આ છે ન્હાવાની સાચી રીત, જાણો દરેક ફાયદા

Image Source.

આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે સ્નાન કરવું આપણે માટે ખૂબ જ જરૂરી છે, અને સ્નાન કરવાથી તમે દરેક વ્યક્તિ એ જોયું હશે કે આપણે કેટલી તાજગીનો અનુભવ કરીએ છીએ. જો તમે પોતાના જીવનમાં સ્નાનની યોગ્ય રીત અપનાવશો તો તમે જોશો કે તેનાથી તમને સ્વસ્થ રહેવામાં ખુબ જ મદદ મળશે, કારણકે લગભગ બીમારી ગંદકીથી જ હોય છે તેથી જ તમે આજથી જ સ્નાન કરવાની યોગ્ય રીત અપનાવો.

સૌથી પહેલા તમારે એક સ્નાનના વિષયમાં અમુક નાની નાની વાતો ખૂબ જ જરૂરી છે.

Image Source

1 પોતાના શરીરની તાસીર અનુસાર પાણીનો ઉપયોગ કરો.

તમે સૌથી પહેલા પોતાના શરીરની તાસીર જરૂરથી તપાસો. તાસીર ઉપર ઘણું બધું નિર્ભર કરે છે તેનાથી તે માહિતી મળે છે કે તમારું શરીર ઠંડી તાસીર છે કે ગરમ, તેની સાથે જે લોકોને શરદીની તકલીફ રહે છે તેમને એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમને હંમેશા સામાન્ય ગરમ પાણીથી જ ના હોવું જોઈએ, અને તેનાથી વિપરીત જે લોકોને આ તકલીફ રહેતી નથી અથવા તો જેનું શરીર ગરમ હોય છે અને જેમને વધુ પરસેવો થાય છે તેમને ઠંડા પાણીથી જ સ્નાન કરવું જોઈએ, તો આ પ્રકારે તમે સૌથી પહેલા પોતાના માટે પાણીની પસંદગી કરો.

Image Source

2 યોગ્ય સાબુની પસંદગી કરો.

અમુક લોકોને તમે જોયા હશે કે કોઈના પણ કહેવાથી પોતાનો સાબુ બદલી નાખે છે, એવું બિલકુલ કરવું જોઈએ નહીં. તમારી ત્વચાને જે સાબુ ફિટ બેસી ગયો હોય તે સાબુનો જ તમે ઉપયોગ કરો. વધુ સાબુ બદલવાથી તમારી નાજુક ત્વચા ખરાબ પણ થઇ શકે છે, તેથી જે સાબુ તમારી ત્વચા માટે સારો હોય તેનો જ ઉપયોગ કરો.

Image Source

3 ઉબટનનો ઉપયોગ કરો.

આજના સમયમાં ઉબટનનો ઉપયોગ ઘણા બધા લોકો ઓછો કરે છે, કારણકે આજે એટલા બધા પ્રોડક્ટ બજારમાં મળે છે જેના કારણે લોકો થોડીક પણ મહેનત કરવાનું પસંદ કરતા નથી. પરંતુ સાબુ કરતાં વધુ સારું હોય છે પહેલાના સમયમાં જૂના લોકો તેનો જ ઉપયોગ કરતા હતા અને તેની પાછળનું એક કારણ પણ છે જો તમે તેનો ઉપયોગ કરો છો, તો તમે જોશો કે તમારી ત્વચામાં એક અલગ જ પ્રકારની ચમક જોવા મળશે, તેની માટે તમારે ઉબટનનો ઉપયોગ હંમેશા કરવો જોઈએ તમે તેને અઠવાડિયામાં એક વખત ઉપયોગમાં લઈ શકો છો.

Image Source

4 રાત્રે સ્નાન કરીને સૂવાથી થાક જલદી દૂર થાય છે.

તમે જોયું હશે કે સાંજ થતાં થતાં જ લગભગ લોકોને થાક લાગી જાય છે અને આખા દિવસભર નો તણાવ હોવાના કારણે ચીડિયાપણું અને થાક થવા લાગે છે જો તમે એક વખત સુતા પહેલા રાત્રે સ્નાન કરો છો તો તમારી અંદર નો થાક દૂર થઇ જાય છે અને તમે ફરીથી તાજગીનો અનુભવ કરો છો.

Image Source

5 દિવસમાં ઓછામાં ઓછું એક વખત જરૂર સ્નાન કરવું જોઈએ

અમુક લોકો આ રસને કારણે અથવા તો અમુક લોકો પોતાની વ્યસ્તતાને કારણે તથા બીજા ઘણા બધા કારણોથી ઘણા બધા દિવસ સુધી સ્નાન કરતા નથી, તમારે તેવું બિલકુલ કરવું જોઈએ નહીં, તમારે દિવસમાં એક વખત જરૂર થી સ્નાન કરવું જોઈએ. કારણ કે સ્નાન કરવાનું પોતાનું જ એક મહત્વ છે. તેને સમયની બરબાદી સમજવી જોઈએ નહીં તમે દરેક વ્યક્તિએ આ વસ્તુને જરૂર મહેસૂસ કરી હશે કે જ્યારે તમે સ્નાન કરીને બહાર આવો છો ત્યારે તમારી અંદર એક અલગ જ તાજગીનો અનુભવ થાય છે. તેથી જ દિવસમાં એક વખત જરૂર સ્નાન કરવું જોઈએ.

નિયમિત સ્નાન કરવાના લાભ

સ્નાન કરવાથી તમને ઘણા બધા લાભ થઈ શકે છે,જેને આપણે જિંદગીમાં તેની તરફ ધ્યાન જ નથી આપ્યું તો તમારા આ સવાલનો ઉત્તર અમે તમને આપીએ છીએ કે સ્નાન કરવાથી કયા લાભ થાય છે

  • તાજગીનો અનુભવ થાય છે
  • સારા વિચાર આવે છે
  • સ્નાન કરવાથી લોહી પરિભ્રમણ માં સુધારો થાય છે
  • શરીરમાંથી દુર્ગંધ આવતી નથી.
  • શરીર સાફ રહે છે.
  • શરીરમાં કોઈ પણ પ્રકારનો મેલ જમા થતો નથી.
  • સ્નાયુઓમાં દુખાવો ઓછો રહે છે.
  • સકારાત્મક વિચારોનું આદાન-પ્રદાન રહે છે.
  • સ્નાન કરવાથી તમારા શરીરનો બ્લડ પ્રેશર ઓછું કરવામાં પણ મદદ મળે છે.
  • સ્નાન કરવાથી ત્વચાસ્નાન છિદ્રો ખૂલી જાય છે અને ત્વચામાં નિખાર આવે છે.
  • બીમારી દૂર રહે છે.

હવે જાણીએ સ્નાન કરવાની યોગ્ય રીત કઈ છે?

દરેક વ્યક્તિ જાણે છે કે આપણે સ્નાન કરવું જોઈએ, પરંતુ માત્ર સ્નાન કરવું જ પૂરતું નથી તેને યોગ્ય રીતે જાણવું પણ તમારી માટે એટલું જ જરૂરી છે હવે તમે વિચારો કે સ્નાન કરવાની પણ કોઇ રીત હોય છે. હા, સ્નાન કરવાની પણ રીત હોય છે.તેની માટે સૌથી પહેલા તમારે તેની શરૂઆત પોતાના માથાથી કરવી જોઈએ લગભગ લોકો સ્નાન કરતી વખતે પગથી શરુ કરે છે પરંતુ આ રીત ખોટી છે જ્યારે તમે માથાથી સ્નાન કરો છો ત્યારે તમારા શરીરની બધી જ ગરમી નીચે ઉતરવા લાગે છે, તો આ રીતે તમે સ્નાન કરવાની પ્રક્રિયા શરૂ કરો. ત્યારબાદ તમે ખભા અને હાથ ઉપર પાણી નાખો અને સૌથી છેલ્લે તમારા પગ ઉપર પાણી નાખો આ રીતે તમે તમારા સંપૂર્ણ શરીરને ધુઓ, સ્નાન કરવાની યોગ્ય રીત છે આ રીતને અપનાવીને તમે સ્નાન કરશો તો તમને જરૂરથી લાભ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

Leave a Comment