જો તમે ઇચ્છો છો કે આવનારું વર્ષ તમારા માટે સ્વસ્થ રહે તો તેના માટે તમારે તેની જૂની આદતોને બદલવી પડશે અને આ સંકલ્પ લેવા પડશે.
કહેવાય છે કે પહેલું સુખ નિરોગી શરીર. એટલે કે જો વ્યક્તિ ચુસ્ત તંદુરસ્ત છે તો જીવનમાં તે બધી ખુશીઓનો આનંદ માણી શકે છે. અત્યાર સુધી આપણે બધા આપણા સ્વાસ્થ્યને હંમેશા નજરઅંદાજ કરીએ છીએ, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોએ લોકોને સારા સ્વાસ્થ્યનું મહત્વ યોગ્ય રીતે સમજાવ્યું. વર્ષ 2020 માં કોરોના સંક્રમણ અને પછી વર્ષ 2021 સુધી તેનો પ્રકોપ દરેકે સહન કર્યો. આ બિમારીથી તે બચી શક્યા જેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હતી.
આવી સ્થિતિમાં તમે પણ સારા સ્વાસ્થ્યના મહત્વને યોગ્ય રીતે સમજી લીધું હશે. તેથી હવે જ્યારે આપણે બધા નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છીએ અને આ વર્ષ બધું પેહલા કરતા સારું થવાની આશા કરી રહ્યા છીએ તો આવી સ્થિતિમાં સ્વાસ્થ્યને નજરઅંદાજ કેવી રીતે કરી શકાય છે. નવા વર્ષે સંકલ્પ લેતી વખતે તમારે તમારા સ્વાસ્થ્યને સૌથી પેહલા રાખવું જોઈએ.
જરૂરી નથી કે તમે પોતાનામાં મોટું પરિવર્તન કરો, ફક્ત એટલું જ જરૂર છે કે તમે તંદુરસ્ત જીવન તરફ થોડા નાના નાના ડગલા ભરો. તો ચાલો આજે અમે તમને કેટલાક સ્વાસ્થ્ય સંબંધી નવા વર્ષના સંકલ્પો વિશે જણાવી રહ્યા છીએ જેનાથી તમે એક સ્વસ્થ જીવન પણ વિતાવી શકો છો.
નિયમિત ચાલશો
હંમેશા આપણે બધા પોતાના કામમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે પોતાના માટે સમય કાઢી શકતા નથી. આવી સ્થિતિમાં તમે નવા વર્ષના અવસર પર નિર્ણય લો કે તમે દરરોજ નિયમિત રૂપે ચાલવાનો પ્રયત્ન કરશો. ભલે 15 મિનિટ સુધી જ લગભગ તમે ચાલો. તેનાથી તમે વધારે એક્ટિવ અને સ્વસ્થ તો બનશો જ, પરંતુ આ રીતે તમને તમારી સાથે સમય વિતાવવાનો સમય પણ મળી જશે.
ખાંડ ઓછી કરશો
ખાંડને એક ધીમું ઝેર માનવામાં આવે છે. આપણે ફક્ત આપણા ભોજન અથવા ચા વગેરે પૂરતી જ ખાંડનું સેવન કરતા નથી, પરંતુ મિઠાઈ, ચોકલેટ, કેક વગેરે ઘોડા સ્વરૂપે તેનું સેવન કરીએ છીએ. તેથી નવા વર્ષે તમે તે નિર્ણય લઈ શકો છો કે તમે ખાંડનું સેવન ઓછું કરશો. તેટલું જ નહિ, તમે પ્રયત્ન કરો કે ખાંડને કુદરતી સ્વિટનર જેમકે ગોળ બદલવાનો પ્રયત્ન કરો.
ધ્યાન અને કોયડાને જીવનશૈલીનો ભાગ બનાવો
સામાન્ય રીતે જ્યારે સ્વાસ્થ્યની વાત થાય છે તો આપણે પોતાને ફિઝીકલી ફીટ રાખવા પર વધારે ધ્યાન આપીએ છીએ. પરંતુ માનસિક રૂપે સ્વસ્થ થવું પણ તેટલું જ જરૂરી છે. તેથી આ વખતે તમે નિર્ણય લો કે તમે સવારે ઉઠીને ઓછામાં ઓછી 15 મિનિટ સુધી મેડિટેશન, ડીપ બ્રિથીંગ વગેરે જરૂર કરો. તેનાથી મન શાંત થાય છે અને તણાવ અને હતાશા તમારા જીવનને ખલેલ પહોંચાડતા નથી. તેમજ બીજી તરફ જો કોયડાઓ રમવામાં આવે તો મગજ તેજ થાય છે. આવી સ્થિતિમાં તમે નિર્ણય લો કે દરરોજ એક કોયડો ઉકેલવા નો પ્રયત્ન કરશો. તેમાં તમને ખૂબ આનંદ પણ આવશે.
હેલ્થ ચેકઅપ જરૂર કરાવો
સ્ત્રીઓની હંમેશા એ આદત હોય છે કે જો તેને કોઈ સ્વાસ્થયની સમસ્યા થાય પણ છે તો પણ તે તેને નજરઅંદાજ કરી દે છે. જ્યારે સમસ્યા ખૂબ વધારે વધી જાય છે, ત્યારે તે ડોકટર પાસે જાય છે. પરંતુ આ વર્ષે તમે તે નિર્ણય લો કે તમે તમારા સ્વાસ્થ્યની સાથે કોઈ પ્રકારની રમત કરશો નહીં. દર ત્રણ મહિનામાં એક વાર હેલ્થ ચેકઅપ જરૂર કરાવો, જેથી કોઈપણ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા વિશે શરૂઆતમાં જ જાણ થઈ શકે અને તેની સમયસર સારવાર કરી શકાય છે.
જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર જરૂર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team