કેહવાય છે ને, જીવનમાં મહેનત અને સંકલ્પની સાથે કરવામાં આવેલ એક સારો પ્રયત્ન તમને સફળ બનાવે છે. આજે અમે વાત કરીશું એક એવી છોકરીની, જેણે દ્રઢ નિશ્ચય અને મંજિલ પ્રાપ્તિના સંકલ્પને લઈને યુપીએસસીની તૈયારી શરૂ કરી અને આજે એક આઇએએસ ઓફિસર બની સમાજમાં એક પ્રેરણા રૂપે ઉભરી છે.
આ હોશિયાર છોકરી કોણ છે ?
હિમાચલ પ્રદેશના ઉનાના નાના એવા ગામમાં રહેનાર શાલિની અગ્નિહોત્રીએ તેની મહેનત અને આવડતથી યુપીએસસીમાં 285મો નંબર લાવીને તેના ઓફિસર બનવાના સપનાને પૂરું કર્યું અને આજે પૂરી નિષ્ઠાથી દેશની સેવા કરી રહી છે.
કેવી રીતે ઓફિસર બનવાનો વિચાર આવ્યો ?
શાલિની જ્યારે નાની હતી, એ સમયે તે તેની માતા સાથે એક બસમાં મુસાફરી કરી રહી હતી. ત્યારે તેની પાછળની સીટ પર એક વ્યક્તિ આવીને બેસી ગયો અને જે સીટ પર શાલિનીની માતા બેઠી હતી, તે સીટની પાછળ તે વ્યક્તિએ તેનો હાથ રાખ્યો હતો. જેના કારણે તેની માતા પોતાને અસ્વસ્થ અનુભવ કરી રહી હતી. તેની માતાએ જ્યારે તે વ્યક્તિને હાથ હટાવવા માટે કહ્યું ત્યારે તેણે હાથ હટાવવાની ના કહી અને કહ્યું કે, તું ક્યાયની ડીસી છે કે તારી વાત માની લઉં. આ ઘટના પછી શાલીનીના મગજમાં અધિકારી બનવાની વાત બેસી ગઈ.
માતા પિતા હંમેશા સપોર્ટ કર્યો
શાલિનીએ જણાવ્યું કે બાળપણથી જ તેના માતાપિતાએ ક્યારેય પણ તેને કોઈ વસ્તુને લઈને રોકટોક કરી નથી. તે શરૂઆતથી જ છોકરાઓ સાથે લખોટા, ક્રિકેટ રમતી હતી અને છોકરાની ટીમમાં એકલી છોકરી હતી. મહોલ્લાના લોકો હંમેશા તેના માતાપિતાને કહેતા કે, તમારી છોકરી તો છોકરાની જેમ રહે છે.
તેના પિતાનું નામ રમેશ અગ્નિહોત્રી છે. જે એક બસ કંડકટર હતા. પરંતુ તે છતાં પણ તેની છોકરીને કોઈપણ વસ્તુની ઊણપ અનુભવવા ન દેતા હતા. શાલીનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે જ્યારે મેં 10માંની પરીક્ષા આપી ત્યારે મને 92 ટકા મળ્યા હતા, પરંતુ 12માંની પરીક્ષામાં ફક્ત 77 ટકા જ મેળવ્યા. તે છતાં પણ મારા માતાપિતાએ મને ખીજાયા નહી પરંતુ મને હંમેશા સપોર્ટ કર્યો અને આગળ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરી.
ક્યાંથી અભ્યાસ પ્રાપ્ત કર્યો ?
શાલિનીએ શરૂઆતનો અભ્યાસ ધર્મશાળાના ડીએવી સ્કુલથી પૂરો કર્યો, ત્યારબાદ હિમાચલ યુનિવર્સિટીથી તેણે એગ્રિકલચર ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેણે એમએસસીમાં પ્રવેશ મેળવી અને સાથે જ યુપીએસસીની તૈયારી પણ શરૂ કરી.
કોચિંગની મદદ વગર યુપીએસસીની તૈયારી કરી
શાલિની એમએસસીના અભ્યાસ સાથે યુપીએસસીની તૈયારી કરતી હતી. પરંતુ તે યુપીએસસીની તૈયારી કોલેજ પૂરી થયા પછી જ કરતી હતી. તેના માટે તેણે ન તો કોઈ કોચીંગની મદદ લીધી કે ન તો કોઈ મોટા શહેર તરફ વળી. તેના સખત પરિશ્રમ અને આત્મવિશ્વાસના કારણે મેં 2011માં યુપીએસસી પરીક્ષામાં શામેલ થઇ અને 285 મો નંબર લાવીને તેના આઇપીએસ બનવાના સપનાને પૂરું કર્યું.
આજે શાલિની એક આઇપીએસ ઓફિસર બની દેશની સેવા કરી રહી છે અને મોટા મોટા ગુનેગારો તેના નામથી ડરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team