જો તમે પણ તમારા પાર્ટનર સાથે વેલેન્ટાઇન ડે પર એક સારી રજાઓ પર જવા ઇચ્છો છો તો તેના માટે તમે ભારતના આ સ્થળોને પસંદ કરી શકો છો.
લગ્ન પછી કે સંબંધમાં આવ્યા પછી સૌપ્રથમ વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવો દરેકને પ્રિય હોય છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ વખતે પહેલીવાર તમારા પાર્ટનર સાથે વેલેન્ટાઈન સેલિબ્રેટ કરી રહ્યા છો, અને આ ખાસ દિવસને કોઈ રોમેન્ટિક જગ્યાએ સેલિબ્રેટ કરવા માંગો છો, જ્યાં તમે ભીડથી દૂર આરામની ક્ષણો વિતાવી શકો, તો આજે અમે તમને કેટલાક ખાસ સ્થળો વિશે જણાવીશું. જ્યાં તમારા જીવનસાથી સાથે તમે વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરી શકો છો.
પોંડિચેરીને “The French capital of India” તરીકે પણ ઓળખવામાં આવે છે. કપલને ફરવા માટે આ એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. અહીં તમે પ્રાઈવેટ બીચ પર તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક ક્ષણો પણ વિતાવી શકો છો. આ વેલેન્ટાઈન માટે આ એક સારો વિકલ્પ હોઈ શકે છે.
કર્ણાટકમાં આવેલ કોડાગુને ભારતના સ્કોટલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં વાદળોની ઉપરથી હરિયાળી સાથે નીકળતું ધુમ્મસથી ભરેલું દૃશ્ય ખૂબ જ સુંદર છે. તમે અહીં તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક ક્ષણો માણી શકો છો. અહીં તમને બર્ડલાઈફ અને ચંદનના જંગલમાં એક અલગ જ નજારો જોવા મળશે, જે ખૂબ જ ખાસ હશે.
કસોલ પણ હંમેશા પ્રવાસીઓની યાદીમાં ટોચ પર રહ્યું છે. તે ભારતના સુંદર પ્રવાસન સ્થળોમાંથી એક છે. કસોલ હિમાચલ પ્રદેશના મેદાનોમાં આવેલું એક નાનકડું ગામ છે. આ જગ્યા કપલ્સ માટે ખૂબ જ ખાસ છે.
ગોવાને કોઈ ઓળખની જરૂર નથી, ગોવાના બીચ યુગલો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. ગોવા જવું એ દરેક યુગલ માટે ખૂબ જ રોમેન્ટિક હોય છે. અહીં વેલેન્ટાઈન પર તમે બંને મજા માણી શકો છો, તમે અહીં નાઈટલાઈફનો આનંદ માણી શકો છો.
ઝીરો ઘાટી તમારા માટે ખૂબ જ મહત્વની છે. ઝીરો ઘાટી અરુણાચલ પ્રદેશમાં આવેલ છે. અહીં ચોખાની ઘણી ખેતી થાય છે. આ અરુણાચલ પ્રદેશનું ખૂબજ જૂનું શહેર છે, જેને શાંતિ શોધનારાઓનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. અહીં તમે તમારા જીવનસાથી સાથે ખોવાય જનારા દૃશ્યોમાં તમારી જાતને ભૂલી જશો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team