વજન વધારવા માટે અકસીર ઉપાય છે અંજીર, આ 5 રીતે કરો તેનું સેવન

લોકો વજન વધારવા માટે ઘણી બધી વસ્તુઓનું સેવન કરે છે અને તેનો ઉપયોગ કરે છે તેમ છતાં તેમનું વજન તેમને જેટલું વધારવું હોય તે પ્રમાણે વધી શકતું નથી. પરંતુ જો તમે વજન વધારવા માટે અંજીરનો ઉપયોગ આ રીતે કરો છો તો તમારું વજન આસાનીથી વધી શકે છે. અંજીરમાં વિટામિન સી, વિટામિન કે, વિટામીન એ, વિટામીન ઈ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને કોપરની ભરપુર માત્રા જોવા મળે છે તેથી જ આ ડ્રાયફ્રૂટ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે તેમાં ઉપસ્થિત એન્ટિઓક્સિડન્ટ શરીરને ઘણી બધી બીમારીથી દુર રાખે છે અને તે જ કારણે તેને એક સુપર ફૂડ પણ કહેવામાં આવે છે.

ખાસ કરીને આ ફળ દરેક ઋતુમાં અને દરેક જગ્યાએ મળતું નથી તેથી જ તેને સુકવીને ડ્રાયફ્રુટ ના રીતે બજારમાં વેચવામાં આવે છે જો વ્યક્તિ દિવસની શરૂઆત બે પલાળેલા અંજીર ની સાથે કરે છે તો તે પોતાના શરીરની તમામ બીમારીથી દૂર રહી શકે છે. અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે જો તમે તેનું દરરોજ યોગ્ય માત્રામાં સેવન કરો છો તો કેન્સર જેવી ભયાનક બીમારીથી પણ તમે ખૂબ જ દૂર રહી શકો છો.

તેમાં ઉપસ્થિત એન્ટી કેન્સર ના ગુણ રૂપ પ્રતિકારક શક્તિને વધારે છે. આમ તો અંજીરનો ઉપયોગ વજન વધારવા માટે કરવામાં આવે છે અને તેની માટે અમુક પ્રભાવશાળી રીત અપનાવી ખૂબ જ જરૂરી છે અમે તમને એવા જ પાંચ ઉપાય વિશે જણાવીશું.

અંજીર અને દ્રાક્ષ

આમ તો લગભગ લોકો વજન ઘટાડવાની કોશિશ માં જ લાગેલા રહે છે પરંતુ અમુક વ્યક્તિ એવા પણ હોય છે જે પોતાના બાળકોને વજન વધારવા માટેની કોશિશ કરે છે આમ તો તે અંજીર અને દ્રાક્ષ અને એકસાથે ખાઈને વજન વધારી શકે છે તેની માટે તમારે રાત્રે પાંચ થી છ દ્રાક્ષ અને બેથી ત્રણ અંજીર પલાળી ને મુકવાના હોય છે ત્યારબાદ સવારે ઉઠતાં જ નાસ્તા દરમિયાન તેનું સેવન કરો વજન વધારવા સિવાય આ ઉપાય તમને સ્વસ્થ રાખશે.

અંજીર અને દૂધ

દૂધમાં ઉપસ્થિત ગુણો આપણને ખબર જ છે અને જો તેની સાથે અંજીરના ગુણ ને ઉમેરવામાં આવે તો તેની વાત જ અલગ થઈ જાય દૂધની વજન વધારવા માટે સૌથી કારગર ઉપાય માનવામાં આવ્યો છે અને દૂધનું સેવન કરવાથી ખૂબ જ સારો ફાયદો મળે છે તેની માટે એક ગ્લાસ દૂધમાં બે થી ત્રણ અંદર નાખીને તેને ઉકાળો ત્યારબાદ તેનું સેવન કરો જો તમે દૂધમાં ઉકાળવા માંગતા નથી તો બેથી ત્રણ સુકા અંજીર ગરમ દૂધની સાથે અલગથી પણ થઈ શકો છો.

અંજીરની સાથે ઓટ્સ

ઓટ્સ માં ઉપસ્થિત પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે અને વજન અને તીવ્રતાથી વધારવા માટે તમે ઓટ્સની સાથે અંજીરનું સેવન પણ કરી શકો છો. તેની માટે તમારે ઓટ્સને આખી રાત પલાળીને અંજીર સાથે ઉમેરીને તેનું સેવન કરો તમે ઈચ્છો તો ઓટ્સમાં અંજીરની સાથે સાથે દૂધનું સેવન પણ કરી શકો છો.

અંજીર નો હલવો

જે લોકો વજન વધારવા માંગે છે અને તેમને ગળ્યું ખાવાનું ખુબ જ ગમે છે અને ગળ્યું ખાવાની સલાહ પણ આપવામાં આવે છે તો તમે અંજીર નો હલવો બનાવીને તેનું સેવન કરી શકો છો આ હલવો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક તો હોય જ છે તેની સાથે જ તેનો સ્વાદ પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. તેથી તમારા ડાયટમાં તમે અંજીર હલવાને પણ સામેલ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment