ઘરે ઝટપટ બનાવો ગુજરાતની પ્રખ્યાત વાનગી: દાબેલી😋😋

દક્ષિણ ભારતીય ખાવામાં આમ તો ઘણી સારી વાનગીઓ છે, જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે ઉપયોગી છે… આજે અમે તમારી સાથે એવી જ એક રેસીપી શેયર કરવા માંગીએ છે… જેનું નામ છે દાબેલી… આમ તો આ દક્ષિણ ભારતીય સ્ટ્રીટ ફૂડનો ભાગ છે, પણ આજે આપણે બનાવશો આપણા જ નવા અંદાઝમાં… આપણું લક્ષ્ય હોય છે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને ધ્યાનમાં રાખીને કંઈક સારું ખાવાનું બનાવીએ, તો આવો બનાવીએ…હેલ્દી દાબેલી.

સામગ્રી-

બે માણસ માટે

બાફેલા બટેટા- ૨ મધ્યમ આકારના

કાંદા- અડધો કપ (બારીક કાપેલા)

ટામેટા- બારીક કાપેલા

લીલા મરચા- એક ચમચી

રાજમાં- અડધો કપ

ઉગાડેલા કઠોળ- અડધો કપ

વટાણા- બાફેલા (એક કપ)

લાલ મરચા- અડધી ચમચી

હળદર- અડધી ચમચી

ગળી ચટણી- અડધો કપ

લીલી ચટણી- અડધો કપ

દાડમના દાણાં- બે ચમચી

જીણી સેવ- એક કપ

મીઠું- સ્વાદાનુસાર

બટર- ૨૦૦ ગ્રામ

સુકા મસાલા- ધાણા પાવડર, લાલ મરચું, મરી પાવડર, મોટી ઈલાયચી, જીરું, તજ

બનાવવાની વિધિ:

૧. સૌથી પહેલા એક તવામાં દાબેલીનો મસાલો તૈયાર કરી લઈએ…ધાણા પાવડર, સાબૂત લાલ મરચું, મરી પાવડર, લવિંગ, મોટી ઈલાયચી, તજ, જીરુ બધાને તવામાં નાખીને શેકિલ્યો અને જ્યારે સુગંધ આવવા લાગે, એટલે ગેસ બંધ કરી દયો અને મસાલાને મિક્સરમાં પીસી લ્યો .તૈયાર છે દાબેલી મસાલો!

૨. હવે એક તવો લ્યો, તેમાં 2 ચમચી માખણ નાખો… હવે બારીક કાપેલા કાંદા, બારીક કાપેલા ટામેટા, લીલા મરચા, આદુ અને હિંગ નાખીને સાંતળો… જ્યારે બધી વસ્તુ સાંતળાઈ જાય, તો તેમાં મસળેલા બટાટા, વટાણા, ઉગાડેલા કઠોળ અને બાફેલા રાજમા નાખો. એને સરખી રીતે મિક્સ કરતા મીઠું, દાબેલી મસાલો, હળદર અને લાલ મરચું નાખીને રાંધો… જો સુકુ લાગે, તો જરા પાણી નાખીને મિશ્રણને થોડું ભેળવો અને મસળો… બસ હવે તૈયાર છે તમારી દાબેલી બનાવવાનો અંદરનો મસાલો.

૩. હવે બાકીની ચટણી લઈ લઈએ… ગળી ચટણી અને કોથમીરની લીલી ચટણી.

૪. એક-એક કરીને પાવભાજી ના પાવ લઈને, તેને વચ્ચેથી ખોલી તેમાં દાબેલી માટે તૈયાર કરેલી મીઠી ચટણી અને દાબેલી મસાલો નાખો. અને હવે દાબેલીમાં ભરવા તૈયાર કરેલો મસાલો નાખી, ઉપર કાંદાના ટુકડા રાખો… સાથે જ, થોડા દાડમના દાણા નાખીને રાખી દો. હવે એક તવા પર માખણ નાખી, તેમાં એક-એક કરીને પાવને શેકી લ્યો અને બંને તરફ સારી રીતે શેકીને કાઢી લ્યો. પછી ચણાના લોટની સેવ સાઈડમાં લગાવીને, ગરમ ગરમ પીરસો!

ALL IMAGE CREDIT : GOOGLE IMAGES

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Comment