રોડના કિનારે ઉપર ઝાડ ઉપર લાગેલ સફેદ રંગ જરૂર જોયા હશે આખરે જાણો તેના ફાયદા અને નુકસાન

રોડના કિનારે પસાર થતી વખતે આપણે રોડના કિનારી ઉપર ઝાડ જરૂરથી જોયા હશે. એ સાથે જ એ પણ જોયું હશે કે ઝાડના દાંડી એટલે કે નીચલી બાજુ સફેદ રંગથી રંગવામાં આવે છે. હવે એવો સવાલ મનમાં આવે છે આ ઝાડને સફેદ રંગ કેમ રંગવામાં આવે છે? અને તેને કોઈ બીજા રંગ થી કેમ રંગવામાં આવતા નથી. એવુ થવા પાછળનું કારણ ખુબજ ખાસ છે. તેથી જ આવો જાણીએ કે આખરે આવું કેમ કરવામાં આવે છે.

ઝાડને સફેદ રંગથી કેમ રંગવામાં આવે છે?

તમને જણાવી દઈએ કે ઝાડને જે સફેદ વસ્તુથી રંગવામાં આવે છે તે બીજું કાંઈજ નહીં પરંતુ ચૂનો હોય છે. જેનાથી ઝાડ સુરક્ષિત રહે છે. વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે ઝાડ ઉપર રંગવામાં આવે છે ત્યારે તે આસાનીથી નીચેના ભાગમાં પહોંચી જાય છે આમ હોવાથી ઝાડમાં ઉધઈ અને કીડા લાગતા નથી. તથા ઉંમર વધતી જાય છે તે સિવાય સુનો ના ઉપરની છાલ માં લાગવાથી તેના ઉપરના પરતની રક્ષા કરે છે અને તેને તુટવા તથા ફાટવાથી બચાવે છે.

કાપેલા ઝાડને ચુનાથી કેમ રંગવામાં આવે છે?

ખરેખર એવા ઝાડ જેને ઉપરથી કાપવામાં આવે છે તેને પણ ચુના થી રંગવામાં આવે છે, તે એટલા માટે કરવામાં આવે છે જેથી એ ઝાડ ઉપર આવતા કોપલા ખરાબ થાય નહીં. કર્નલ યુનિવર્સિટીના સંશોધન અનુસાર ચૂનો ઝાડમાં આવતા નવા અંકુર અને પાંદડાઓને સૂર્યના કિરણોની અસરથી નાશ થવાથી બચાવે છે. ઝાડને ચુનાથી રંગતી વખતે એ વાતનું ઘ્યાન રાખવું ખુબજ જરૂરી છે કે ચુનાની માત્રા ઓછી અને પાણીની માત્રા વધુ રાખવી જોઈએ. આં કરવાથી ઝાડને વધુ સમય હાનિ પહોંચતી નથી.

ઝાડને સફેદ રંગ રંગવાના અન્ય કારણ

ઝાડને સફેદ રંગ રમવા જે તે આપણને રસ્તો બતાવવાનું કામ કરે છે જેનાથી રસ્તામાં યાત્રા કરવામાં તકલીફ ઓછી થાય છે તમે વિચારી રહ્યા હશો કે સફેદ રંગથી રંગાયેલ ઝાડ રસ્તો કેવી રીતે બતાવી શકે છે.તો જણાવી દઈએ કે રાતના અંધારામાં સફેદ રંગ ગાડી ની લાઈટ પડતાં જ દેખાઈ જાય છે જેનાથી એ જાણકારી મળી છે કે રોડ કેટલો પહોળો છે અને રસ્તો કેટલો લાંબો છે. આવા ઝાડથી પહાડ અને ગાઢ ઝાડવાળા ક્ષેત્રમાં ખૂબ જ સહાયતા મળે.

ઓઇલ પેઇન્ટ હોય છે હાનિકારક

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કર્નલ વિશ્વવિદ્યાલય ના રિસર્ચ અનુસાર ઝાડ માટે ઓઇલ પેઇન્ટ ખુબજ હાનિકારક હોય છે. અને તેનાથી ઝાડ નો ગ્રોથ રોકાઈ જાય છે. તેથી જ ઝાડને ઓઇલ પેઇન્ટ થી રંગવા જોઈએ નહીં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment