આમ તો દુનિયાભરમાં એવી ઘણી બધી હોટલ છે. જે કોઈને કોઈ ખાસિયતથી મશહૂર છે. પરંતુ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે. કે દુનિયાની પહેલી એવી હોટલ વિશે જેની એન્ટ્રી ગેટ પર કપ, ટેબલ, બારી નળ બાથરૂમ થી લઈને ભોજન ના વાસણો દરેક વસ્તુ સોનાનું છે.
આ હોટેલનું નામ ડોલ્સે હનોઈ ગોલ્ડન લેક છે. કેક ફાઇસટાર હોટલ છે. જે 25 માર્ચ સુધી બનાવવામાં આવી છે. આ હોટલમાં 400 રૂમ છે. હોટલની બહાર ની દિવાલ ઉપર લગભગ 56 હજાર વર્ગ ગોલ્ડ પ્લેટેડ ટાઇલ્સ લગાવવામાં આવી છે. ત્યાં જ લોબીમાં ફર્નિચર અને બીજી બધી વસ્તુઓમાં સોના ની કારીગરી કરવામાં આવી છે. જેથી સંપૂર્ણ હોટલમાં ગોલ્ડ નો અહેસાસ થાય.
એટલું જ નહીં હોટલના વોશરૂમમાં બાથટબ સિંક અને સાવર થી લઈને દરેક વસ્તુ સોનાની છે. બેડરૂમમાં પણ ફર્નિચર અને બીજો બધો સામાન્ય ગોલ્ડ પ્લેટેડ છે. તે સિવાય હોટલના સ્ટાફનો ડ્રેસકોડ પણ લાલ અને ગોલ્ડન રાખવામાં આવ્યો છે. ધાબા ઉપર ઇન્ફીનિટી પુલ બનાવવામાં આવ્યો છે. અહીંથી હનોઈનો ખૂબ જ સુંદર નજારો દેખાય છે. અહીંની દિવાલો પર ગોલ્ડ પ્લેટેડ ઈંટ લગાવવામાં આવી છે.
ત્યાં જ હનોઈની વચ્ચોવચ બનેલા 25 માળની હોટલના પુલ પરથી આખું શહેર દેખાય છે. એ વાત પણ કહેવામાં આવે છે. ત્યાં જે ભોજન પીરસવામાં આવે છે. તેમાં પણ ખાસ પ્રકારનું ગોલ્ડ ઉમેરવામાં આવે છે. એટલું જ નહીં આ હોટલ મોંઘી છે. કે એક રાત રોકાવા માટે 250 ડોલર આપવા પડે છે. તમને જણાવી દઈએ કે હોટલનું નિર્માણ વર્ષ 2009 માં શરૂ થયું હતું અને હોટલના ઉપરના માળ પર ફ્લેટ પણ બનાવવામાં આવ્યા છે. જો કોઈને પોતાના માટે ફ્લેટ ખરીદવો હોય તો તે પણ લઈ શકે છે.
આ હોટલને દક્ષિણ-પૂર્વ એશિયાની સૌથી લક્ઝરી હોટલ નો ખિતાબ આપવામાં આવ્યો છે. તેને હોઆ બિન ગ્રુપ એન્ડ વિનઘમ ગ્રુપે મળીને બનાવ્યું છે.આ બંને મળીને 2 સુપર 6 સ્ટાર હોટલ મેનેજ કરી રહ્યા છે. હોટલમાં છ પ્રકારના રૂમ છે. તેની સાથે જ પ્રકારના શૂટ પણ છે.
પ્રેસિડેંશિયલ સૂટની કિંમત 4.85 લાખ રૂપિયા પ્રતિ રાત છે. આ હોટલમાં એક ગેમિંગ ક્લબ પણ છે. જે 24 કલાક ખુલ્લું રહે છે. અને અહીં કસીનો અને પોકર જેવી ગેમ છે. જ્યાં તમે જીત્યા પછી રૂપિયા પણ કમાઈ શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team