એવા કોઈ અમુક જ વ્યક્તિ હશે જેને લીંબુ નો સ્વાદ પસંદ નહિ હોય. લીંબુ નો સ્વાદ તેની સુગંધ અને ફ્લેવર બધા જ શાકભાજી કરતા અલગ હોય છે. અને તેથી જ તેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. ભોજન સિવાય આયુર્વેદ અને પારંપરિક ઔષધીમાં પણ ઘણા બધા રીતે લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. તે પીએચ લેવલ ને યોગ્ય સ્થળ બનાવી રાખવામાં મદદ કરે છે. અને શરીરની અલગ અલગ જરૂરિયાતોને પૂરી કરે છે. પરંતુ લોકોની સૌથી મોટી ચિંતા એ હોય છે. કે લીંબુ જલ્દી સુકાઈ જાય છે.
આવો તમને જણાવીએ કે જો તમે લીંબુને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માંગો છો તો ખૂબ જ સામાન્ય રીત અને અમુક વાતોનું ધ્યાન રાખવું પડશે. જ્યારે તમે લીંબુ કરતા હોય તે વખતે છાલને જરૂરથી જુઓ કારણ કે લીંબુની છાલ જેટલી પાતળી અને મુલાયમ હશે તેટલો જ તેનો રસ વધુ નીકળવાની સંભાવના છે. પાતળી છાલ વાળા લીંબુનો રસ કડવો હોય તો નથી અને બજારમાંથી લીંબુ લાવ્યા બાદ તેને સારી રીતે સાફ કરીને મુકો.
લીંબુને એક મહિના સુધી સુરક્ષિત રાખવા માટે કાગળ અથવા ટીસ્યુ પેપર નો પ્રયોગ કરી શકાય છે. તેની માટે તમારે લીંબુને અલગ અલગ કાગળમાં લપેટીને મૂકવા પડશે ત્યારબાદ કોઈ જગ્યાએ તેને કોઈ વાસણમાં મૂકો.
લીંબુને એક સાથે કોઈ પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકીને ROનું પાણી નાખો. લીંબુ પૂરી રીતે પાણીમાં ડૂબેલા હોવા જોઈએ. ત્યારબાદ લીંબુ ને ફ્રીઝમાં મૂકો. પાંચ દિવસ પછી તેનું પાણી બદલતા રહો આ વિધિથી લીંબુ અને લગભગ 20 થી 25 દિવસ સુધી તાજાં રાખી શકાય છે.
લીંબુ ને સુરક્ષિત રીતે સ્ટોર કરવા માટે નારિયેળ ના તેલ નો પણ ઉપયોગ કરી શકાય છે. લીંબુ પર નારિયેળ તેલનો લેપ લગાવીને કોઈ બોટલમાં ભરો, ત્યારબાદ બોટલનું ઢાંકણું બંધ કર્યા વગર ફ્રીઝમાં મૂકો, 15 દિવસ પછી પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team