‘ડોક્ટર ભગવાનનું સ્વરૂપ હોય છે’ આ વાક્યને આ મહિલા ડોક્ટરે સાર્થક કર્યું છે.
ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. એ જ વાતને આજે આ મહિલા ડોક્ટરે સાબિત કરી છે. જેણે એક નાની બાળકી નો જીવ બચાવ્યો. આ મહિલા ડોક્ટરે નવજાત બાળકીને મોતના મુખમાંથી પાછી લાવીને જીવન પ્રદાન કર્યું.
જન્મ સમયે આ બાળકી માં કોઈપણ પ્રકારની હલનચલન એટલે કે જીવ નહોતો. ડોક્ટર સુરેખા ચૌધરીએ જરા પણ વાર લગાડ્યા વગર બાળકીને મશીનથી ઓક્સિજન આપવા માટે પ્રયત્ન કર્યો. પરંતુ એમનો આ પ્રયત્ન નિષ્ફળ ગયો હતો.
જેના પછી ડોક્ટર સુરેખાએ પોતાના મોઢા વડે જ નવજાત બાળકીને શ્વાસ એટલે ઓક્સિજન આપ્યો. ડોક્ટર સુરેખા પોતાના મોઢાથી નવજાત બાળકીને ત્યાં સુધી શ્વાસ આપતા રહ્ય જ્યાં સુધી એને જીવન આપવામાં સફળ ન થાય, અને એમનો આ પ્રયત્ન સફળ રહ્યો. એમને બાળકી ને જીવન આપ્યું.
એમના આટલા પ્રયત્ન બાદ નવજાત બાળકી જીવંત થઈ. એના શ્વાસ આવ્યા, ત્યારે ડોક્ટર સુરેખા ના ચહેરા પર એક અલગ જ ખુશી અને ચમક હતી. ડોક્ટર સુરેખા ને જોઈને એમનો સ્ટાફ પણ આશ્ચર્ય પામી ગયો હતો, અને એમાંથી જ કોઈકે એમનો વિડીયો બનાવી લીધો હતો. ડોક્ટર સુરેખાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ અંગે ડોક્ટર સુરેખા ચૌધરીએ જણાવ્યું કે, ” જ્યારે કોઈપણ વસ્તુ કામ નહીં લાગી નહીં, મારા પ્રયત્ન નિષ્ફળ ગયા, ત્યારે મેં એને મોંઢાથી ઓક્સિજન ( શ્વાસ ) આપ્યો. આ મોઢાથી શ્વાસ આપવાની પ્રક્રિયાને લગભગ સાત મિનિટ થઈ, ત્યારબાદ એ નવજાત બાળકીએ શ્વાસ મેળવ્યો અને એનું પ્રથમ રુદન આવ્યું. એનાથી અમને ખૂબ જ ખુશી મળી. એ પણ બધા જ પ્રયત્ન કર્યા બાદ, હું પણ એક મા છું, તો એક મા માટે પોતાની બાળકીનું જીવન શું હોય છે, એ વાતને હું ખૂબ જ સારી રીતે જાણું છું.
આ વિડીયો જોનાર દરેક વ્યક્તિ ડોક્ટર સુરેખાના વખાણ કરી રહ્યા છે
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team