો અને તમારું Orange Mojito બનીને તૈયાર છે.
હવે જઈશું ત્રીજી રેસીપી તરફ Strawberry Mojito
1. સૌથી પહેલા એક ગ્લાસ લો અને તેમાં સ્ટોબેરી લીંબુ અને ફુદીનાના પાન નાખો.(તેમાંથી બે ત્રણ ટુકડા સર્વ કરવા માટે રાખો )
2. પછી તેને સરખી રીતે ક્રશ કરો.
3. બરફનો ભુક્કો અને ખાંડ નાખો.
4. ત્યાર પછી તેમાં થોડું લીંબુ અને સ્ટ્રોબેરી નાખો અને પછી સોડા વોટર નાખીને મિક્સ કરો.
તેમાં એક સ્ટ્રોબેરી સ્લાઈસ લગાવી દો અને તમારો Strawberry Mojito બનીને તૈયાર છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team